મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે

OLYMPUS DIGITAL CAMERA
(ટેકો…                               …સાન ડિયેગોના દરિયાકિનારે, મે-૨૦૧૧)

*

ગયા રવિવારે મૈત્રી દિન ગયો. એ દિવસે જ લખેલી આ ગઝલ આજે આપ સહુ માટે…

*

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(ઉગતા સૂર્યની લાલિમા…          …ટહુકો.કોમ, ગ્રાન્ડ કેન્યન, મે-૨૦૧૧)

 1. sapana’s avatar

  એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
  એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે. સરસ ગઝલ..જ્યશ્રી અને અમીતનો ફોટૉ સરસ છે અને આ કોણ પડી ગયું ? વૈશાલી? અને સયંમનો ટેકો છે…આ પણ એક સુંદર પ્રયાસ છે..
  સપના

  Reply

 2. poonam’s avatar

  ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
  તું એ રૂઝવે છે, મને અહેસાસ છે. બહોત ખુબ

  હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
  તકલીફોના કાયમી ઉપવાસ છે.. વાહ !!

  Reply

 3. વિવેક’s avatar

  @ સપનાબેન,

  ના, જે યુવતી ફોટામાં પડી ગયેલી જણાય છે અને સ્વયમ્ ટેકો આપીને ઊભી કરે છે એ વૈશાલી નથી… મારી અન્ય મિત્ર મોના છે.

  Reply

 4. Deval’s avatar

  aakhi gazal gami….. mitra tu bhagwan thi pan khaas chhe…waah….

  Reply

 5. Mamta’s avatar

  keva jagdaa aapne karta hata yaad karvamay ulaas chhe ane barpan ni ghatnao aapna jeevan no kharo kayas chhe….The same is true for brother and sister..A brother or sister is a gift from God to share your life with….Happy Rakshabandhan!!!!!!!!!!!!!!!You and time with you is always fun….

  Reply

 6. મીના છેડા’s avatar

  મૈત્રીને જીવી શકાય ને વર્ણવી શકાય એ સિદ્ધિ જ ને…

  અત્યંત ઊંચાઈ પર સ્થાન પ્રાપ્ત કરેલ ગઝલ ને સાથે જ શ્વાસમાં પણ અનુભવાતી … ખૂબ સરસ!!!

  Reply

 7. AmiT ShaH’s avatar

  સુપેર્બ્……

  Reply

 8. devika’s avatar

  વિવેકભાઇ,
  મત્લા અને મક્તા બંને સુપર્બ…

  Reply

 9. ઊર્મિ’s avatar

  કેવા ઝઘડા આપણે કરતા હતા,
  યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

  btw, ઉઠવા કરતા પડવામાં વધુ મજા આવી હતી… 😛

  Reply

 10. Lata Hirani’s avatar

  વીતી, વીતે , વીતશે તારા વગર
  એ પળો જીવન નથી, ઉપહાસ છે.

  આ બહુ ગમી….

  Reply

 11. Dr. Hitesh Chauhan’s avatar

  જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,

  આપની આ રચના એ ઘણી યાદો તાજી કરાવી દીધી. જ્યારે મારી મિત્ર ”મન” એ જ મારૂ ઉપનામ વિશ્વાસ આપ્યું હતું…
  આભાર.

  Reply

 12. Maheshchandra Naik’s avatar

  વીતી, વીતે, વીતશે તારા વગર
  એ પળો જીવન નથી, ઉપહાસ છે
  જીવનના ઉતરાર્ધને માણવાનો સરસ ઉપક્રમ ……………….
  અભિનદન અને આભાર……………

  Reply

 13. Pancham Shukla’s avatar

  મૈત્રી દિન નિમિત્તે એક મઝાની ગઝલ.

  Reply

 14. ડૉ.મહેશ રાવલ’s avatar

  વાહ…વિવેકભાઈ,
  પ્રથમ તો(ગયા રવીવારે વીતીગયેલ !) મૈત્રી દિન મુબારક…
  ગઝલ પણ મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાં જેવી સુંદર.
  બન્ને તસ્વીરો પણ ગમી.

  Reply

 15. P Shah’s avatar

  કેવા ઝઘડા આપણે કરતા હતા,
  યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !…

  મૈત્રિના લયમાં સહજ વહેતી સુંદર ગઝલ !

  Reply

 16. Anand’s avatar

  Bhai wah….nice one..

  Reply

 17. સુનીલ શાહ’s avatar

  એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
  એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
  સુંદર મૈત્રી ગઝલ… અભિનંદન.

  Reply

 18. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  અત્ર,તત્ર,સર્વત્ર એ હોતો નથી,ભાઈ!
  જરા યાદ કરોને હાજર.મિત્ર ખાસ છે.

  Reply

 19. vishwajit’s avatar

  હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
  તકલીફોના કાયમી ઉપવાસ છે.

  Reply

 20. manvant patel’s avatar

  દ્aર્િiય્aાa ક્િiન્aાaર્ેe ઊUર્rમ્િiબ્aહ્ેeન્ સ્aાaગ્aર્rન્ેe વ્aહ્aલ્ ક્aર્rત્a જ્ોoઇi ગઘ્aન્ોo અaન્aન્nદ્ તથ્aય્ોo.ત્aન્aન્ેe અaબભ્િiન્aન્nદ્aન્ !

  Reply

 21. મિલિ કમલેશ સોધા’s avatar

  very nice, mane gameyu ke dosti per aatli saras kavita lakhai che.

  Reply

 22. mita’s avatar

  exellent!!!

  Reply

 23. sudhir patel’s avatar

  મૈત્રી-ભાવના વહાવતી સુંદર મુસલસલ ગઝલ!
  સુધીર પટેલ.

  Reply

 24. meenakshi’s avatar

  કેવા ઝઘડા આપણે કરતા હતા,
  યાદ કરવામાંય શો ઉલ્લાસ છે ! આ શએર ખુબ ગમ્યો.

  Reply

 25. nayanshah’s avatar

  very good carry on.

  Reply

 26. Sagar Maru’s avatar

  અરે વિવેક ભાઇ, ખરેખર હ્દય ની લાગણીઓ છલકાવી દે તેવી અદભુત રચના છે હો બાકી…
  આ રચના વચ્યા પછી એવી ઈચ્છા થઇ છે કે તમારી રચના હવે કાયમ વાચવી..

  Reply

 27. Kaushik Nakum’s avatar

  હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
  તકલીફોના કાયમી ઉપવાસ છે.

  ખુબજ ગમી આ ગઝલ…

  Reply

 28. Kaushik Nakum’s avatar

  હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
  તકલીફોના કાયમી ઉપવાસ છે.

  ખુબ જ ગમી આ ગઝલ…

  Reply

 29. વિવેક’s avatar

  આભાર, મિત્રો !

  Reply

 30. Manan Desai’s avatar

  ઇર્શાદ વિવેક અન્કલ!!!!!!!!!!!!!

  Reply

 31. pravin’s avatar

  ખરેખર સરસ …..

  Reply

 32. rajee’s avatar

  શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
  મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

  very true..

  khubj saras..

  Reply

 33. ALPESH PATEL’s avatar

  SO HEARTLI NICE NICE NICE

  Reply

 34. aasifkhan’s avatar

  સુબ-હાન અલ્લાહ વિવેક્ભાઇ,

  Reply

 35. aasifkhan’s avatar

  સુબ હાનલ્લાહ વિવેક્ભાઇ

  Reply

 36. Keyur Desai’s avatar

  Beautiful gift on this friendship day

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *