તુર્ત જ

P5250138
(ફાટું ભરીને સોનું….             …સૂર્યોદય, નોર્થ રિમ, ગ્રાન્ડ કેન્યન, ૨૫-૦૫-૧૧)

*

સૂરજ ઢળતાં જ બદલાઈ જશે વાતાવરણ તુર્ત જ,
જશે જ્યાં તું, વિકટ થઈ પડશે મારે શ્વાસ પણ તુર્ત જ;
ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

-વિવેક મનહર ટેલર
(૧૩-૧૨-૨૦૧૧)

*

P5167404
(ગતિ અને ગંતવ્ય….        …રિપ્લી’સ બિલિવ ઇટ ઓર નૉટ, ન્યૂ યૉર્ક, ૧૬-૦૫-૧૧)

20 thoughts on “તુર્ત જ

  1. ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
    ‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
    ખૂબ સરસ
    યાદ
    પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
    વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે.
    વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
    વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે… મને યાદ ફરી ફરી આવે મને યાદ ફરી ફરી આવે મારા અંતરને રડાવે મને યાદ ફરી ફરી આવે મારા અંતરને રડાવે જીવન વીણા તાર બસૂરા રાગો મારા રહ્યાં અધૂરા જીવન વીણા તાર બસૂરા રાગો મારા રહ્યાં અધૂરા મારા જીવનમાં આવી ને શાને ગઈ તું ચાલી રે….

    પણ તારી યાદ તો અમારી પાસે રહેશે

Leave a Reply to Shaila Munshaw Cancel reply

Your email address will not be published. Required fields are marked *