ઇચ્છા અધૂરી છે


(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)

*

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.

તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

વિવેક મનહર ટેલર
(ફિતરત=સ્વભાવ, પ્રકૃતિ. ફિતૂરી=બળવાખોર)

36 thoughts on “ઇચ્છા અધૂરી છે

  1. સુંદર ગઝલ…

    પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

    આ શેર શિરમોર લાગ્યો!!

    એકદમ સાચી વાત…
    અધૂરી ઇચ્છા જો પૂરી થઇ જાય તો એની કોઇ કિંમત જ ન રહે!

  2. વિવેક્ભાઈ,
    નવ વર્ષની સુંદર શરૂઆત.

    આખું વર્ષ આમ જ જાય એ જ અપેક્ષા,

    પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

  3. ખરેખર મજા આવી…!!

    પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

    આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
    પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

  4. વિવેક

    છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
    મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.

    આ તે કેવી મજબૂરી???

    એક છતની નીચે રહેવું એને જ શું કહેવાય સાથે રહેવું???

    મીના

  5. Yeap, thats true

    મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
    દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

    New year resolution!! Awsome creation

  6. તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
    જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

    Correct!!………Need 4 the need!

  7. બહુ જ સરસ વિચાર.
    મનોજ ખંડેરીયા યાદ આવી ગયા

    જ્યાં પહોંચવા જિંદગી આખી પસાર થાય
    ત્યાં પહોંચતાં જ મન પાછું ફરે …. એમ પણ બને.

  8. Bahuj Saras, photo ane kavita, sathej kahun chhu ke, tame lakho chho khub j saras

    keep it up
    pankaj gandhi surat

  9. આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
    પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

    શ્રદ્ધા ને સરસ વણી…

    પરંતુ આપના અધુરા ઓરતા જટ પુરા થાય એવી આશ…

  10. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

    Dear viv,

    keep me calling ……for the works!

  11. તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
    જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

  12. snehi vivekbhai ,
    bahot khoob ,
    poori jo thai jashe … sher uttam chhe . jivan ni philosophyne tame sher ma sari rite vani lo chho .
    satheno photograph pan jane ek kavita!!
    – sanjay pandya

  13. વિવેક,
    પહેલી પંક્તી માં ‘મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે’આ કંઈક બરોબર ન લાગ્યું. સામાન્ય રીતે ‘ઈચ્છા ઢબૂરી’ એવું વાંચ્યુ કે સાંભળ્યુ છે પણ તમારી લીટી સાથે મેળ નથી ખાતો.

  14. how do u findout such a great words from Gujarati.
    your rethem for sequel is very nice and i m very much exiting to read such a wonderful poem.

    KETUL PATEL

  15. બસ એટલે તો જીંદગી જીવી ગયો
    ઈચ્છા હજી તો જીવતી’તી દિલ મહીં…..
    કાં રંગના ચડતે ચેતન હાથ પર
    આજે મહેંદી સાથ દિલ પીસ્યૂં છે મેં……..
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  16. Heart touching,

    Self identification in all phrases.

    છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
    મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.

    મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
    ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.

    I liked this two very much.

    Hiral

  17. સાથે જીવવાની ઈચ્છામાં કેટલું બધું જીરવવું પડે છે.

    ગઝલ ખરેખર સરસ છે.

  18. મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
    ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે

    classical wordsssssssssssssssssssssssssssssss

  19. ખરેખર મજા આવી…!!

    પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

    yes v.good,જો ઈચ્છા પૂરી થય તો ઈચ્છાનિ કિંમત ?????

    હેમન્ત વૈદ્ય

  20. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

  21. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
    કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.વાહ્…

    મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
    ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.ગમ્યુ.

    તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
    જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.ખુબ જ સુન્દર ભાવ્

Leave a Reply to hiral Cancel reply

Your email address will not be published. Required fields are marked *