(પક્ષીના માથે પતંગિયું: સ્વયમ્ ની શોધ… ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(હુડહુડ ~ Hoopoe ~ Upupa Epops)
ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.
ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.
મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.
તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.
આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?
ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.
પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!
- વિવેક મનહર ટેલર
-
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.
કોઈ રણ પણ કયારેક વૃક્ષાતુ હશે ! ! !
…………………………….
આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?એક સાચી વાત નરી આખે જોયેલી….
…………………………………………
મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!તડકો અને તડ કો’ખુબ જ સુંદર શબ્દનીરુપણ…
-
છેલ્લો શેર બહુ જ ગમ્યો .
-
Hi vivek!
Poets are the great gift of goad to intelectual people, because in few words poets can discribe the word.And this is the gift of goad to you and we are lucky to enjoy it.
Thank you.
-
One request to understand it better – what is the ‘kafiya’ in ‘matla’. And congrats on bringign new fresh thoughts in so good frequency…
Regards
Gunjan -
very nice, greatest word combination between past time and current time
-
Dear Vivek
-
મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?Realy nice….
-
priya doctor !
makano chhe OOncha … ane pito moti … banne sher uttam chhe . te vaddhi lidho sher pun saras chhe kintu kavikarma magi le chhe …upado game tyan , ne fave tyan khadko …jevu kaik yogya meter ma raheshe .
nava vicharo ane satatyata mate abhinandan ! – sanjay pandya -
મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?no worlds to describe this sentance,
really nice thinking…. -
vaah ! saras gazal chhe. ” sabadko” khub bhavyo, hajiy mari jibh par teni mithash chhe.
-
તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.very very nice
-
makano chhe OOncha … ane pito moti … banne sher uttam chhe . te vaddhi lidho sher pun saras chhe kintu kavikarma magi le chhe …upado game tyan , ne fave tyan khadko …jevu kaik yogya meter ma raheshe .
nava vicharo ane satatyata mate abhinandan !

22 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/142/trackback