![]()
(તુષાર નથી…. ….સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૨૦૧૧)
*
આ વખતે ‘ફોર અ ચેન્જ’, એક દીર્ઘ ગઝલ…
*
પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
હું અહીં છું છતાં લગાર નથી,
મારા હોવામાં તથ્યભાર નથી.
દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !
તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.
ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી.
એકબીજાની સાચવે સગવડ,
આ શું છે? પ્યાર છે કે પ્યાર નથી?
એના એ રોજથી રજા ન મળે,
કંઈ, કશું, ક્યાંય ધોધમાર નથી.
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
- વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૧૨-૨૦૧૧)
*
-
…………….
હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી. -
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી…..nice….. -
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.awesome..
-
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.સરસ ગઝલ.
-
આ દિર્ઘ ગઝલ વાચક અને મારા જેવા ભાવક ને લઘુ ગઝલ લાગે ચ્હે,,,,અદ્ ભુત …વાત ……..અભિનન્દન દોસ્ત !
-
sir, tasbi gazal etle kevi prakar ni gazal samjavsho pls?!
-
અતિ સુદર. ખુશ્બો અડ્ચ્ણ વિના વ્હે બ્ધેય. એક સદગ્રસ્ત કે લેખક યા ક્વિ ખુશ્બોનિ જેમ બ્ધે પ્ર્સ્રરે છે પોત્તાના લેખ યા કાવ્યો થકિ. ઉન્ચ સહિત્ય અતર કે ફુલ સમાન છે અને સક્ળ સમાજ્મા સુગ્ન્ધ નિ લ્હેર વ્હાવે છે એ એક સ્ત્ય છે. સુભેછા સ્વિકાર્જો.
-
આખી ગઝલ કૉપી–પેસ્ટ દોસ્ત..!
-
બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.ઃ)જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી….વાહ્… -
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.
bahot khoob kahi… -
બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
સુન્દર …….. -
bahut achche kavi…
-
khub sundar vivekbhai.
-
AN EXCELLENT GAZAL , INDEED! CONGRATULATIONS AND THANKS, Dr. VIVEK !
-
સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.Excellent pun! Overall, Great Gazal.
-
બહુ સરસ
મારી પૂરવણીહોયે કદી કોઇક અશઆર એવા
જિંદગી નીતરી જાય આંસુ બની -
ભાઇ શ્રિ દેવલ વોરાના કોમેનટ્સ માહિતિ ભયા છે અમે મુસ્લિમ બિરાદરિ હજરત ફાતિમાનિ આ તસબિ જેનો હવાલો તેઓએ આપ્યો છે તે નિત્ય પઢિયે છિયે. અને તે તસ્બિથિ બ હુજ બરક્ત થાય છે.આ એક શ્ર્ધાનો વિશ્ય છે.મે મારિ એક દિકરિ નુ નામ ઝોહરા રાખેલુ પ્ણ મને આ માહિતિનિ જાણ ન્હોતિ આજે જાણ થય. સરસ કોમેન્ટ માટે ભાય વોરાને અભિનદન અને સલામ.
-
@ amirali khimani
અમસ્તા જ આપની જાણ ખાતર… ઉપર આપેલ માહિતી વિવેકે લખી છે. એમણે દેવલના સવાલનો જવાબ આપ્યો છે. આપની વાત ખરી છે આ માહિતી ખરેખર જાણવા જેવી છે.
-
વાહ વિવેકભા ઇ વાહ્, દર શુક્રવાર નાનપણમા માનીતો વાર હતો – તે દિ’ નવું પીક્ચર પડે !
તસ્બીના બધા મણકા પાણીદાર કયો ટાંકુ ને કયો નહી ? તમે પ્રેમ બહુ સાદી સમજણ આપી- એક બીજાની સગવડ સાચવવાની ખેવના તે પ્રેમ ! -
ખુબ ખુબ આભાર વિવેક સર,
મીના બેન નો પણ આભાર
વધુ એક માહિતી અમીર અલી ખીમાણી સાહેબ માટે કે અહી – દેવલ ભાઈ નહિ પણ દેવલ બહેન છે…
-
બિમ્બને …… ખૂબ સરસ

36 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1498/trackback