એક સત્તર વરસની છોકરી

OLYMPUS DIGITAL CAMERA
(સપનાંઓની નોકરી….                                   ….અમેરિકા, મે-૨૦૧૧)

*

આમ તો આ ગીત થોડા દિવસ પહેલાં જ ટહુકો.કોમ પર મૂક્યું હતું પણ બંને સાઇટના ઘણાખરા વાચકો અલગ છે એટલે મારી સાઇટ પર પણ…

*

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી,
સાવ સત્તર વરસની એક છોકરી.

ફેસ એનો ફેસ-બુક પર ઝાઝો વર્તાય અને ઇ-મેલ વધારે ફાવે મેલથી,
છોકરા કે આઇ-પેડના એપ્લિકેશન્સ સાથે રાતદિન એ મસ્તીથી ખેલતી,
કયા પિરિયડમાં મૂવી કે લોચો એની જાણ એને હોય છે આગોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

સપનાંથી ફાસ્ટ ઝીપ…ઝેપ…ઝૂમ ભાગે એવી બાઇકનો છે એને રોમાંચ,
કોલેજના ગાર્ડનમાં એના જ નામના પિરિયડ ચાલે ત્રણથી પાંચ,
પાર્કિંગના બાઇક બધા કરે છે વેઇટ, કોના નામની છે આજે કંકોતરી ?
સાવ સત્તર વરસની એક છોકરી.

એની એક ટ્વિટને ફોલૉ કરવા માટે આખ્ખીયે કોલેજ તૈયાર,
એના એક સ્માઇલનું ગૂગલ કરો તો પાનાંઓ ખુલશે હજાર,
સીડી મળે તો એ ઊલટી કરીને પહેલાં ફેસ જોઈ લે છે જરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(જિંદગી ! તારું બીજું નામ આ….                        ….અમેરિકા, મે-૨૦૧૧)

24 thoughts on “એક સત્તર વરસની છોકરી

 1. sundar photograph!!!!!!!!!!!
  એક સત્તર વરસની છોકરી
  એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી,
  સાવ સત્તર વરસની એક છોકરી…… too good!!!

  કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
  ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
  હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
  સાવ સત્તર વરસની એક છોકરી….. sundar panktio………

 2. કાવ્ય માટે કૈ લખુ એટ્લુ ગજુ નથેી પણ ફોટો જોઇને જરુર કાવ્ય્મય થૈ જવાયું……….

 3. sir aakhuye geet j mast banyu chhe….abhinandan..aapni kavitao manvani jetli maja pade chhe etli j maja aap je fotographs muko chho ae manvani aave chhe…thanx….

 4. અલ્લડ મદમસ્ત કાવ્ય

  ભલે સપનાથી ફાસ્ટ ભાગે એવી બાઇકનો છોકરીને રોમાન્ચ હોય પણ એના હૈયા પર ‘સમજણ’ને કોતરીને વધુ સુન્દર નકશીકામ કર્યુ..

  લતા

 5. એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
  એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી…

  સુન્દર અલ્લડ કાવ્ય,…. કાવ્ય્મય ફોટો,………ફોટોમય જિંદગી……… !

 6. chehrro j etlo sundar aapyo 6 khuda e, ke kaavya eni jate j prakhyat banya vagar na rahi sake.

  vaah re.. tamaru kaavya manvani kharekhar bahu j maza aavi.

 7. કાવ્ય અને ફોટો બન્ને ખરેખર ૧૭ વર્ષના જ લાગે છે, નિર્દોષતા અને અલ્લડતાથી ભરપૂર ….

 8. કોને બિર્દાવુ…? સુન્દર ગેીત ને…..સુન્દર ફોટા ને….કે તસ્વેીરકાર ને…..?બધુ જ ખુબ જ સુન્દર્….!ખુબ જ ગમ્યુ….!!!!!!!!!!!!!!!!!!

 9. કાવ્ય તો બીરદાવવા જેવુ છે જ , ફોટો પણ પણ ખરેખર સુંદર પણ ૧૭ વરસની કન્યા જોઇ ને તો એવું લાગે કે આને જોઇને જ કવિતા સ્ફુરી છે !
  માફ કરજો પણ છોકરી ને નોકરી નો પ્રાસ ક્રુત્રિમ લાગ્યો.

 10. મિત્રો,

  મારી સાઇટ પર પ્રતિભાવ આપતી વખતે સોરી કે માફ કરજો એવું કહેવાનું જ ન હોય… કવિતા વાંચીને જે પ્રતિક્રિયા આપના મનમાં જન્મે એ એવી ને એવી આપ જણાવી શકો છે… સાચી ટિપ્પણી જ મારા સાચા શિક્ષક છે અને હું આપ સહુની લાગણીઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું…

  આભાર!!

 11. bike,college, twitter ane google na madmast vayra same samjan ni chhatri muki ne ek khoob saras sandesho aapyo chhe. congrats……keep it up dear vivekbhai…..

 12. મ ને તો એ ગ્ મ્યુ કે આપ્ ણુ કઇક હોવુ જોઈ એ. સ્ ર્ સ કવિતા

 13. બ હુ સ્ર ર સ્ સુર ત નુ ના મ રો શ ન ક્ર્યુ

 14. very nice gajal for you rb wrote so your site will be check to all my friend to request for all gujarati people
  very nice …………………….

Comments are closed.