શરૂઆત કરી જો…


(રાજમહેલ….                    ….ડીગ, રાજસ્થાન, 05-12-2006)

*

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દીવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

-વિવેક મનહર ટેલર

31 thoughts on “શરૂઆત કરી જો…

  1. તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

    સરસ !

  2. very nice gazal…

    પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    સુંદર વાત… જિંદગીમાં આ જ motivation જરૂરી છે!!

  3. ઊર્મિએ કહ્યું તેમ, motivation આપે છે આ ગઝલ….

    તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

    પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    Really Nice..!!

  4. very well said in a very simple word;

    પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

    (આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો,When did You write this Gazal?!)

  5. પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    ગમ્યું અને તે થઈ રહ્યું છે.
    રતિલાલ ચંદરયા

  6. dear Vivek bhai.

    very nice ghazal.

    તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

    પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    Congratulations. Sagar memon.

  7. પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

    પીછાની હળવાશ સમુ કાવ્ય છે.

  8. પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    dear Vivekbhai,
    Very positive and motivating…

    Tarang Purohit
    IBM, Bangalore

  9. ગની દહિંવાલા નો એક મુક્તક:

    ચાહું છું કોઈમાં વિશ્વાસ મુકી દઉં આજે
    જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે
    જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
    જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે

    “પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.” ક્દાચ ત્યારે જ શક્ય બને કે જ્યારે ‘વિશ્વાસ’ અને ‘હળવાશ’ નો સમન્વય થાય. જય.

  10. તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો

    સુંદર

  11. dear Viviebhai,
    ….a good one again!
    truly inspiring with proper examples.just to say, come on! and oper your mind!!
    my comments are the summery of all others above!

    …GhaNo ghaNo aabhaar!
    ….aavjo!
    ….Narendra
    scientist , IPR
    Gandhinagar

  12. Dear Sir,
    Nice one about human bing
    Karan duniyani sauthi himmat vali jati hoy to e chhe manash jat parantu ene hamesha dar hoy chhe saruaat no.
    Ane jeno e dar dur thay chhe te safal rahi ne j rahechhe
    Aa babat par be janiti pankati o lakhvanu man thay chhe k
    Chhe sav bandh barna sankal sudhi to ja,
    Tal ni mamata na rakh pratham tu jal sudhi to ja.

  13. પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    અભિનંદન… ………………………..

  14. પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
    આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો,
    nice,very nice.

  15. આન્તર નો તહુકો ગમિ ગયો ક્યરે સામ્ભલઆ મલસે ફરિથિ જામનગરમા

Leave a Reply to Mona Vasantlal Cancel reply

Your email address will not be published. Required fields are marked *