તરબતર ચાલ્યા…!

P5136867
(કંઈ તમા વગર ચાલ્યા…             …બુશકીલ ફૉલ્સ, પેન્સિલવેનિયા, મે-2011)

*

માર્ગમાં હતી મંઝિલ પણ ઇધરઉધર ચાલ્યા,
રાહબર કે નક્શાની કંઈ તમા વગર ચાલ્યા.

ચાલવું હતું નક્કી, ક્યાંક માપસર ચાલ્યા,
ક્યાંક ઝંખના પેઠે થઈ સટરપટર ચાલ્યા.

અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

ભાગ્ય ને પ્રયત્નો સૌ  હાથમાં હતા કાયમ,
મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા.

આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!

કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૭-૨૦૧૧)

*

P5198415
(એક અકેલા…                  …સાનફ્રાનિસિસ્કો, મે-2011)

 1. મીના છેડા’s avatar

  વાહ!!! મજા આવી ગઈ…

  ભીતર ચાલવાની મસ્તીનો આનંદ તો જે ભીતર ચાલી જાણે એ જ જાણે…. ખૂબ કહી..

  Reply

 2. neerja’s avatar

  simply beautiful. .

  Reply

 3. neerja’s avatar

  simply beautiful. . the ghazal s wel s the picture above. . last sher is a height. . superb. .

  Reply

 4. સંજુ વાળા’s avatar

  સરસ ગઝલ . છેલ્લો શેર ખૂબ સારો . અભિનંદન .

  Reply

 5. Hiral Vyas

  સુંદર

  “અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
  બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.”

  Reply

 6. Rina’s avatar

  ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
  આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

  ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમાં હતા કાયમ,
  મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા….amazing……

  Reply

 7. pragnya’s avatar

  બસ અમે તો તમારિ કવિતા મા તરબરતર થઇ ને ચાલિયા…….

  Reply

 8. urvashi parekh’s avatar

  ખુબજ સરસ રચના,
  ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમા હતા કાયમ,
  ાને અસ્ત્રિબંધ અહેસાસો,સરસ.
  જો કે આખી રચના જ સરસ,કઈ વધુ ગમી તે કહેવુજ અઘરુ છે.

  Reply

 9. Kirtikant Purohit’s avatar

  અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
  બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

  શબ્દોની વર્ષાથી તરબતર કરતી ગઝલ.

  Reply

 10. વિનય ખત્રી’s avatar

  ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
  આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

  વાહ!

  Reply

 11. હિતેષ’s avatar

  અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં …બી થઈ જાશે ,
  મને ઊઠાડવાને માટે મથશે તું , નહીં ઊઠું !
  (ના ના સાહેબ, ઘણું જીવો)
  facebook.com/hitesh.jhala

  Reply

 12. Mukund Desai'MADAD' Surat’s avatar

  સારી કવિતા!

  Reply

 13. devika dhruva’s avatar

  આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
  ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…! મસ્ત મસ્ત….

  Reply

 14. pragnaju’s avatar

  મઝાની ગઝલ
  આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
  ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!

  કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
  આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?
  વાહ્

  Reply

 15. ડૉ.મહેશ રાવલ’s avatar

  સરસ ગઝલ વિવેકભાઈ…
  ભીતર ચાલવાની અભિવ્યક્તિને સલામ.
  જય હો…!

  Reply

 16. Dr Mukur Petrolwala’s avatar

  મસ્તીથી ભીતર ચાલવાના આનંદની મસ્ત ગઝલ

  Reply

 17. સુનીલ શાહ’s avatar

  સાચે જ સુંદર અભિવ્યક્તિ વિવેકભાઈ…
  આ બે શેર વિશેષ ગમ્યા….
  અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
  બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

  ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
  આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

  Reply

 18. અશ્વિન અને મીનાક્ષી’s avatar

  વિવેકભાઈ,

  દરબદર ફરી-ફરીને તરબતર કરી દીધાં…

  Reply

 19. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  હતો નહીં વરસાદ;તોયે ગઝલ તરબતર;જાદુમંતર કરીને ચાલ્યા.

  Reply

 20. Bhulabhai’s avatar

  Very Good Message .

  Reply

 21. sapana’s avatar

  આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
  ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા વાહ વિવેકભાઈ સરસ ગઝલ્….ભીતરની વાત ગંમી
  સપના

  Reply

 22. Sudhir Patel’s avatar

  Enjoyed Third sher of nice Ghazal!
  Sudhir Patel.

  Reply

 23. jitendra bhavsar’s avatar

  વાહ સરસ ….

  Reply

 24. Jayesh’s avatar

  અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
  બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

  અફ્લાતૂન અભિવ્યક્તિ.

  Reply

 25. Mukund Joshi’s avatar

  સુંદર રચના.
  ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
  આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

  ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમાં હતા કાયમ,
  મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા…..ગમ્યુ .

  Reply

 26. vishal’s avatar

  ભાઈ શ્રી હું તમારી કવિતા નામ સાથે ફેસબૂક ઉપર મુકું છુ ……. કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવશો ….. હું નઈ મુકું

  Reply

 27. વિવેક’s avatar

  @ વિશાલ: મારા નામ સાથે અને આ સાઇટની લિન્ક સાથે કવિતા મૂકશો તો મને વાંધો નથી…

  Reply

 28. P Shah’s avatar

  આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?

  સુંદર રચના ! સુંદર અભિવ્યક્તિ !

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *