એક પરપોટો

P5122169
(ક્ષણિક….                     ……દાલ સરોવર, કાશ્મીર, ૦૫-૨૦૧૨)

*

લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો,
જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો;
એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત!
આપણો સંબંધ શું છે ? એક પરપોટો !

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ભંગુર…                     …..પેન્સિલવેનિયા, અમેરિકા, ૧૩-૦૫-૨૦૧૧)

15 thoughts on “એક પરપોટો

  1. લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો,
    જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો;
    એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત!
    આપણો સંબંધ શું છે ? એક પરપોટો !………. આજે સમબન્ધ વિશે જ વિચારતી હતી અને આ મુક્તક .. વાચવા મડ્યુ એકદમ વિચારો ને અનુરુપ્…..

  2. સંબંધો વિશેનું સુંદર મુક્તક.કેટલાકમાં તો નફો તોટો ગણવાની સુધ બુધ જ નથી રહેતી.
    ફૂટે ત્યારે હૃદયની વેદનાની શી વાત કરવી!!

  3. સરસ સંબંધોમા લેવડદેવડની વાત જ ક્યાં હોય ??????????????

  4. અતિ સુંદર વિચાર …

    યાદ આવ્યું મારું મુક્તક…..

    એ પરિપૂર્ણ દુનિયા હતી.
    કે પછી સ્વપ્ન સૃષ્ટિ હતી?
    “ચાલતી પકડ મારા પરપોટામાંથી”
    બોલી હવા, સિસકારા કાઢતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *