અજંટાની ગુફાઓ…

PA273880
(બુદ્ધં શરણં ગચ્છામિ…                                …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)

*

(શિખરિણી)

*

સૉનેટ-વિમુખ થઈ રહેલી આજની પેઢી ફરીથી સૉનેટાભિમુખ થાય એ આશયથી લખેલું વધુ એક સૉનેટ. બને એટલી સરળ બોલચાલની ભાષા, પંક્તિના અંતે પૂરું થઈ જતું વાક્ય અને પ્રાસ-ગોઠવણી – મને જણાવજો કે હું આ કોશિશમાં સફળ થયો છું કે નહીં?

*

ઘણા સૈકા પૂર્વે ગગન ચુમતા પર્વત મહીં,
હથોડી-છીણીથી અનુપમ ગુફાઓ રચી અહીં;
સદીઓ સુધી કૈં અનવરત આ કોતરણી થૈ,
અડો ત્યાં બોલી દે, સજીવન કળા એવી થઈ કૈં,
મહાવીરો, બુદ્ધો, શિવ-જીવ બધા એક જ સ્થળે
રહે છે સંપીને, અબુધ જગ આ કેમ જ કળે ?

ભલે આકાશેથી અગનઝરતો તાપ પડતો,
અતિવૃષ્ટિ, ઠંડી; નિશદિન ભલે કાળ ડસતો;
મશીનોયે ન્હોતા, કુશળ ઇજનેરો ય ન હતા,
હતા બે હાથો ને જગતભરની તીવ્ર દૃઢતા;
તમા ના કીર્તિની, અપ્રતિમ પુરસ્કારનીય ના,
છતાં અર્પી દીધું જીવતર થવાને અહીં ફના.

પ્રભુની માયા કે અચરજ ચમત્કાર તણું આ ?
અરે, ના ના ! આ તો હતી ફકત શ્રદ્ધા અકળમાં !

-વિવેક મનહર ટેલર
(૨૮-૧૧-૨૦૧૧)

*

PA274073
(અંતઃસ્થ…                               …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)

19 comments

 1. મીના છેડા’s avatar

  સરસ

 2. Rina’s avatar

  Nice……

 3. amirali khimani’s avatar

  શ્રે વિવેક ભાય અતિ સુન્દેર સોનેટ રચના છે.પન્ક્તિ રહે અહિ સમપિને બધા કેટ્લો સુન્દ્ર વિચાર છે? મારિ અવિ ખવાહિછે કે હિન્દ્-પાક અને સક્ળ ગુજરાતિ સ્માજ આમજ સમપિને રહે તો કેટ્લુ સારુ? ભગવાન શ્રિ બુધ આજ તો શિખ્વે છે આવા મ્હાન સન્તનિ શિખામણ જિવન મા ચિન્ત્ન કર્વાનિ જરુરત છે.બુધ્હ ભ્ગ્વાન્શ્રિ નિ ફિલોસોફિ જિવ્ન મા ઉતારવાથિ જિવ્ન સારથક થાય છે. મારા ધન્ય વાદ અને સુભેછા સ્વિકાર્જો.

 4. કિર્તિકાંત’s avatar

  વાહ કવિશ્રી …. કમાલની સોનેટ રચન બની છે.

 5. Ketaki Patel’s avatar

  Nice poem … it reminded me my visit to Ajanta and Elora years back!

 6. piyush S . Shah’s avatar

  ખુબ જ સુન્દર રચના, વિવેકભાઈ!

 7. HIMANSHU SARAF’s avatar

  Dear Vivek Bhai,

  Really great creation, actually I have just gone through your peoms/gazal etc.

  I will just say In Gujarati Letrature such a Modern,Tallented Poet you are who has served instant Recipies in any subject..

  Great !

 8. sapana’s avatar

  અંજતાનું આટલુ સરસ વર્ણન કોણ કરી શકે? ફ્ક્ત તમે!!
  સપના

 9. Pancham Shukla’s avatar

  મનનીય સોનેટ. પંક્તિના અંતે પૂરાં થઈ જતાં વાક્યમાં શિખરિણીની વિવિધ લયછટાઓ સરસ પ્રકટી છે.
  કદાચ અંતિમ દ્વિક પર થોડું વધુ કામ થઈ શકે ….

 10. પ્રવીણા અવિનાશ’s avatar

  Beautiful.

  Ilora and Ajanta’s caves are just wonderful.

 11. vineshchandra chhotai’s avatar

  my dear vivekbhai ; here u r able to read words form stone ;; the pain of Stone is teelling us somthing thrugh u r postry ……………………veyr good approach ………………………………………………Rethinking to visit Ajantcaves …………………………………………… with prem n om

 12. Dr. Dinesh O. Shah’s avatar

  Dear Vivekbhai,

  I sang your sonet as I read and it was a wonderful experience. The emotions and take-home message comes out loud and clear. I remember my highschool days when our Gujarati Teacher would sing sonets in the class room. Excellent and A+ grade for your sonet. With best wishes,

  Dinesh O. Shah, Founding Director,
  Shah-Schulman Center for Surface Science and Nanotechnology
  D. D. University, Nadiad, Gujarat, India.

 13. sneha patel - akshitarak’s avatar

  પ્રભુની માયા કે અચરજ ચમત્કાર તણું આ ?
  અરે, ના ના ! આ તો હતી ફકત શ્રદ્ધા અકળમાં !

  આ બહુ જ ગમ્યું.ુપર ડો. દિનેશભાઈએ કહેલેી વાત્..”I remember my highschool days when our Gujarati Teacher would sing sonets in the class room. Excellent and A+ grade for your sonet. આના માટે અલગથેી અભિન્ંદન .

 14. Anil Chavda’s avatar

  vivekbhai kharekhar khub j saras thayu chhe sonet….

  atyare sonet lakhanara khub j ochha chhe tyare tamara dvara malatu aa sonet kharekhar mann ne prasannkari gayu…

  Akal shradhhanu pratik…. wah

 15. વિવેક’s avatar

  સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર !

 16. pragnaju’s avatar

  આ તો હતી ફકત શ્રદ્ધા અકળમાં !
  ગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.
  ઉપનિષદ વેદાન્ત ગ્રંથ છે. એના વચન સ્વતઃ પ્રમાણ છે. તે નિર્ભ્રાંત સત્ય (ભ્રમિત ન કરે એવા સત્ય) નું નિરૂપણ કરે છે. ગુરૂએ સત્યતાનો અનુભવ એમના વ્યાવહારિક જીવનમાં કર્યો છે. તેથી ગુરૂ શીષ્યની સામે એજ સત્યનું પ્રતિપાદન કરે છે. આ બન્ને વચનોને સત્ય સ્વીકાર કરવું એજ શ્રદ્ધા છે. આજ આધારે સાધક સ્વયં પણ એજ સત્યનું સાક્ષાત્કાર કરવા માટે પોતાનું જીવન અર્પિત કરી દે છે

 17. indushah’s avatar

  શ્રધ્ધા અને ધૈર્ય બન્ને, આ યંત્ર વત જીવનમાં ક્યાં છે!?

 18. parmar kalpesh’s avatar

  nice sonet

Comments are now closed.