(એમુ… …મનોરથી પાછા વળતાં એક પેટ્રોલપંપની પાછળ (કદાચ)
ગેરકાયદેસર ચાલતા પોલ્ટ્રીફાર્મમાં મળેલું સ્મિત, ૦૪-૦૩-૨૦૦૭)
જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.
સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
-વિવેક મનહર ટેલર
મને મનગમતી ગઝલોમાંની આ એક છે. ‘હૈયાને હાશ થાય એવું કોઈ ઘર મળે’ પંક્તિ પર ગઝલ લખવા માટે મળેલા આમંત્રણને સ્વીકારીને આ ગઝલ લખી હતી, જે 16 જુલાઈ, 2005ના રોજ ‘ગુજરાતમિત્ર’ દૈનિકની ‘સન્નારી’ પૂર્તિમાં છપાઈ હતી. મૂળ પંક્તિમાં થોડો ફેરફાર કરીને લખેલી આ ગઝલ બ્લૉગ પર અગાઉ પ્રકાશિત કરી હતી પણ એ વખતે મત્લા(ગઝલનો પહેલો શેર)ની પહેલી કડી(ઉલા મિસરા)માં થોડો છંદદોષ રહી ગયો હતો એ દૂર કરી ફરી આપની સમક્ષ લઈને આવ્યો છું.
15 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/145/trackback
March 15, 2007 at 8:43 am
Jayshree
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
maaro alltime fav sher…
March 15, 2007 at 9:43 am
paresh
જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
this is so nice thinking sir,,,,all want this nice home..
March 15, 2007 at 11:44 am
Meghna
hello Sir,
This is so deep feelings in u that u wrote in this poem…. God bless u to have this nice home
March 15, 2007 at 5:05 pm
રાધીકા
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
ખરેખર ખુબ જ સુંદર રચના છે… અને ફોટોગ્રાફ પણ, ખરેખર એ હસતુ હોય એમ લાગે છે
March 15, 2007 at 5:44 pm
paresh
સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
sir, what is meaing of “પ્રવર “?
March 15, 2007 at 5:50 pm
વિવેક
પ્રવર એટલે શ્રેષ્ઠ, સર્વોત્તમ…
March 16, 2007 at 1:37 pm
paresh
thx u sir
March 16, 2007 at 10:10 pm
UrmiSaagar
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
આજે આપણે ભગવાનને આવી જ રીતે પ્રાર્થીએ છીએ ને!! અને હિન્દી ફિલ્મોમાં ભગવાનની આવી રીતે ઝાટકણી કાઢતા હિરો-હિરોઇનોને ભગવાન પ્રસન્ન પણ તરત જ થઇ જાય છે…
ગુરુજી, આ ‘ઉલા મિસરા’ વિશે જરા સમજાવશો?
March 17, 2007 at 12:08 am
Hiral
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.
nice phrases.
March 17, 2007 at 12:12 am
chetan framewala
કાં વિવેક આટલો રાખો છો દોસ્ત,
સૌને શાને તરસ્યા રાખો છો દોસ્ત,
વેબ પર સૌ રોજ ભીંજાતા રહે છે,
ભેટ પુસ્તકની ક્યારે આપો છો દોસ્ત????
જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ….
સૌને મિત્રોને સદા સાહિત્ય રસ માં ભીંજવતા રહો એજ અપેક્ષા…
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા
March 17, 2007 at 10:21 am
hemant punekar
જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
bahu sundar gazal chhe vivekbhai!
Belated wishes on your B’day! Hope you had a great day!
March 17, 2007 at 2:22 pm
sagarika
વાહ, શું ગઝલ લખી છે, સરળ સરળ શબ્દો માં સરસ સરસ ચિંતન વ્યક્ત કરી દીધુ. દરેક શેર એક-એક થી ચડિયાતા છે, (પણ ગઝલ માં શેર એકી સંખ્યા માં હોય તેવું કઈ મે સાંભળ્યું છે!!!!)
March 17, 2007 at 3:55 pm
વિવેક
પ્રિય સાગરિકા,
ગઝલમાં શેરોની સંખ્યા એકી જ હોય એવું જરૂરી નથી… ગુજરાતી ગઝલ હવે પરંપરાથી ઘણી આગળ નીકળી ચૂકી છે. ત્રણ શેરથી માંડીને લખી શકો એટલા શેર એક ગઝલમાં હોઈ શકે છે.
March 18, 2007 at 10:25 am
preeti tailor
jijivisha ni bhasha shun chhe samajave chhe aa gazal,
aa jivanmatra kem taki jay chhe samjave chhe aa gazal,
antah karan man jo koi pyas j baki na rahe to
jivavano arth pan baki na rahe,
pan unde unde ankurati aasha na padalo khole tamari aa gazal,
khoob sundar vivekbhai…
November 13, 2007 at 6:55 pm
sanjay
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
અદ્ભુત