*
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.
બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.
- વિવેક મનહર ટેલર
-
mane avi kavita bahu gamechhe please amani kavita tamari side par mukta raho
-
thanku verymuc
h for giving answerd -
હુ તને પ્રેમ કરુ ચુ
-
પ્રેમની સાચી વ્યાખ્યા આપી છે.વિવેકભાઈ બહુ સરસ ભાવજગત છે તમારું…
-
બહુ સરસ સમજાવી દીધું પ્રેમ એટલે શુ?
-
આ વાચી ને જે કૈક્ મેહ્સુસ થયુ એ કદચ પ્રેમ ચે
ને આ વાચી ને જેનઇ કમિ મેહ્સુસ થૈ એ કદચ પ્રેમ ચેReally very nice
-
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ અને વાસ્તવિકતાની કઠણાઈ તરફ જોવાનો અભિગમ આ બંને બાબતને એ રીતે પ્રત્યક્ષ કરવામાં આવી છે કે એમ કહી શકાય કે જિંદગીને સરળ કરવા આ શબ્દસંગ નિરંતર થવા જોઈએ…
-
આપનિ કવિતાનિ એકે એક કડિમા દર્દ અને દવા મળે છે–ડૉક્ટર છો એટલે દવા સાથેજ રાખતા લાગોછો.
“રાત આખિ બેકરારિ થૈ મને ડસતિ રહે,ને સવારે શબ્દ થૈ ચુમે મને એ પ્રેમ છે”–ડસવુ અને ચુમવુ એ
દર્દ અને દવા નહિતો બિજુ શુ?– ખરેખર અદ્ભુત રચના છે આપનિ.
-
તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.એક માત્ર વાસ્તવિકતાનો સ્વીકાર ને પછી પ્રેમ જ પ્રેમ ચારસુ…
-
excellent…beautiful ……

14 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/13/trackback