(સૂર્યોદય… …ભરતપુર, 05-12-2006)
છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.
ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.
લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.
ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.
આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.
-વિવેક મનહર ટેલર
19 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/128/trackback/
January 24, 2007 at 8:57 pm
મીના
સરસ છે ગઝલ મજા આવી એમ કહી ના શકું;
તારા અવિશ્વાસ ને કેમે કરીને ભૂસી ના શકું
January 24, 2007 at 10:39 pm
Hiral
Khub sundar rachna
ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.
Hiral
January 25, 2007 at 1:33 am
ઊર્મિસાગર
ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વાહ… ખૂબ જ ઊંડી વાત!!
January 25, 2007 at 7:04 pm
Jayshree
વાહ… સરળ શબ્દોમાં તમે ઘણું બધી કહી દીધું…
બધાજ શેર ગમી ગયા…. !!
January 25, 2007 at 7:10 pm
Bharat
DipNnrvaN ma darshak ke kahyu.N chhe-
Prem to bandhi na rakhe, prem to mukta kare.-.Ful ane Khushbu no avo sambadh chhe.”Gamtu maLe to alya gajave na rakhiye , gamata no kariye gulal” — s to SHABD
January 25, 2007 at 7:16 pm
Bharat Pandya
DipNnrvaN ma darshak ke kahyu.N chhe-
Prem to bandhi na rakhe, prem to mukta kare.-.Ful ane Khushbu no avo sambadh chhe.”Gamtu maLe to alya gajave na rakhiye , gamata no kariye gulal”
– sher ma TO shabd vadharano lage chhe( sher no ek,be, traN ,panch ma.Chhela ma barabar chhe.
Makta kem nmathi ?
Shjer Bijo,trijo ,chotho, panchamo Superb.
January 25, 2007 at 8:24 pm
Vijay
સરસ છે આ ગઝલ એટલુ તો જરુર કહી શકુ
લખ્યા કરો મહત્તમ એટલુ તો જરુર કહી શકુ
January 25, 2007 at 10:32 pm
Chetan Framewala
લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.
સરળ શબ્દો ….સુંદર શબ્દો….
થાકવાની વાત ના, છે પંથ લાંબો
એક ડગલું રોજ , પુસ્તક માટે માંડો
લાખ પ્રશ્નો થાય છે કાં દેર થાતી,
આમ ચેતન મુજને તો ના પ્યાસો રાખો!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
January 26, 2007 at 8:34 pm
Ratilal chandaria
ભાઈ વિવેક,
હું કવિ કે કવિતાનો માણસ નથી તે છતાં,
“તું કે હું? લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…”
માં ગુંથાએલા શબ્દો થકી તમે જે આલેખ્યું છે તે
મારા ૫૨ વર્ષના સહયારા જીવનમાં અને
૧૧ વર્ષના ખાલીપા દરમ્યાન મેં અક્ષરક્ષ માણ્યું
અને અનુભવ્યું છે તેથી આપની આ ગઝલ વાંચતા
રોમે રોમમાંથી મેં મારા વિશાદનો ભાર હળવો કર્યો છે.
આભાર સહ:
રતિલાલ ચંદરયા.
મુંબઈ, ૨૬ જાન્યુઅારી ૨૦૦૭
January 29, 2007 at 12:05 pm
હેમંત પુણેકર
લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.
bahu saras vaat!
February 2, 2007 at 2:28 pm
Jetli
Simply gGreat
Keep writing…
February 3, 2007 at 1:56 am
chetu
..છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.
its true…!
February 3, 2007 at 7:19 am
Neela Kadakia
v.good
February 3, 2007 at 9:34 am
Jayendra
Hi Vivek,
I like all Poems’ and Gazles’ and I wright one poem on sence(Indriyo). I always try to read Poems’ and Gazels’.I apprisiate your work 2wards gujati.Thanks and wish you keep it.
Jayendra Desai(Gujju).
March 18, 2007 at 4:50 pm
bimal
ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
saras …….tatvachinatan……..sir exellent work
March 20, 2007 at 12:44 pm
sagarika
સુપર,બધાં શેર ગમ્યાં, પહેલો શેર સરસ છે. ‘છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું’ (રાત પાસે સુરજ ની શક્તિ નું કઈ ના ચાલે…વાહ,) અહીં, કોઈ શબ્દ વધારા નો તો નથી લાગતો!!!! ‘તો’ થી આખી વાત ને એક ઊઠાવ મળે છે, વજન પડે છે. ગુજરાતી ભાષા જ આવી છે, એક શબ્દ ની હાજરી-ગેરહાજરી થી વાત નો મર્મ ફરી જાય.
April 27, 2007 at 12:50 pm
Shailesh
આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.
Greatness of words….
April 27, 2007 at 2:48 pm
Pooja
Ketli sachi chhe aa vat…icchu chu badhuy hu ae tu dai na shake..huy je ichchu chu ae saghadu mangi na shaku…Its really vary true…
Excelent rachana…saral ane umda..
January 3, 2008 at 10:46 pm
ankur
nice poemsa d ghazals…
i lik it vry much..
add more