પ્રેમ છે

OLYMPUS DIGITAL CAMERA

*

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

– વિવેક મનહર ટેલર

16 thoughts on “પ્રેમ છે

  1. પ્રેમની સાચી વ્યાખ્યા આપી છે.વિવેકભાઈ બહુ સરસ ભાવજગત છે તમારું…

  2. આ વાચી ને જે કૈક્ મેહ્સુસ થયુ એ કદચ પ્રેમ ચે
    ને આ વાચી ને જેનઇ કમિ મેહ્સુસ થૈ એ કદચ પ્રેમ ચે

    Really very nice

  3. ‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
    શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

    પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ અને વાસ્તવિકતાની કઠણાઈ તરફ જોવાનો અભિગમ આ બંને બાબતને એ રીતે પ્રત્યક્ષ કરવામાં આવી છે કે એમ કહી શકાય કે જિંદગીને સરળ કરવા આ શબ્દસંગ નિરંતર થવા જોઈએ…

  4. આપનિ કવિતાનિ એકે એક કડિમા દર્દ અને દવા મળે છે–ડૉક્ટર છો એટલે દવા સાથેજ રાખતા લાગોછો.

    “રાત આખિ બેકરારિ થૈ મને ડસતિ રહે,ને સવારે શબ્દ થૈ ચુમે મને એ પ્રેમ છે”–ડસવુ અને ચુમવુ એ

    દર્દ અને દવા નહિતો બિજુ શુ?– ખરેખર અદ્ભુત રચના છે આપનિ.

  5. તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
    શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

    એક માત્ર વાસ્તવિકતાનો સ્વીકાર ને પછી પ્રેમ જ પ્રેમ ચારસુ…

  6. શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
    આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે……લાજવાબ !!!

  7. તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
    શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

    બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,
    શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

    તુ નથિ એ વસ્તવિક્યતાના સ્વિકાર પચચ્હિ પન હુ જિવુ ચુ એ જ એક ભિશાપ ચે..તુ મઆરા સમગ્ર અસ્તિત્વમા ચે પન તોયે મારિ પસે નથિ..સાથે નથિ..ધવલ હુ તને કદિ નહિ ભુલિ શકુ..

  8. શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
    આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

    હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
    પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

    બન્ને પંક્તિ ખૂબ ખૂબ સુંદર.. કવ્ય-જગતમાં મારી ખૂબ ગમતી પંક્તિમાની આ પંક્તિઓ
    પ્રેમનું ખૂબ ઝીણું નકશીકામ…. પ્રણામ…

Leave a Reply to Shyam Cancel reply

Your email address will not be published. Required fields are marked *