એક તારા સ્પર્શથી

 PB110265
(ભાનના સૂરજ…       …Motion in stillness, અરુણાચલ પ્રદેશ, ૧૧-૧૧-૨૦૧૦)
(f/22, ISO-100 with Shutter speed 1/250 with rapid zooming in while clicking)

*

હાથ આ જાગી ઊઠ્યા છે એક તારા સ્પર્શથી,
સોંસરા મઘમઘ થયા છે એક તારા સ્પર્શથી.

જ્યાં હવાની આવજા પણ શક્ય નહોતી એ બધા
બંધ ઘર ખુલી ગયાં છે એક તારા સ્પર્શથી.

કાળની સાવ જ થીજેલી આ નદીના માછલાં
સામટાં જીવી ઊઠ્યાં છે એક તારા સ્પર્શથી.

ભાનના સૂરજ અને હોવાપણાની સૌ દિશા,
ધુમ્મસોમાં જઈ ગર્યાં છે એક તારા સ્પર્શથી.

ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.

શબ્દના જરિયાન જામાધારી વચનો પ્રેમના,
છુઈમુઈ શા થરથર્યા છે એક તારા સ્પર્શથી.

એક તારા સ્પર્શ માટે આજીવન તરસ્યા પછી
જડભરત શાને બન્યા છે એક તારા સ્પર્શથી ?

-વિવેક મનહર ટેલર
(૨૬/૨૭-૦૯-૨૦૧૧)

*

જરિયાન = કસબી; જરી ભરેલું.

જામા = ડગલો; ઢીલો અંગરખો; એક પ્રકારનું ઘૂંટણની નીચે સુધી પહોંચતું વસ્ત્ર. તેનો નીચેનો ઘેર બહુ હોય છે અને લેંઘાની માફક કરચલીવાળો હોય છે. પેટ ઉપર આવતો તેનો ભાગ કેડિયાના જેવો હોય છે. અગાઉના વખતમાં લોકો રાજકચેરી વગેરેમાં આ વસ્ત્ર પહેરીને જતા હતા

 *

P5281243
(એક તારા સ્પર્શથી…        …સાન ડિયેગોના સમુદ્ર તટે, અમેરિકા, મે-૨૦૧૧)

 1. મીના છેડા’s avatar

  ખૂબ સરસ !!!

  Reply

 2. વિહંગ વ્યાસ’s avatar

  સુંદર ગઝલ.

  Reply

 3. arvind B. Vora’s avatar

  સ્ર ર્ સ્

  Reply

 4. Kirtikant Purohit’s avatar

  સાવ થીજેલી સમયની આ નદીના માછલાં
  સામટાં જીવી ઊઠ્યાં છે એક તારા સ્પર્શથી.

  ભાનના સૂરજ અને હોવાપણાની સૌ દિશા,
  ધુમ્મસોમાં જઈ ગર્યાં છે એક તારા સ્પર્શથી.

  ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
  ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.

  વાહ …તાજગીભરી અને અંતર્તમને સ્પર્શી જતી સરસ ગઝલ. ‘છુઇમુઇ’ નો પ્રયોગ ખુબ ગમ્યો.

  Reply

 5. urvashi parekh’s avatar

  સરસ.
  એક તારા સ્પર્શ માટે આજીવન તરસ્યા પછી,
  જડભરત શાને બન્યા છે તારા સ્પર્શ થી.
  સરસ.

  Reply

 6. Lata Hirani’s avatar

  સરસ ગઝલ..
  પ્રથમ શેરથી શરુ થતી ખુશ્બુભરી સ્પર્શયાત્રા છેલ્લા શેરમાઁ કઠિન વાસ્તવયાત્રામાઁ પલટાય છે શુઁ ?
  લતા

  Reply

 7. Lata Hirani’s avatar

  છુઇમુઇ શબ્દ બહુ ગમ્યો તો

  ધુમ્મસોમાં જઈ ગર્યાં છે એક તારા સ્પર્શથી.

  અહીઁ ‘ગર્યા’ શબ્દ છે ? જે કાઠિયાવાડી શબ્દ છે તે જ ?

  જો એમ જ હોય તો એ આખી ગઝલની ભાષા સાથે સુમેળમાઁ લાગે છે ?

  લતા

  Reply

 8. વિવેક’s avatar

  પ્રિય લતાજી,

  ‘ગર્યા’ શબ્દ કાઠિયાવાડી ગણાય કે નહીં એની મને જાણ નથી. પણ જે શબ્દ ગુજરાતી ભાષામાં વણાઈ ગયો હોય એને ગઝલમાં પ્રયોજી જ શકાય એવું મારું માનવું છે. ગુજરાતી ગઝલમાં સંસ્કૃત, ઉર્દૂ, ફારસી અને હવે તો અંગ્રેજી શબ્દો પણ આવવા માંડ્યા છે… છુઈમુઈ પોતે પણ હિંદી શબ્દ છે…

  આ શબ્દ ‘ગઝલ’નો છે અને આ ‘ગઝલ’નો નથી એવા વાડામાં હું પડતો નથી.. પ્રિયતમા સાથે એકાંતમાં કરાઅતી ગૂફતેગુ એવો અર્થ વળોટીને ગઝલ પોતે જ ક્યાંય આગળ નીકળી ચૂકી છે…

  Reply

 9. kishoremodi’s avatar

  સરસ ગઝલ

  Reply

 10. pragnaju’s avatar

  સુંદર ફૉટા
  અને
  ગઝલ
  ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
  ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.

  શબ્દના જરિયાન જામાધારી વચનો પ્રેમના,
  છુઈમુઈ શા થરથર્યા છે એક તારા સ્પર્શથી.
  વાહ્

  સ્પર્શની મધુરતા માણવાની જ આ વાત નથી પરંતુ આધુનિકતા અને કઠોરતાથી ભરેલા આ યુગમાં

  પ્રત્યેક માનવીના હ્યદયમાં છુપાયેલી લાગણીઓ, સંવેદનાઓ તેમજ ભાવનાઓને પ્રોત્સાહિત કરી

  બહાર લઈ આવવા માટેનો સહજ પ્રયાસ છે.
  આ સ્પર્શ પારસથી લોહ જેવૂં સખ્ત હ્રુદય સુવર્ણ થાય છે.

  Reply

 11. સુનીલ શાહ’s avatar

  સ્પર્શની સુંદર, રોમાંચક અભિવ્યક્તિ.
  આધુનિક ગઝલ તેના નવાનવા સ્વરૂપે વિસ્તરી રહી છે ત્યારે ગઝલમાં અમૂક જ શબ્દ વપરાય એવો ખ્યાલ છોડવો પડે, વિવેકભાઈની વાત સાથે સંમત.

  Reply

 12. saryu’s avatar

  saras,
  Reminds me of my “saat ranganaa sparsh”on http://www.saryu.wordpress.com

  sparsh is most effective tool for bhav communication.
  Saryu

  Reply

 13. Dr Mukur Petrolwala’s avatar

  awe inspiring photo & gazal!

  Reply

 14. Maheshchandra Naik’s avatar

  સ્પર્શની વિભાવના અને રામ- અહલ્યાની કથા યાદ આવી જાય, લાગણીને વ્યક્ત-માધ્યમનો સ્પર્શ સિવાય અન્ય વિકલ્પ હશે પંરતુ અસરકારક તો સ્પર્શ જ રહ્યો છે…..સરસ ગઝલ્…..

  Reply

 15. Daxesh Contractor’s avatar

  જ્યાં હવાની આવજા પણ શક્ય નહોતી એ બધા
  બંધ ઘર ખુલી ગયાં છે એક તારા સ્પર્શથી.
  વાહ .. સુંદર રદીફવાળી મજાની ગઝલ. ત્રીજો અને ચોથો શેર પણ ખુબ ગમ્યો. જો કે મક્તાનો શેર નેગેટીવને બદલે પોઝીટીવ ભાવવાળો હોત તો આઈસક્રીમ ઉપર ચેરી મુકી છે 🙂 એમ લાગત.

  Reply

 16. devika dhruva’s avatar

  સ્પર્શની ભાષા શબ્દોની ભાષાથી કેટલી ઉપર છે, એ વાત અહીં અસરકારક રીતે, સંદર્ભ સાથે સરસ રીતે વ્યક્ત થઇ છે.
  અર્થસભર સરસ ગઝલ.

  Reply

 17. sapana’s avatar

  સરસ ગઝલ..

  Reply

 18. ડૉ.મહેશ રાવલ’s avatar

  સરસ અભિવ્યક્તિ વિવેકભાઇ…
  ભાષા ભલે શબ્દની મોહતાજ હોય.. પણ લાગણી તો લાગણી સિવાય કોઇની મોહતાજ નથી હોતી….
  અંગતરીતે મારૂં એ માનવું છે.

  Reply

 19. nilam doshi’s avatar

  કાળની સાવ જ થેજેલી નદીના માછલા..

  આખી ગઝલ સુંદર..

  પણ હવે એમાં નવું કયાં છે ? સરસ ગઝલકાર તરીકે વિવેકભાઇ સ્થાપિત થઇ જ ચૂકયા છે..

  Reply

 20. vineshchandra chhotai’s avatar

  hariaum ; namsakr; firest of all ,BEST WISHES 4 ur birthday ; well indeed very much touch love song of this month /year /decade / duly created by u n duly recognised by readers like us ; pl keep it up . with prem n om ;

  Reply

 21. Bhulabhai’s avatar

  Very Good Thanks

  Reply

 22. Dr Niraj Mehta’s avatar

  સુંદર ગઝલ

  Reply

 23. P U Thakkar’s avatar

  સરસતા, ઉલ્લાસમય તલસાટ, ઉઠતી અદમ્ય ઉત્કંઠા, પ્રત્યક્ષ અનુભૂતિથી જ સાક્ષાત્કાર કરવાની સ્વાભાવિક થતી ચેષ્ટાઓને રોકવાનો વ્યર્થ પ્રયત્ન શા માટે કરૂ ?

  રસિકતાને લોલુપતાનો ભ્રમ માનવાની દુરાગ્રહભરી દંભી ભૂલ શા માટે કરૂ?

  આચાર-વિચાર ની ગેરવાજબી ઝંઝટોમાં ફસાઇને સ્વયંભૂ જીવંત થતા દિપોના પ્રકાશને જ નહીં પણ સીધા જ દીપને સ્પર્શવાનો પ્રયત્ન જોખમી હોય તો, પણ એ રોમાંચક સાહસિકતા કેમ ના દાખવું?

  સ્નેહની ઉપસ્થિતીથી એ પ્રેમમય સામ્રાજ્યમાં સ્વ-સહિત બધું જ ગૌણ લાગતું હોય અને એ અનુભવમાં અનુભૂતિનું ઉંડાણ લાગતું હોય, શાતાનો સ્પષ્ટ અહેસાસ થતો હોય તો, સાહજિકતાથી ડૂબી જવામાં શો વાંધો ?

  અપૂર્વતાનો તલસાટ જ પૂર્તતા બની જતો લાગે તો એ અનુભૂતિના અહેસાસને શા માટે ના અનુભવવો ?

  રસીકતા અને લોલુપતા ભિન્ન ભાસે, તો રસીક થવામાં શો વાંધો..

  Reply

 24. Heta’s avatar

  વાહ……

  Reply

 25. smita parkar’s avatar

  કાળની સાવ જ થીજેલી આ નદીના માછલાં
  સામટાં જીવી ઊઠ્યાં છે એક તારા સ્પર્શથી…….સરસ ગઝલ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *