કુંવારી નદીની તરસ

(કુંવારી નદી…     …રણથંભોરના જંગલમાં, 04-12-2006)

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

-વિવેક મનહર ટેલર

(સહસ્ત્રબાહુ, ભગીરથ અને અગત્સ્ય- આ ત્રણે ય ક્યાંક કોઈક સ્વરૂપે પાણીને બાંધવાની અથવા બંધાયેલા પાણીને વેગ આપવાની દંતકથાઓ સાથે સંકળાયેલા છે. સહસ્ત્રબાહુ રાજાએ એના હજાર હાથ વડે બંધ બાંધી નદી રોકી લીધી હતી. ભગીરથે તપ વડે ઉદ્દંડ અને ઉચ્છ્રંખલ ગંગાને પૃથ્વી પર અવતારી એને દિશા આપી તો અગત્સ્ય રાક્ષસોને મારવા માટે આખો સાગર જ ગળી ગયા….)

30 thoughts on “કુંવારી નદીની તરસ

  1. wow sir can i ask u somting,,,pahela kavita ave ke picture man ma,,,,,mean tamara batha kavya ane picture same lage…foto joii ne kavy banavo ke kavy banavi ne foto muko?

  2. પ્રિય પરેશભાઈ,
    આ કવિતા લખી હતી, જુલાઈ-1992માં… અને આ ફોટો પાડ્યો છે 04-12-2006ના રોજ રણથંભોરના જંગલમાં… આટલી વાત પરથી કદાચ મારો જવાબ મળી જશે…

  3. સૂંદર રચના….

    ઈચ્છાનાં પૂર
    કેમ રોકું; મન તો
    રેતીનો કીલ્લો …….
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. Tame deep gujarati poem lakho che. To tame Gujrati ma P.hd. kari yu che? tamane 100% gujarati poetry word kevi ritemale che? Koi web site che? Just for curiocity: Poetry na subject / wordings na thoughts kevi rite ave? AJAY.

  5. Bahoo saras, Doctor saaheb.
    khush raho,
    hun Karachi Pakistan thi chooon.

    Mun tou bahoo che ke aap ne
    Gujarati maanj lakoon.
    Per Gujarati writing maatay
    koi soft ware nathee maltooon.
    amaara tayaan Punjabi vadhi rahi
    chay anay Gujarati khatam
    thaeee rahii chay.

    Amo chellli pedi chiyen pachi
    Gujarati lakhva-varo Pakistan maan
    koi nahee rahay

  6. પ્રિય હમીદભાઈ,

    આવતી પેઢીમાં પાકિસ્તાનમાં કોઈ ગુજરાતી લખનાર નહીં રહે એવી આપની ચિંતા ખરેખર દુઃખ જન્માવે એવી છે. પણ આવનારી પેઢીને માતૃભાષા શીખવવાનું કામ તો આપણે જ કરવાનું ને? બાળકોમાં નાનપણથી પુસ્તકો વાંચવાની ટેવ પડે એ માટે મા-બાપે પણ દરરોજ હાથમાં પુસ્તકો લઈને બેસવું પડે ને? બાળકો આપણી વાતોમાંથી ઓછું અને આપણી વર્તણૂંકમાંથી વધુ શીખે છે.

    રહી વાત કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવાની… એના માતે જરૂરી માહિતી આપ આ લિન્ક પરથી મેળવી શક્શો:

    https://vmtailor.com/gujarati-shi-rite-lakhsho/

  7. ………ધન્યવાદ.સરસ કવિતા લખવા માટે.
    ……….દરજી સમાજ માટે ગર્વની વાત છે.
    …………………………..
    ………………..રમેશ દરજી

  8. Hi, a lovely one, after reading this a mind become very much pleasent and I wish to be continew in this way. VERY GOOD,KEEP IT UP DEAR.

  9. Dear Dr. Tailor, very nice poem. nadi ni potani adhoori hovanu dard. aam to nadiyo samudra ne male j chhe. parantu koik nadi kunwari rahe chhe je dariya ne mali sakti nathi. aavi j ek kunwari nadi ni vyatha. very nice.
    sir, i will send you one link. its an english blog. u may go thru it whenever u get time. i wl be obliged if u can put your comments on it.

  10. એકએક બુંદ ભેગા કરી વસાવી હતી નદી.
    મનમોહક ઝરણાઓથી સજાવી હતી નદી.
    બસ મળવાથી તો ખાડા-ખાબોચીયા થાય “પ્રતિક”
    એક બીજાથી દુર રહી બે કીનારે બનાવી હતી નદી.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  11. -તો સાગર, નદી, નદી, સાગર…
    તું સાગર છે…
    …પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
    મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

    અદભુત….!!!!

  12. તું સાગર છે…
    …પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
    મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ? સુન્દર શબ્દો હ્ર્દય ને સ્પર્શિ ગયા

  13. બહુ સરસ . એમા પણ્ સન્દર્ભોનિ મઝા ઔર . અભિનન્દન.

Leave a Reply to naresh k dodia Cancel reply

Your email address will not be published. Required fields are marked *