ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ…

IMG_0630
(હમ સાથ સાથ હૈ…                     ….સાંગલા, હિ. પ્ર., ૧૬-૧૨-૨૦૦૭)

*

નવેમ્બર મહિનાનું આ આખરી બાળગીત… આપણા બધાના બાળકોને અને આપણી અંદરના બાળકોને અર્પણ…

*

ચાલો ! આપણા ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ,
છપાક્…છપાક્ હિંમતના રંગે ઘર રંગાવી દઈએ….

અંધારાના પતંગને, ભઈ ! ખૂબ ઊંચે ચગાવી,
હાથ પાસેથી ‘ખચ્ચ..’ કરીને કાતર દ્યો ખચકાવી;
સ્વપ્નલોકની દીવાલો ઊંચી ઘણી ચણાવી,
દરવાજે દઈ તાળા, પપ્પાને દઈ દઈએ ચાવી,
આપણાં સપનાં આપણી ઇચ્છાથી જ સજાવી દઈએ….

દોરી એ કંઈ સાપ નથી ને હાલે એ સૌ ભૂત ?
ડાકણ શું છે ? દાદીમાના વાળની ઝીણી ગૂંચ;
કાનોના ટેકે સમજણનાં ચશ્માં દો પહેરાવી,
ડરના કાંટે તરત ખીલશે મસ્ત હિંમતના ફૂલ,
રાક્ષસોને પછવાડે ઈંજેક્શન આપી દઈએ…

મમ્મી-પપ્પા! લાગી ન્હોતી તમને કદી શું બીક ?
નાનપણમાં અંધારામાં પાડી ન્હોતી ચીસ ?
આજ દાખલે ભયના ગુણાકાર ભલે મળે છે,
કાલ તો માંડી દઈશું નક્કી સાચેસાચી રીત.
મનની બાલ્દીમાંથી ડરનું પાણી કાઢી દઈએ…

– વિવેક મનહર ટેલર

(નવેમ્બર, ૨૦૦૬)

*

P3216779
(થ્રી મસ્કેટિઅર્સ…                                          …ઉભરાટ, ૨૧-૦૩-૨૦૦૯)

19 thoughts on “ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ…

 1. મનની બાલ્દીમાંથી ડરનું પાણી કાઢી દઈએ…

 2. દોરી એ કંઈ સાપ નથી ને હાલે એ સૌ ભૂત ?
  ડાકણ શું છે ? દાદીમાના વાળની ઝીણી ગૂંચ;
  કાનોના ટેકે સમજણનાં ચશ્માં દો પહેરાવી,
  ડરના કાંટે તરત ખીલશે મસ્ત હિંમતના ફૂલ,
  રાક્ષસોને પછવાડે ઈંજેક્શન આપી દઈએ…

  સરસ ગીત છે.

 3. સ્વપ્નલોકની દીવાલો ઊંચી ઘણી ચણાવી,
  દરવાજે દઈ તાળા, પપ્પાને દઈ દઈએ ચાવી,
  આપણાં સપનાં આપણી ઇચ્છાથી જ સજાવી દઈએ….

  દીવાલો ઘણી ઉંચી અને દરવાજે તાળા.. અને રખોપા કરનાર પપ્પા..
  સપનાં ને સત્ય થયે છુટકો…!!

  lovely

 4. મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  — કુમાર મયુર —

 5. ડરને ખીંટી પર ટાંગવો…….પહેરણની જેમ ફરી પહેરવા હાથવગો રાખવો….એવુ ?

 6. ડરના કાંટે તરત ખીલશે મસ્ત હિંમતના ફૂલ,
  રાક્ષસોને પછવાડે ઈંજેક્શન આપી દઈએ

  વાહ
  શ્રીકૃષ્ણ દૈવી સંપદાઓનું વર્ણન કરતાં સૌ પ્રથમ અભયને ગણાવે છે. ત્યાર પછી જે સંપદાઓનો ઉલ્લેખ કરે છે તે આ પ્રમાણે છે ઃ અંતકરણની નિર્મળતા, ઘ્યાન, સાત્ત્વિક ભાવે કરેલ દાન, ઈન્દ્રિય નિગ્રહ, દેવ-ગુરની પૂજા, અગ્નિહોત્ર જેવાં કર્મોનું આચરણ, વેદો-શાસ્ત્રોનું પઠન-પાઠન, ભગવાનનું કીર્તન, નામસ્મરણ, સ્વધર્મનું પાલન, અને તેમ કરતાં જે કષ્ટો આવી પડે તે સહન કરી લેવાની તત્પરતા, મન- વચન અને કાયાથી કોઇને દુઃખ ન આપવું, યથાર્થ અને પ્રિય વચન બોલવું, અપકાર કરવાવાળા ઉપર પણ ક્રોધ ન કરવો,
  યાદ્
  બીક કોની બીક કોની એ મહા અભય સ્વરે
  ચાલો ઘોર સાગરે

 7. અરે વાહ વાહ … ખુબ સરસ શાળા ના પાટ્ય પુસ્તક મા લેવ જેવુ .. સુન્દર

 8. ભવિશ્યમા આપણા ઊપર દુખ આવશે તેવી કલ્પનાથી આજે દૂખી ન થાવૂ .એટ્લે ડર ખીતી પર ટી ગાઇ જશે ,નથી લાગ તુ ?

  જયન્ત શાહ .

Comments are closed.