(પ્રેમના સાત રંગ… …ભરતપુર, 4-12-2006)
બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
-વિવેક મનહર ટેલર
-
જે બગડે છે એ કદાચ સંબંધ હતા જ નહીં
.. માની લેવાની ભૂલ થઈ જતી હોય છે. -
સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ
ત્યાં તો રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
આ શબ્દો વધુ ગમ્યાં…
આખું ગીત જ ‘મસ્ત’ છે…
ગઝલની જેમ તમે ગીતોને પણ જરા વધુ પીરસતા રહો તો?!
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું!!! -
આવા શબ્દો અને વિચાર ક્યાંથી ગોતી લાવે છે? અમને પણ શીખવ ને !
આ તો અમથું જ કહું છું હોં! ગાતાં ગાતાં વાંચવાની બહુ જ મજા આવી. -
સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,Khub j saras. gGreat Song!!
-
simply fine, a hatke
-
i m proude of u
-
Goog poem.
-
excellent, it is really from the heart of poet.-Lage raho mere bahi.
-
dear. sir
please send as me more gazal and more poyam
ok. so. please send as mail.thenks. (for advance.)
from your freind
nisarg patel -
Its really heart touching.
Wonderful …
Please carry on your yatra to geets….with warm regards,
vinod -
આવું પણ તમારા ભાથામાંથી નીકળશે એવી કલ્પના ન હતી. તમે બહુ જલદી રમેશ પારેખવાળી પંગતે બેસી શકો એમ છો ! કદાચ બેસી ચૂકેલા પણ હોઈ શકો છો ! હું એવડો મોટો વિવેચક નથી નહીંતર અમરેલીના એ કવિની સાથે મૂકી જ દીધા હોત. હવે તમારા વાચકોએ નક્કી કરવાનું છે કે તમે વધુ શું છો ?! ગીતકાર કે ગઝલકાર ?
અલબત્ત, મીડીયાવાળાની જેમ આપણે એસ.એમ.એસ. માટે વાચકોને અપીલ નહીં કરવી પડે…જુઓને કેટલી બધી કોમેંટું આવીને પડી છે ! છતાં સવાલ તો રહેવાનો જ, ‘તમે વધુ શું છો ?’ “કહેવું ન હોય તો ન કહેવાની છૂટ ( તમને ને તમારા વાચકોને) હું તો પૂછીશ ને, કહીશેય, ‘અસ્તુ’ !! -
I m not used to hear gujarati songs. but this was really touchy……
quite quite good -
no words…….its excellent
-
Good job, Evu lagyu jane koi e bhutkaal jivato kari didho.
Heart touching….. -
Vivekbhai,
Sambandho ni shrusti e kadi na samjaay evi che.
Tutela sambandho ni vedna to je bhogave ej jaane.
Mari vednao jo lakhi shaku to aavij hot.
E ne tamari vacha mali gai!!
Tame je gujarati kavita ne aapo cho te uttam che pan mitrabhave ek vaat kahu?
E ne samay ma na bandho. je uge ene aavva do shani bhud evu nahi.
Fari ek vaar tamam shubhechao sathe.
vijay -
E vivekbhai
Kharekhar tame khub saras kavita ane gazal lakho chho
Varnan karvamate shabdoni khot padi jay…
-
vivek its great i like your poem i also heard your ghazal but it is like best
-
Vivekbhai, Aa git nathi, bhamara nu gunjan chhe. Usha ane sandhya tane thato kalshor chhe. Jivatar ne janava karta jivtar ne manava ma j maza chhe. Nabhi mathi Sargam nikale chhe. Ane Dil na Zanzavat mathi geet nikalae chhe.
Zindagi na ajab ganit ma jyare hu mane dasato hato,
pan maro photo hasto hato. -
Pingback from શબ્દો છે શ્વાસ મારા · કવિસંમેલન… on February 28, 2007 at 11:40 pm
-
thanx vivekbhai….
” Manavi Kyarey teno bhutkal bhuli nathi sakto,
bhutakal na vadalo humesha dimagna smrutipat na bandh darwaja par takora marta rahe chhe”. nice….
thanx a lot.. -
આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
ખૂબ સરસ.અભિનન્દન.
હવે પ્રતીક્ષા પુસ્તકની.તબીબોનું કવિ સન્મેલન..
અમે પણ માણ્યું આપ સંગાથે.
આભાર -
વાહ્, dr. poet વાહ્, “મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?”
“દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?” વાંચતા વાંચતા જ ગવાવા માંડે. ગઝલ વધુ સારી લખો છો કે ગીત તે નક્કી કરવું મુશ્કેલ છે. -
vaah અરે સાહેબ વાહ વાહ અરે વાહ (મને લાગે છે પુરતુ નથી)
“દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?” -
hi,
i dont know more abt u but excelant and i m also writer not famous but here just 2 lines to write u,sambandho na vamal ma fasayo chu,
kem kahu ke azad desh no jhayo chu…….jal -
સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે ! -
બીજુઁ તો કાઁઇ નહીઁ પણ…..
“તમે બહુ જ યાદ આવો છો ! “
viagra patent levitra


38 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/134/trackback