કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ? લે!


(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા…       …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !

ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

આપ્યા છે દાંત તેં તો ચવાણું ય આપ તું,
રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

– વિવેક મનહર ટેલર

24 thoughts on “કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ? લે!

  1. (ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… ખૂબ જ સુંદર ફોટોગ્રાફ છે… )

    ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
    આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

    થોડા દિવસથી ઘણી સાંભળુ છું એ ગઝલનો એક શેર યાદ આવી ગયો… !!

    નથી ઝંખના મારી ગમતી જો તમને,
    તો એનું નિવારણ તમારું મિલન છે.
    તમે આમ અવગણના કરતા જશો તો,
    થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

    અને આ શેર સૌથી વધારે ગમ્યો…

    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

  2. આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

    khuba j saras

  3. ખુબ જ સરસ રચના.

    ગમતો નથી ભલે તને વધતો લગાવ આ, આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

    અભિનંદન.

  4. સિંહણ્ નું દૂધ “દોહ્યલું”, તે પી શકું ખચિત્
    દોહેલું મને દોહવાનું પાછું કે’છ ? લૅ !!

    નાડી મહીં જે ચાલતા ધબકારની વચે
    આ આટઆટલું બધું ય્ તપાસવાનું?…લૅ !

    દાક્તર્ ને બધી હોય તપાસો શરીરની
    આ મનના ખુણા-ખાંચરાની કેટલી ?..ભલે !
    ———————————-
    ( દોહ્યલું=મળવું કે પચાવવું મુશ્કેલ અને ” દોહેલું” એમ બંને અર્થોમાં !!)
    આખી રચના શેડકઢા દૂધ જેવી તરોતાજા-સ્વચ્છ-નરવી-નક્કર અને ઘટ્ટ છે !!
    -જુગલકિશોર.

  5. બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
    આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

    ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
    આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

    અરે, મન પસંદ શેર અહી લખી રહી હતી અને આખી ગઝલ જ ડીટ્ટો જ લખાઈ ગઈ

  6. Ahh! Very nice . Aapi shaku na tey tu mangi shake to, Zukyo Bali…. nice very nice. Yur Gazals r yur message. Shabdo na ban chhodo chho toy vagata nathi, jo ne ahi ban zilava loko sami chhati e ubha rahe chhe. Mast

  7. વિવેકભાઈ,

    આપ્યા છે દાંત તેં તો ચાવણું ય આપ તું,
    રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

    વિવેકભાઈ સુરતના ખરાને;એટલે એમને
    ‘ચવાણું’ જ યાદ આવે. એમાં મને નવાઈ
    લાગતી નથી.

    “દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની”[કલાપી]
    આવ,નીચે આવ; તાર સહુ તોડી બતાવ લે!

    સ્વાભાવિકતાની ગૂંજ પ્રસરી રહી છે;ફક્ત ક્યાંક
    પ્રયાસ પેખાઈ જાય છે.તોયે ૯૯%ને લાયક માવો
    આમાં ભર્યો છે.લો ત્યારે;ચવાણાની સાથે માવાની
    લજ્જત ઉઠાવો અને એયને લીલા-લ્હેર કરો.

    પ્રવીણભાઈ.

  8. ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
    હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !
    તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
    કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !
    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !……………………

    વિવેકભાઈ, હું ફરી ફરી એજ ફરિયાદ કરૂં છું…..
    હવે ગઝલ સંગ્રહ માં દેર શા માટે…….

    જય ગુર્જરી
    ચેતન ફ્રેમવાલા

  9. વાહ વિવેકભાઇ, 3 શેર મા મજા આવી ગઈ. કેટલાક અદ્ ભૂત શબ્દોઃ ચવાણું ય આપ ,સિંહણનું દૂધ, શબ્દને દોહી બતાવ, ઝૂક્યો બલિ, ઝૂક્યો, ત્રીજું પગલું, ઠોકીને છાતી …. મજા આવી ગઈ.

    your knowledge (in anything) is not superficial, whatever u know, u know quite well how and when to use that.

    pic is good. i m becoming fan of ur compositions and would like u to see http://www.flickr.com/photos/urvish once. some new pics r uploaded and u can use them as and when needed for the poetries. regards, -Dr Urvish Joshi

  10. દિલના ગુનાઓ દલીલો થી ન જીતાય..!!!!ખૂબ સરસ.ઘણાં કાવ્ય મેગેઝીનો તમારા જેવા કવિની રાહ જુએ છે હો!!

  11. It is a fantastic site and poem too. Here in Australia we feel like we detach from our mother tongue and all time beloved poems….thans you have fill up that gap…

    Keep it up.

    Pratik

  12. વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
    ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !

    ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
    આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

    gGreat!!!!
    I wonder how u create such great lyrics….Salute you.

    JaLeBi

  13. thanx….ati sundar sarjan chhe. gujarati ni gazalo ni website chhe te jani ne j romanchit thai javayu.

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

    bahu j saras lakhelo chhe aa. once again thanx behalf of all gujarti.
    ek nani araj chhe. aavi kavya rachana koik ne tamari website par mookvi hoi to shu karvu te pan janavjo.
    abhinandan

  14. ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
    હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

    તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
    કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

    વાહ…. આ ચાર શેરો તો ખુબ જ, ખુબ જ ગમ્યાં!!!

  15. Hello Vivekbhai,
    How such a words come to ur mind.?.I would like 2 say u that i have been reamain a member of gujju group just 2 read ur nice gazals..keep it up…

  16. વિવેકભાઇ,

    બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
    આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !
    બહુ સુદર………………………………..

  17. વિવેકભાઇ,

    બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
    આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

    વાહ બહુ સુદર…….

  18. કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ? લે!

    સંપૂર્ણ ગઝલ – ઉત્કૃષ્ટતમ

  19. awesome….excellent….
    આપ્યા છે દાંત તેં તો ચવાણું ય આપ તું,
    રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

    દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
    કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

    આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
    ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

    તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
    કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !….great….

  20. હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !
    શબ્દને શ્વાસ માં સીવેલું….પોત એવું બનાવ્યું છે, લે તું જ પેહરી બતાવ લે!

Leave a Reply to ઊર્મિસાગર Cancel reply

Your email address will not be published. Required fields are marked *