કોઈની ઇચ્છા


(એમુ….                        ….નેશનલ હાઈ-વે નં. ૮, ૦૪-૦૩-૨૦૦૭)

*

કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.

આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.

નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.

ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.

રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !

જાન ખુશબૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

– વિવેક મનહર ટેલર

21 thoughts on “કોઈની ઇચ્છા

  1. ઓહ ગોડ, શું કલ્પનાંઓ છે!!!! ‘ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
    હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.’
    ‘આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
    બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો’

  2. કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

    ઇચ્છાનું આ નવું રૂપ બહુ ગમ્યું!!

    ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
    હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.

    આ શેરમાં તો ખુબ જ મજા પડી ગઇ!!

    બધા જ શેરો આજે લાગ્યા જોશીલા ને લાજવાબ,
    આથી વધુ શક્ય નથી, આપવો બીજો કોમેન્ટડો!! 🙂

  3. કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

    – બહુ સરસ !

  4. no any comment for it…becouse it like more comment without comment…it like only one comment …it is so nice ans so wanderfulllllllllll !!!!!!!!!!!!!!!!!..
    basy person…with his work…..but nice thiking otherthen work…that best qwality in …1000/1..that 1 ia you sir…salam 2 u

  5. નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
    ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.

    ભાઈ મને તો આ શેર બહુ જ ગમ્યો, સાવ સામાન્ય એવી વાત કે તમારી યાદ હર પળ સાથે હોય છે , એવી એ વાતનુ પણ ખુબ જ સુંદર નીરૂપણ

    અને આ પણ

    કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

  6. વાહ વિવેક્ભાઇ
    નવા શબ્દો અને નવા વિષયો દરેક નવા કાવ્ય સાથે
    તમે જે લાવો છો તે ખરેખર અદભુત છે.
    વિજય શાહ

  7. વિવેકભાઈ, ખુબ સુંદર ગઝલ છે. દાદ આપવા માટે શબ્દો પુરતા નથી એટલું જ કહી શકું. બહુ અલગ વિષય લઈને આટલી સુંદર વાત કહેવા બદલ હાર્દીક અભિનંદન.

  8. Dear Vivek sir,
    Its really a beautiful creation , really nice one to enjoy, cherish and feel.
    Really you can definately say “SHABDO CHE SWASH MARA”, Ee vakya kharekhar yatharth ane sarthak che tamari mate eem kahi sakay,
    Mehul

  9. its Really Gr8… i like dis Gazal Bottom frm ma Heart…
    in short i love “vmtailor”…

    keep it up….

    cheers,
    Rishi

  10. Vivekbhai, Tamara Pag Kya Chhe, Tame Kharekhar Shabdo Na Swami Chho. Kalpna tamari – dad deva shabdo nathi.

    RAHUL SHAH

  11. કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
    awesome…

  12. aam to aakhi gazal adbhut che parantu aa ser lajavab che…..

    નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
    પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.

  13. ઓ મ જી…!!! કેટલી મસ્ત અફલાતુન તમારી છે ગઝલ આ…!!!

    નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
    પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો…

    ટોપની ગઝલ છે..ખુબ જ ગમી ..!!

  14. આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
    બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.

    મસ્ત્…!!!

Leave a Reply to Vijay Cancel reply

Your email address will not be published. Required fields are marked *