વરસે દે-માર

a2
(શમણાંઓનો સૂરજ….                                  …કેલિફોર્નિયા, મે-૨૦૧૧)

*

અંદર ને બહાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

યુગયુગનો ગોરંભો આજે અચાનક
ફાટી પડ્યો છે બેફામ;
ભીતરની ભીતરમાં ગોપવેલું એક-એક વ્રણ
તાણી જશે એ સરેઆમ,
ચારે દિશાઓના ઘુઘવાટા વચ્ચે વીજળીના શ્યામલ ઝબકાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

સૂક્કા દરિયાવ ચડ્યા લીલપની ભરતીએ
એક્કેક તિરાડ બની વાવ;
મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
ખેરવીને તારો અભાવ.
એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર…
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૮-૨૦૧૧: મળસ્કે ૨.૩૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચારે દિશાઓમાં ઘુઘવાટા…          …એલિસ આઇલેન્ડ, ન્યૂ યૉર્ક, મે-૨૦૧૧)

 1. મીના છેડા’s avatar

  એક્કેક તિરાડ બની વાવ;
  મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
  ખેરવીને તારો અભાવ.

  વાહ!!!

  Reply

 2. Kaushik Nakum’s avatar

  વાહ.. શું સુંદર વરસયુ હોં..
  દે માર….!!

  Reply

 3. Nitin Desai’s avatar

  એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર
  અફલઆતુન્

  Reply

 4. Deval’s avatar

  એક્કેક તિરાડ બની વાવ;
  મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
  ખેરવીને તારો અભાવ.

  વાહ!!!!!!! amara ma pan de maar varsyu aa geet….mast rachana… Kavi shree na mukhe thi sambhadva male to aur maja pade… 🙂

  Reply

 5. Vaishnavi’s avatar

  Khub saras kalpana Vivekbhai..

  Reply

 6. Preetii Mehta’s avatar

  એક યાદનું ચોમાસુ, સખી ! બસ આમજ વરસતુ રહે હમેશા …!

  Reply

 7. નારાયણ પટેલ’s avatar

  સૂક્કા દરિયાવ ચડ્યા લીલપની ભરતીએ
  એક્કેક તિરાડ બની વાવ;
  મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
  ખેરવીને તારો અભાવ.

  Reply

 8. anand’s avatar

  સ૨સ્

  Reply

 9. Lata Hirani’s avatar

  મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
  ખેરવીને તારો અભાવ.

  બહુ જ ગમ્યુઁ…

  Reply

 10. Lata Hirani’s avatar

  જેમને કવિતામા રસ છે એ સહુ માટે

  આજથી શરુ થયેલી મારી કોલમ ‘કાવ્ય સેતુ’ દર મઁગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માઁ – સ્ત્રીની સમ્વેદનાને સ્પર્શતા કાવ્યોનો રસાસ્વાદ… વાઁચશો, વઁચાવશો અને એવી કવિતાઓ મને મોકલશો તો જરૂર ગમશે. આભાર.
  લતા જ હિરાણી

  Reply

 11. manvant patel’s avatar

  ભાઇ ! તમારો જવાબ જ નથી.

  Reply

 12. Jignesh Naik’s avatar

  Khubaj Saru lakhayu che ! SUNDAR RACHNA

  Reply

 13. ઊર્મિ’s avatar

  સુંદર વરસાદી ગીત…

  એલે નહીં, એલિસ આઇલેન્ડ

  Reply

 14. વિવેક’s avatar

  @ ઊર્મિ: સુધારી લીધું છે… આભાર !

  Reply

 15. kishoremodi’s avatar

  સુંદર વરસાદી ગીત

  Reply

 16. સુનીલ શાહ’s avatar

  મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
  ખેરવીને તારો અભાવ.
  સુંદર ગીત.

  Reply

 17. ડૉ.મહેશ રાવલ’s avatar

  લાગણીશીલ હ્રદયની ધોધમાર અભિવ્યક્તિ…..
  બહુ ગમ્યું.
  -અભિનંદન.

  Reply

 18. Sudhir Patel’s avatar

  Sundar Varsadi Geet!
  Sudhir Patel.

  Reply

 19. mahesh dalal’s avatar

  વાહ .ખુબ સરસ . વરસ્તા વર્સાદ નિ હેલિ .. અમને પણ ભિન્જ્વઈ ગઇ…

  Reply

 20. Kirtikant Purohit’s avatar

  એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર…
  આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

  Wah… So nice Expression…. “Two together” make a world.

  Reply

 21. વિવેક’s avatar

  સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…

  Reply

 22. Dr NIraj Mehta’s avatar

  વાહ વાહ વાહ વાહ

  Reply

 23. shelat’s avatar

  લય તુટે છે…… સારો પ્રયત્ન છે.

  Reply

 24. Rina’s avatar

  beautiful…..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *