પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

(પક્ષીના માથે પતંગિયું: સ્વયમ્ ની શોધ… ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(હુડહુડ ~ Hoopoe ~ Upupa Epops)

ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.

ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.

તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

– વિવેક મનહર ટેલર

25 thoughts on “પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

  1. કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

    કોઈ રણ પણ કયારેક વૃક્ષાતુ હશે ! ! !

    …………………………….

    આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
    વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

    એક સાચી વાત નરી આખે જોયેલી….

    …………………………………………

    મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
    પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

    પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
    અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

    તડકો અને તડ કો’ખુબ જ સુંદર શબ્દનીરુપણ…

  2. Hi vivek!

    Poets are the great gift of goad to intelectual people, because in few words poets can discribe the word.And this is the gift of goad to you and we are lucky to enjoy it.

    Thank you.

  3. આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
    વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

    આ નગ્ન સત્ય બહુજ સુંદર રીતે રજુ કર્યુ છે

    આભાર

    નવા વિષયોની શોધ તમારી કદી ન ખુટે તેવી પ્રભુ ને પ્રાર્થના

  4. તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
    ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

    આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
    વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

    પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
    અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

    Very nice…

  5. સાહિત્ય અને વર્તમાન કુદરતી પરિસ્થિતિને સંતુલનમાં રાખીને આગળ વધતી કવિતા છે.
    એટલે ખૂબ ગમી.

  6. One request to understand it better – what is the ‘kafiya’ in ‘matla’. And congrats on bringign new fresh thoughts in so good frequency…

    Regards
    Gunjan

  7. મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
    પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

    Realy nice….

  8. priya doctor !
    makano chhe OOncha … ane pito moti … banne sher uttam chhe . te vaddhi lidho sher pun saras chhe kintu kavikarma magi le chhe …upado game tyan , ne fave tyan khadko …jevu kaik yogya meter ma raheshe .
    nava vicharo ane satatyata mate abhinandan ! – sanjay pandya

  9. મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
    પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

    no worlds to describe this sentance,
    really nice thinking….

  10. Sorry if i did not put it correctly..I am aware of what exactly ‘kafiya’ is..my question was..where is it in this particular gazal..or is it a ‘aazad kafiya’ gazal..

    Regards,
    Gunjan

  11. પ્રિય ગુંજનભાઈ,

    “આઝાદ નઝમ” હોય છે, પણ આઝાદ ગઝલ હોતી નથી. આ પ્રકારની ગઝલને “હમરદીફ-હમકાફીયા ગઝલ” કહેવામાં આવે છે. અહીં તડકો, સબડકો, ખડકો, તડ કો’, અડકો, સડકો, દડકો, ભડકો વગેરે કાફિયા છે જ્યારે કાફિયાનો અંતિમ અક્ષર ‘કો’ અહીં રદીફ તરીકે વર્તે છે.

  12. હવે ક્યાં છે પહેલા જેવો તડકો
    કારણ વિચાર બદલાયા ને હંમેશ
    શોધતો રહ્યો ક્યાં પડે ‘તડાકો’
    અર્થાત ફાયદો.

  13. તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
    ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

    very very nice

  14. makano chhe OOncha … ane pito moti … banne sher uttam chhe . te vaddhi lidho sher pun saras chhe kintu kavikarma magi le chhe …upado game tyan , ne fave tyan khadko …jevu kaik yogya meter ma raheshe .
    nava vicharo ane satatyata mate abhinandan !

  15. એટલે તો વહી ગયા આઘા અમે,
    આપની નજરે ય હતા બાઘા અમે.
    જીંદગીની સાવ કોરી સ્લેટ ઉપર,
    કેટલા ખોટા કર્યા ડાઘા અમે !
    નવીનતામાં જ આપને રસ હતો,
    એટલે ધારણ કર્યા વાઘા અમે.
    હર ઘા સાથે આપનુ જ નામ હતુ,
    શુ કરીએ સહી લીધા એ ઘા અમે.

  16. ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
    કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો…beautiful…

Leave a Reply to Bhautik Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *