ચાલવા ઇચ્છો તો વચ્ચે પગમાં આંટણ આવશે,
ને હશે કંઠે તરસ તો હાથમાં રણ આવશે.
આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલાના સગપણ આવશે.
બંધ મિલની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાયનાં ધણ આવશે.
સૃષ્ટિમાં છે દૃષ્ટિ સૌની એવી કે નજરો મહીં,
હો ભલે અખિલમ્ મધુરમ્ ખોડ-ખાંપણ આવશે.
એક ઇચ્છા તો ય દિલની અશ્મિભૂત થાતી નથી,
કો’ક હૈયે કો’ક દિ’ મારાં સ્મરણ પણ આવશે.
નેજવું થઈ બારસાખી આંખ પર જીવે રવેશ,
ભાગ્યમાં શું આ ચરણનાં એવા આંગણ આવશે?
છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
- વિવેક મનહર ટેલર
-
પ્રિય વિવેક,
અભિનંદન તને જરૂર મળે આ કવિતા ‘કવિતા’માં છપાઇ માટે ને તારા સપનાની શરૂઆત થઇ માટે પણ એથી અધિક સત્ય એ જ છે કે આપણી ભાષાને તું મળ્યો છે.
મારા વિચારે તો આ ગજલ કોલેજના સ્તરે પાઠ્ય પુસ્તકમાં ભણવામાં મૂકાવા જેવી છે. આ રચનાનો વિચાર વિસ્તાર ઉત્તમ છે.મીના
-
આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલા નાં સગપણ આવશે.બંધ મિલ ની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાય નાં ધણ આવશે.છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
good thinking,amaging philosophy Sir…puri gazal sundar chhe…chata aa taran sher vadhu sprashi gaya. -
અહીં આંખોમાથી શમણાંઓ પડી જાય છે,
ને માણસ જીવી જીવીને અહીં મરી જાય છે.
છે સમયની દાદાગીરી અહીં એવી ઓ ‘મન’,
કે પાણી પાઓ તો એ પાંદડીઓ ખરી જાય છે. -મનન દેસાઈ AFTER READING THIS GAZAL…..

7 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/15/trackback