પડછાયો (મોનો -ઇમેજ કાવ્યો)

OLYMPUS DIGITAL CAMERA
(પડછાયાનું જાળું……                ….સફેદ રણ, કચ્છ, ૧૯-૧૦-૨૦૦૯)

*

(જિંદગીમાં પહેલીવાર મોનો-ઇમેજ કાવ્ય પર હાથ અજમાવ્યો છે… કહેશો, કેવાં લાગ્યાં ?)

*

શરદપૂનમની રાતે
ચાંદો
આટલો નીચે
છે…ક મારા બાગમાં
આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
એનો પડછાયો શોધવા ?

મોટા મકાનની ભીંતમાં
ચણાઈ ગયેલો મારો પડછાયો
એના પગ શોધે છે.

પડછાયો જાણે છે કે
એની કાળાશ પણ
કોઈક ઉજાસને જ આભારી છે.

પડછાયો મિત્ર છે.
નાસી છૂટે છે, અંધારું થતાવેંતમાં જ !

મારા કરતાં તો મારો પડછાયો વધુ નીડર છે.
તને હજારો વાર ભેટે, ચૂમે છે.
હું તો
તને જોઈને જ પાણી પાણી થઈ જાઉં છું.

પડછાયો વધુ સારો.
અંતરાત્મા તો ક્યારેક છેહ પણ દઈ દે.

ખૂબ ઊંચે જઈએ
ત્યારે
આપણે
આપણો પડછાયો પણ ગુમાવી બેસીએ છીએ.
(મારા મોનો-કાવ્ય ગુચ્છમાંથી આ કાવ્ય રદ કરું છું)

પડછાયાની જાત,
કેવી ડરપોક !
અંધારું જોયું નથી કે…

માણસનો પડછાયો તો કોઈપણ અજવાળે પડે.
વિચારનો પડે ?
કયા અજવાળે ?
બોલ ને, કવિતા !

૧૦

પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
કચકચાવીને… દાબીને..
…આજે મધુરજની આવી.

૧૧

હું તો મરી ગયો છું.
ભલે તમે મને બાળી દો કે દાટી દો.
મારા પડછાયાનું શું ?

૧૨

પડછાયો કદી દુઃખી નથી થતો.
ચઢતા-ઢળતા સૂરજ સાથે
એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૦-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(પડછાયો સૂતો સોડમાં…                                     …કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)

40 comments

 1. મીના છેડા’s avatar

  પડછાયાના વજુદ…

 2. ગોર સૂર્યશંકર’s avatar

  કચ્છડો બારે માસ !!સુંદર રજૂઆત !!!

 3. મીના છેડા’s avatar

  ફરી ફરી વાંચ્યા…. ખૂબ સરસ આયાસ

 4. Rina’s avatar

  very nice…

 5. Bhavesh Joshi’s avatar

  Very good, very nice…. what a deepful thinking about a shadow. vivekji you gives an idea to think beyond thinking.

  i realy appreciate

 6. Girish Parikh’s avatar

  અંગ્રેજીમાં અવતાર પામતાં આમાંના (તથા વિવેકની અન્ય રચનાઓમાંનાં) કેટલાંક સર્જનો વિશ્વસાહિત્યમાં સ્થાન લઈ શકે. આપ શું માનો છો?
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  તા.ક. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” પુસ્તક આકાર લઈ રહ્યું છે. આપ આપના પ્રતિભાવો જરૂર આપશો. વિવેકના આપના પ્રિય શેરો વિશે પણ પ્રતિભાવોમાં જરૂર લખશો.

 7. Lata Hirani’s avatar

  Excellent… all….

  મોટા મકાનની ભીંતમાં
  ચણાઈ ગયેલો મારો પડછાયો
  એના પગ શોધે છે.

  પડછાયો જાણે છે કે
  એની કાળાશ પણ
  કોઈક ઉજાસને જ આભારી છે.

  ખૂબ ઊંચે જઈએ
  ત્યારે
  આપણે
  આપણો પડછાયો પણ ગુમાવી બેસીએ છીએ.

  આ બહુ ગમ્યાઁ…

  કવિતા તમને વરી છે..સ્વરૂપ ભલે બદલાય….

  લતા હિરાણી

 8. sujata’s avatar

  પડછાયો જાણે છે કે
  એની કાળાશ પણ
  કોઈક ઉજાસને જ આભારી છે.

  speechless…………

 9. monika’s avatar

  ખુબ સરસ્

 10. jatin maru’s avatar

  પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
  કચકચાવીને… દાબીને..
  …આજે મધુરજની આવી.

  ખુબ જ સરસ!

 11. Pancham Shukla’s avatar

  સરસ મોનોઈમેજ કાવ્યો.
  ભાષાકર્મ, કલ્પન, લાઘવ અને વ્યંજનાના વિવિધ સ્તરોથી કવિ પડછાયાને પણ શબ્દોમાં કિલક કરી શકે છે.

 12. vinodgundarwala’s avatar

  Nice about shadows,
  Infact todays’ human being has become shadows instead of real …
  nice to read all poems

  please keep it uppppp…

  with regard and wishing for Happy New Year…

  vinod

 13. sneha’s avatar

  શરદપૂનમની રાતે
  ચાંદો
  આટલો નીચે
  છે…ક મારા બાગમાં
  આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
  એનો પડછાયો શોધવા ?

  મોટા મકાનની ભીંતમાં
  ચણાઈ ગયેલો મારો પડછાયો
  એના પગ શોધે છે.

  પડછાયાની જાત,
  કેવી ડરપોક !
  અંધારું જોયું નથી કે…

  માણસનો પડછાયો તો કોઈપણ અજવાળે પડે.
  વિચારનો પડે ?
  કયા અજવાળે ?
  બોલ ને, કવિતા !
  પડછાયો કદી દુઃખી નથી થતો.
  ચઢતા-ઢળતા સૂરજ સાથે
  એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.

  – વિવેક મનહર ટેલર

  આ બધા જ માટે કોઇ જ શબ્દો નથેી વિવેકભાઈ..મારા રુંવાડા ઉભા થઈ ગયા એમાં બધું આવેી ગયું.

 14. Deval’s avatar

  પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
  કચકચાવીને… દાબીને..
  …આજે મધુરજની આવી.

  ખુબ જ સરસ!

 15. himanshu’s avatar

  પડછાયો જાણે છે કે
  એની કાળાશ પણ
  કોઈક ઉજાસને જ આભારી છે.

 16. neerja’s avatar

  superb concept. . loved no. 3,4,7,9 and 10th

 17. Hiral Vyas

  ખુબ સુંદર…..!!

 18. Devika Dhruva’s avatar

  This one is the best…just superb…

  પડછાયો કદી દુઃખી નથી થતો.
  ચઢતા-ઢળતા સૂરજ સાથે
  એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.

 19. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '’s avatar

  શ્રી વિવેકભાઈ,

  પડછાયો જાણે છે કે
  એની કાળાશ પણકોઈક ઉજાશને જ આભારી છે…

  પડછાયા પરની રચના ની પ્રશંષા માટે શબ્દો નો સથવારો કદાચ અધૂરો લાગશે ..
  બસ એટલું જ કહી શકું વાહ … !

  ધન્યવાદ !

 20. Heena Parekh’s avatar

  પડછાયામય બની જવાયું. અદ્દ્ભુત.

 21. pragnaju’s avatar

  પડછાયો વધુ સારો.
  અંતરાત્મા તો ક્યારેક છેહ પણ દઈ દે.
  ખૂબ સુંદર

  પડછાયો આપણી મુશ્કેલ પરીસ્થીતીમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે.બીજી એક વાસ્તવીકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઉંધી દેશામાં જ તેનું અસ્તીત્વ હોય છે! જ્ઞાનથી, જાગૃતીથી વીમુખ થઈએ કે તરત જ અજ્ઞાન અને સુપ્તતા ઉભરાઈ આવે.આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં!

  એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.

 22. kishoremodi’s avatar

  સરસ

 23. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  તમે તો જામી ગયા.
  તમે જે લખો તે સારુ જ હોય.[આમાં શંકાને સ્થાન નથી.]
  બસ લખ્યે રાખો અને અમને વાંચવાનો લાભ આપ્યે રાખો.

 24. hiral’s avatar

  ખુબ જ સુન્દર

 25. Harikrishna’s avatar

  આટલ સરસ. I simply give up typing in Gujarati.
  Aape aek padachayanu aatlu saras lakahan karyu che. Khub khub
  ahinandan

 26. manvant patel’s avatar

  સ્aર્aસ્a.

 27. Chandresh Thakore’s avatar

  વિવેકભાઈઃ
  પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
  કચકચાવીને… દાબીને..
  …આજે મધુરજની આવી. … એ સૌથી વધુ સરસ્! …

  પડછાયો જાણે છે કે
  એની કાળાશ પણ
  કોઈક ઉજાસને જ આભારી છે. … એ વાઁચીને મારી એક નાનકડી ક્રુતિ યાદ આવી ગઈઃ

  જીવઁત અને ઝળહળતા તડકાને
  કેમેરામાઁ ઝડપી બોલતો કરવા માટે
  અનિવાર્ય થઈ પડે છે
  નિર્જીવ
  અને કાળોધબ્બ્ છાઁયો …

 28. narendra’s avatar

  Dear Vivekbhai,

  saras rachna!! ane chhello photo to la-jawaab chhe!what a moment you captured!

  my belated NEW YEAR wishes for you and hearty નૂતન વર્ષાભિનંદન !
  with wishes,

  Narendra
  scientist
  IPR
  Gandhinagar, Gujarat, India, south east Asia, the word, the earth, the solar system, the milky way,…..??!!

 29. સુનીલ શાહ’s avatar

  સુંદર અભિવ્યક્તિ.. એક એકથી ચડિયાતા કાવ્યો સુંદર–સટીક કવિકર્મની ગવાહી પૂરે છે. તમારી પાસે આવા વધુ મોનો ઈમેજ કાવ્યોની અપેક્ષા છે. અભિનંદન.

 30. vineshchnadra chhotai’s avatar

  અએએ બભાઈઈ તતમ્ોો તોતો બ્હ્ુુજ્ ન્જ્જદ્્િિક્ જ્ૈૈઅઅ આ આવ્વયઆ……………………….હ્વ્વ્ેે ત્મ્ર્ુુ ક્સ્ુુજ્ ના તથેેઇઇ સ્ક્ેે …………………અઆભ્બ્ભાાર્ર………….ન્ેેી………….દધન્નય્્વ્દ્ ………

 31. hetal desai’s avatar

  nice one

 32. Chandrakant Lodhavia’s avatar

  પડછાયો (મોનો -ઇમેજ કાવ્યો)
  October 29, 2011 in મોનો ઇમેજ by વિવેક | 31 comments
  વાંચતા વાંચતા યાદ આવે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં ………” પણ આપ તો આગળ વધી જણાવો છો કે
  હું તો મરી ગયો છું.
  ભલે તમે મને બાળી દો કે દાટી દો.
  મારા પડછાયાનું શું ?

  મૃત્યુ બાદ જીવન છે. પછી પણ પડછાયો સાથે જ રહેવાનો છે.

  હાથ સારો અજમાવ્યો છે. પડછાયામાં પણ પ્રાણ પૂર્યા છે સુંદર અતિ સુંદર.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 33. ami’s avatar

  વિવેક્ મઝા આવેઆવિ કવિતા કરવામા ને વાચવામા. ખરુ ને?

 34. ami’s avatar

  મજા આવિ.

 35. Jitendra Bhavsar’s avatar

  ગમ્યુ…

 36. નટવર મહેતા’s avatar

  સરસ અખતરો..

  મારા તરફથી કંઈક..

  કાયા કરતા થતો નાનો માટો પડછાયો;
  કદી ઉપર કદી તારા ચરણમાં પથરાયો.

 37. vishal’s avatar

  ખુબ જ સરસ વિવેકભાઈ…
  ગળી પિપર ની જેમ વાર્ંવાર્ ચગળવાનું મન થાય એવી
  આ રચના છે તમારી…વાહ્…!! 😉

 38. mita’s avatar

  બધા જ પ્રયાસોમા હમેશ no 1

 39. Bharat Triveddi’s avatar

  1,5, 8, 10 વિશેષ ગમ્યાં .

 40. tejal tripathi’s avatar

  padchhaya na pan be mohra batavya, Vivekbhai. Amazing imagination.

Comments are now closed.