ભૂકંપ

OLYMPUS DIGITAL CAMERA
(સમયનો કંપ…                          ……નટરાજ, ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

*

સૉનેટથી ડરતી આજની પેઢીને શું ફરીથી સૉનેટાભિમુખ કરી શકાય? સૉનેટનું થોડું સરળીકરણ કરવાથી શું એનો ડર મનમાંથી કાઢી શકાય? પ્રસ્તુત છે, આ માટેની મારી એક કોશિશ…

*

(હરિગીત તથા પરંપરિત હરિગીત)
ગાગાલગા ગાગાલગા | ગાગા | લગા ગાગાલગા

વહેલી સવારે રોજની માફક ઘરે બેઠો હતો,
પરિવાર સાથે મસ્તીથી, ખોલી હું છાપાં રોજનાં;
સાથે મસાલેદાર ચા, ડાયેટ સ્પેશ્યલ ખાખરા,
ને સ્વાદ બોનસમાં ભળે છે દીકરાની વાતનો.

કપ ચા તણો સરક્યો જરા, ચમચી ધ્રૂજી, ટેબલ હલ્યું,
આ શું થયું ? ચિત્તભ્રમ છે કે ચક્કર જરા આવી ગયાં ?
ઘર બહાર આવી જોયું તો રસ્તા ઉપર લોકો બધા,
ભૂકંપની થઈ ખાતરી ત્યાં સળવળ્યું ભીતર કશું.

ભૂકંપની ગંભીરતાની ટીવી દ્વારા જાણ થઈ,
કંઈ કેટલી બિલ્ડિંગની બિલ્ડિંગ કચ્ચરઘાણ થઈ !
અરમાન, આશા કેટલાં, ઊજળાં ભવિષ્યો કેટલાં
આ આંખના પલકારમાં બસ, કાટમાળ જ થઈ ગયાં!

સંસારની હસતી છબી લાગી અજંપ…
તું ગઈ એ દિ’ પણ આ રીતે થ્યો’તો ભૂકંપ…

– વિવેક મનહર ટેલર
(૨૧-૧૦-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(અનંત…                            …ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

23 thoughts on “ભૂકંપ

  1. સંસારની હસતી છબી લાગી અજંપ…
    તું ગઈ એ દિ’ પણ આ રીતે થ્યો’તો ભૂકંપ…

    અજંપને માટે ભૂકંપથી વધુ નજીકનો શબ્દ કયો હોઈ શકે…

  2. @ અનિલ ચાવડા: આ તમારો સદભાવ છે… મને કોઈ એક ઇમેજમાં બંધાવું ફાવતું નથી… અલગ અલગ પ્રકારના ભીતરી ખળભળાટને એક જ પ્રકારના કાવ્યપ્રકારમાં વ્યક્ત કરી નથી શક્તો એટલે આજુ-બાજુ ફાંફાં મારું છું, બસ !

    🙂

  3. આમુખે દર્શાવેલા ઉદ્દેશને ચરિતાર્થ કરતું સરળ અને સરસ સોનેટ. ધરબાયેલા ઉદ્રેકની અભિવ્યક્તિ (વિષયવસ્તુ) માટે બિલકુલ યોગ્ય સ્વરૂપ. હરિગીત પણ આ માટે અનુકૂળ છે.

    a-b-b-a કે a-a-b-b પ્રકારે પ્રાસયોજનાને સરસ માવજત મળી છે.

    અંતિમ દ્વિકમાં અજંપ અને ભૂક્ંપ (કણિકા/મણિકાની યાદ અપાવતા) પ્રાસ ; વર્તમાન-અતીત, ગત-સાંપ્રત, ફીઝીકલ-મેન્ટલ અને રૂપ-અરૂપના દ્વંદ્વથી સામંજસ્ય એવં જ્ક્સ્ટાપોઝિશન રચાય છે એ જ આ કાવ્યને સોનેટ બનાવે છે. ખંડિત હરિગીત પણ આ અજંપ/ભૂક્ંપના સંવેદનને તીવ્ર બનાવે છે.

    માત્રામેળ કે ગઝલના છંદોમાં સોનેટ વાંચ્યાનું સ્મરણ છે. સોનેટ ગઝલ પણ ખેડાઈ છે. આ દિશામાં તમે પગલું ભરવાનું પસંદ કર્યું એ ગમ્યું. કાવ્યકૌશલ હોય તો જ પરંપરા, જરૂરિયાત અને સર્જનાત્મકતાને ‘લવચીક રૂપે’ સમજી શકાય – પ્રયોજી શકાય. અભિનંદન.

  4. વિવેકભાઈ,
    સુંદર રજુઆત અને અંતની બે લીંટીઓ સંવેદનશીલ વળાંક આપે છે.
    સરયૂ

  5. સરસ સોનેટ
    સંસારની હસતી છબી લાગી અજંપ…
    તું ગઈ એ દિ’ પણ આ રીતે થ્યો’તો ભૂકંપ…
    વાહ્
    મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
    આંગળી જળમાંથી નિકળીને જગ્યા …
    છે તારી અંદર માણસ છે તું ઢાંક-પછેડો રહેવા દે
    એ અજવાળું નહી ફાનસ છે તુ ઢાંક પછોડો રહેવા ….
    તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની.
    ન ગગન ફરેબ આપે, …

  6. બહુ સરસ રચના- આટલા બધા ચાહકો કાંઈ ખોટા ના હોય. ગમ્યું.

  7. સુંદર…. શાળામાં ભણ્યા પછી સોનેટ ક્યારેય વાંચ્યું નથી… આશા કે અહીં ભૂલાઇ ગયેલું તાજુ થાય. 🙂

  8. વિવેક ભાઇ. બ હુજ સ્રરસ સોનેટ છે ઘણુજ ગમ્યુ. મને આ સોનેટ વાચિને ક્ત્ય્છ મા આવેલા ધરતિ ક્મ્પ નિ યાદ આવિ ગઇ.અને અમારે તિયા ઇસ્લામાબાદ મા પ્ણ અવેલા આવાજ ધરતિક્મ્પ નિ પ્ણ યાદ તાજિ થઇગ્ય. સાચેજ કુદ્ર્ત નિ શ્ક્તિ સામે માનવ કેટ્લો લાચાર છે. આપ્ણા પર પ્ર્ભુનિ દયા સદા રહે એવિ પ્રાથ્ના કરતા રહેવુ જોયે.

  9. વિવેકભાઇ, નવી–જૂની બંને પેઢીને ગમે એવું સોનેટ છે. આવી સરળ બાનીમાં સોનેટો રચાશે તો ચોક્કસપણે સોનેટયુગ ફરી લાવી શકાશે. બે પંક્તિમાં ઘણું કહી આપવાની ક્ષમતાધરાવતા ગઝલસ્વરૂપની સાથે જરા માંડીને વાત કરી શકાય એવું એક સાહિત્યસ્વરૂપ હશે તો જુગલબંધી જામશે. સર્જનની નવી લીલાઓ માણવા મળશે.

  10. ઊત્ત્મ રચના.દિલ ને સ્પર્શિ જાય તેવિ સુન્દર કાવ્ય રચના વાન્ચિ મન અત્યન્ત પ્રસન્ન થયિ ગયુ.અભિનન્દન.

Leave a Reply to Vineshchandra Chhotai Cancel reply

Your email address will not be published. Required fields are marked *