તું હવે તો આવ…

(ઉડ્ડયન…. …સીગલ, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.

અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !

ખેતરમાં ઊગવાને કોઈ ઈચ્છતું નથી,
જ્યાં મૂળ છે ત્યાં ટૂંપણું છે, તું હવે તો આવ.

ઢાળી દીધાં છે ઢોલિયે ખેતર અને આ જાત
બાકી ફકત શિરામણું છે, તું હવે તો આવ.

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

-વિવેક મનહર ટેલર

(ટૂંપણું = મૂળમાંથી ચૂંટી નાંખવાનું ઓજાર, ખાંપણું = કફન)

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

ખૂબ જ સુંદર કલ્પના…

ખુલ્લું ઘરનું બારણું હતું ને સાથિયા પણ ઉંબરે હતા,
ખબર ન હતી, બારણાં ની આડશે આઘાત અનંત હતા

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

સરસ….. !!

વિવેક્ભાઇ
ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

કલ્પનો નુ આવુ સુંદર છંદબંધ! તમારી આગવી કલાને અને તમારા કવિત્વને વંદન..

મિત્ર વિવેક, તમે અમને સુરત આવવાનું આ હાર્દિક આમંત્રણ તો નથી આપ્યું ને?!! તો તો અમે બસ આવ્યા જ સમજો… બહુ માન પણ નહીં મંગાવીએ હોં!!

સુંદર ગઝલ!

અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !

આ વાત તો ખુબ જ ગમી…

સૂયાણાં એટલે?

very nice Gazal … I LOVE IT !!

Hi vivek,

I like too much this gazal.Thanks for mailling to me.Very nice but two words i can not understan the meening, sorry for that.Once again thanks.

Freindly,
Jayendra

Hi vivek!

nice gazal, I like too much, thanks for mail me…. I haven’t words to say for my fillings….once again thanks.

Friendly,
jayendra

Hi vivek,

I ASSUME THIS GAZAL IS FROM THE CORNER OF YR HEART. EXCELLENT AND KEEP IT UP.

વિવેક,
આપના તો શબ્દોમાં પણ અજબ વિવેક છે…!
વેલેન્ટાઇન ડે ના દિવસે સૌ પ્રથમ આપની આ ક્રુતિ વાંચી…!
ખુબ સરસ રચના છે…!
આટઆટલુ બોલાવા છતા જ્યારે કોઇ નથી આવતુ ત્યારે ખરેખર દુઃખ થાય છે… બરાબરને…?

Your Ghazals are remarkably extraordinary and deep. I came to canada in grade 10, therefore though I can easily read Gujarati, I do not have knowledge of rich Gujarati vocabulary. I sit down with a dictionary and try to understand it.

Thank you for your amezing contribution towards Gujarati ‘Kavita’, and ‘Ghazals’.

Pinkal

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

Excellent & Keep it up.

What i say because everything is enough there.

Realy i havn’t word to say for my fillings.

Your words are touch my heart

આટલાં રીસામણાં અને મનામણાં
ગઝલ સરસ છે.

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

વિવેકભાઈ,

વેલેન્ટાઈન ડે ને આટલી પ્રતીક્ષા ?…….

……………………..
શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

બારણું બે દિલ નું તો ખુલ્લું હતું
શબ્દો હોઠે આવતાં, ડરતાં રહ્યા
આંખ પર તોરણ પ્રતીક્શા નાં હતાં
ફૂલ, ચેતન હાથથી ખરતાં રહ્યા…

જય ગુરજરી,
ચેતન ફ્રેમવાલા

આવવું છે પણ રસ્તો જડતો નથી
ખૉવાઈ ગઈ છું કેમ હાથ ઝાલતો નથી

Dear Vivekbhai

Nice VALENTINE gift

Once again

” GHANA MANSO DOCTOR HOI CHHE : BAHU OOCHA DOCTOR MANAS HOI CHHE ”

…………PURAVO SHODHVA JAVA NI JAYUR NATHI………….

keep it up

” shabdo chhe swas - tamara ane amara ”

Anand

Khub J saras. Dont have any word

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

સરસ…

hi vivek

this gazal as i guess is directly from your deep heart it can exprees a pure love so i get a pure gift on this valentine thank you

dont have any word better than your ghazal

bye

Vivekbhai,

hi

a very nice gazal……cant express in words..

keep it up

its very nice keep it up.how can i find more gujarati gazals on net?

Very nice gazal

Maann! tu allways khubj saras feelings sere kare 6.

thanks for this!

Maann, tu allways khubj saras Feelings share ane send

kare che! Thanks and keep it up.

we cant read gujrati words…..what to do ?

this site is damn good….

Very Good..

khub saras rachana chhe….Waah

Kharekhar Bahu Gami…

Mari Life sathe ekdam malti aave chhe… Tamari Pase koi aave to kahejo Ho!!!!

If u have wiritten any self inspirational poem “Rachana” please forward me. I really need it.

Vipul