હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

OLYMPUS DIGITAL CAMERA
(હવે એવો વરસાદ…                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

*

તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

-વિવેક મનહર ટેલર
(૨૦૦૮ થી ૧૦-૦૯-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(તરબતર…                                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

 1. સુનીલ શાહ’s avatar

  તમારા મુલાયમ મુલાયમ શબ્દોનો વરસાદ અમને ભીંજવી ગયો..
  ખૂબ સુંદર…

  Reply

 2. મીના છેડા’s avatar

  વાહ!!!

  Reply

 3. Rina’s avatar

  કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
  પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
  simply superb…….

  Reply

 4. sapana’s avatar

  વાહ ખૂબ સરસ વરસાદી ગઝલ..છ્તાં વરસાદી નહી….એવો વરસાદ ક્યા પડે છે?
  ખરી વાત…

  Reply

 5. Bharat pandya’s avatar

  વરસાદ તો પહેલા જેવોજ પડૅ છે, આપણે જ પહેલા હજેવા નથી રહ્યા.

  Reply

 6. nehal’s avatar

  આહ્!

  Reply

 7. Lata Hirani’s avatar

  કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
  પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  આ વધુ ગમી..
  સરસ..
  લતા

  Reply

 8. કવિતા મૌર્ય’s avatar

  સુંદર ગઝલ !!!

  Reply

 9. deepak’s avatar

  મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
  ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  ખુબ સરસ…

  Reply

 10. Maheshchandra Naik’s avatar

  સરસ વરસાદી મોહોલ બનાવતુ વાતાવરણ અહી કેનેડામા અનુભવવા મળ્યુ, સુંદર ગઝલ માણવા મળી……………….

  Reply

 11. Nitin Desai’s avatar

  સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
  બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  ખરએખર મન તરબતર થાય એવો વરર્સાદજ કયા પડએ છે. ન ઘરમા ન ઘર બહાર.

  Reply

 12. jitu mehta’s avatar

  વાહ અતિ સુન્દર્

  Reply

 13. Chandresh Desai’s avatar

  હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
  પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  Great one Vivek, keep it up.

  Reply

 14. sneha h patel’s avatar

  ગ્લોબલ વોર્મિંગ…ઃ-)

  સુંદર ગઝલ

  Reply

 15. ડૉ.મહેશ રાવલ’s avatar

  ભાવ,અભિવ્યક્તિ,સુંવાળપ,સહજતા અને સજ્જ્તા બધું જ મૂશળધાર વરસ્યું છે અહીં,
  છતાં…. હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
  સુંદર કવિકર્મ વિવેકભાઇ…
  અભિનંદન.

  Reply

 16. P Shah’s avatar

  સરસ !
  જતાં જતાં ય શબ્દ રૂપે વરસાદ ભીંજવી ગયો.
  સુંદર કવિકર્મ વિવેકભાઇ…

  Reply

 17. nilam doshi’s avatar

  વરસાદ તો આજે પણ એવો જ વરસે છે..પણ વરસાદને માણનાર માનવીઓ ઘટતા જાય છે એનું શું ? આવરણ વિના વરસાદને માણવાની મજા…
  સરસ મજાનું કાવ્ય.. શબ્દરૂપી વરસાદમાં ભીના થવાની મજા આવી..

  Reply

 18. Rajesh Dungrani’s avatar

  કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
  પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  ખૂબ સુંદર…

  Reply

 19. Vijay Bhatt ( Los Angeles)’s avatar

  સુન્દર… સુન્દર લય ….. ( આક્ળ વિક્ળ ભાનસાન વ્રરસાદ ભીન્જ્વે.. – યાદ આવ્યુ)

  Reply

 20. kishoremodi’s avatar

  ખૂબ સરસ રચના ગમી.

  Reply

 21. જીજ્ઞેશ અધ્યારૂ’s avatar

  વાહ સાહેબ,

  સરસ રચના…

  Reply

 22. devika’s avatar

  વાંચતા વાંચતા જાણે ગાતા હોઇએ તેમ આંગળીઓ ઝુમવા માંડે અને શિર ડોલવા લાગે એવી સરસ લયબધ્ધ ઝરમરતી ગઝલ.

  Reply

 23. sudhir patel’s avatar

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

  Reply

 24. Dinesh’s avatar

  ખૂબ સરસ..

  Reply

 25. Heena Parekh’s avatar

  ખૂબ સરસ. દરેક શેર મજાનો.

  Reply

 26. sujata’s avatar

  તમારી હરેક ગઝલે અમને કાયમી ભીનાશ આપી છે ……

  Reply

 27. Kirtikant Purohit’s avatar

  ગઝલ તરબતર કર્ી ગઇ.

  સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
  વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  Reply

 28. Girish Parikh’s avatar

  ગઝલ ગમી.
  શ્રી ગણેશ કરીશ થોડા દિવસોમાં એક નવા ગુજરાતી પુસ્તકના સર્જનના. http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકાત લેતા રહેવા વિનંતી.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com

  Reply

 29. Girish Parikh’s avatar

  શ્રી ગણેશ કર્યા છે આજે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ
  દિવસે ‘વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન’
  પુસ્તકના સર્જનના. મારું ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો
  વિશે રસમય વાંચન’ પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. ‘વિવેકના
  શેરોનો આનંદ’ એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.
  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચો પ્રથમ પોસ્ટઃ ‘વિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’)’

  –ગિરીશ પરીખ

  Reply

 30. Dr NIraj Mehta’s avatar

  સુંદર રદીફ અને સુંદર ગઝલ

  Reply

 31. mita’s avatar

  very simpel, it straight went into my heart.

  Reply

 32. Jayesh’s avatar

  તમારી આ ગઝલ કેરુ ફોરું અમારા દીલને અને આંખોને ભીંજવી ગયું.

  Reply

 33. Mukund Joshi’s avatar

  ‘ખોવાઇ ગયેળલી ક્ષણ નો ‘ વરસાદ પછી યુગો સુધી પાછૉ નથી મળતો !
  સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
  વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?….બહુ સરસ.

  Reply

 34. poonam’s avatar

  હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
  પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  -વિવેક મનહર ટેલર

  વાહ !! સર…

  Reply

 35. Chetna Bhatt’s avatar

  બહુ જ સરસ…!

  મેં તો વરસાદ ની જગ્યા એ પ્રેમ વાંચ્યો…!

  કારણ કે હવે એવો પ્રેમ પણ ક્યા જડે છે..?

  કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
  પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ”(પ્રેમ)” પણ ક્યાં જડે છે ?

  વાંચી જૂઓ મિત્રો પછી કહો હું ખોટી હોઉં તો…!

  Reply

 36. Sandip Bhatia’s avatar

  સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
  વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
  વાહ… સુંદર શેર !

  Reply

 37. sujata’s avatar

  તમારી સમજ કોઈ પણ ઋતુ માં ધોધમાર વરસે છે

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *