એક પરપોટો

P5122169
(ક્ષણિક….                     ……દાલ સરોવર, કાશ્મીર, ૦૫-૨૦૧૨)

*

લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો,
જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો;
એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત!
આપણો સંબંધ શું છે ? એક પરપોટો !

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ભંગુર…                     …..પેન્સિલવેનિયા, અમેરિકા, ૧૩-૦૫-૨૦૧૧)

15 thoughts on “એક પરપોટો

 1. લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો,
  જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો;
  એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત!
  આપણો સંબંધ શું છે ? એક પરપોટો !………. આજે સમબન્ધ વિશે જ વિચારતી હતી અને આ મુક્તક .. વાચવા મડ્યુ એકદમ વિચારો ને અનુરુપ્…..

 2. જય શ્રિ ક્રિશ્ન.વાહ્!શુ જિવનનુ સત્ય કહ્યુ…!!!
  આપ્નો આજ્નો દિન શુભ હો.

 3. સંબંધો વિશેનું સુંદર મુક્તક.કેટલાકમાં તો નફો તોટો ગણવાની સુધ બુધ જ નથી રહેતી.
  ફૂટે ત્યારે હૃદયની વેદનાની શી વાત કરવી!!

 4. સરસ સંબંધોમા લેવડદેવડની વાત જ ક્યાં હોય ??????????????

 5. અતિ સુંદર વિચાર …

  યાદ આવ્યું મારું મુક્તક…..

  એ પરિપૂર્ણ દુનિયા હતી.
  કે પછી સ્વપ્ન સૃષ્ટિ હતી?
  “ચાલતી પકડ મારા પરપોટામાંથી”
  બોલી હવા, સિસકારા કાઢતી.

Comments are closed.