(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.
આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.
મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.
તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.
વિવેક મનહર ટેલર
(ફિતરત=સ્વભાવ, પ્રકૃતિ. ફિતૂરી=બળવાખોર)
31 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/115/trackback/
January 4, 2007 at 12:13 am
UrmiSaagar
સુંદર ગઝલ…
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
આ શેર શિરમોર લાગ્યો!!
એકદમ સાચી વાત…
અધૂરી ઇચ્છા જો પૂરી થઇ જાય તો એની કોઇ કિંમત જ ન રહે!
January 4, 2007 at 11:35 am
Chetan Framewala
વિવેક્ભાઈ,
નવ વર્ષની સુંદર શરૂઆત.
આખું વર્ષ આમ જ જાય એ જ અપેક્ષા,
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
January 4, 2007 at 11:40 am
Jayshree
ખરેખર મજા આવી…!!
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.
January 4, 2007 at 11:11 pm
મીના
વિવેક
છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.
આ તે કેવી મજબૂરી???
એક છતની નીચે રહેવું એને જ શું કહેવાય સાથે રહેવું???
મીના
January 5, 2007 at 8:06 pm
Neha
Yeap, thats true
મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.
New year resolution!! Awsome creation
January 5, 2007 at 8:41 pm
Gautam
તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.
Correct!!………Need 4 the need!
January 5, 2007 at 9:27 pm
Suresh Jani
બહુ જ સરસ વિચાર.
મનોજ ખંડેરીયા યાદ આવી ગયા
જ્યાં પહોંચવા જિંદગી આખી પસાર થાય
ત્યાં પહોંચતાં જ મન પાછું ફરે …. એમ પણ બને.
January 5, 2007 at 9:51 pm
Dr. Pankaj Gandhi
Bahuj Saras, photo ane kavita, sathej kahun chhu ke, tame lakho chho khub j saras
keep it up
pankaj gandhi surat
January 5, 2007 at 10:47 pm
અમિત પિસાવાડિયા
આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.
શ્રદ્ધા ને સરસ વણી…
પરંતુ આપના અધુરા ઓરતા જટ પુરા થાય એવી આશ…
January 6, 2007 at 2:22 am
Himanshu Bhatt
Vivekbhai
Awesome shers on “iccha” and “shabd”! Keep it up…
January 6, 2007 at 9:23 am
Manish
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
Dear viv,
keep me calling ……for the works!
January 6, 2007 at 1:16 pm
mukesh
તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.
January 6, 2007 at 3:18 pm
sanjay pandya
snehi vivekbhai ,
bahot khoob ,
poori jo thai jashe … sher uttam chhe . jivan ni philosophyne tame sher ma sari rite vani lo chho .
satheno photograph pan jane ek kavita!!
- sanjay pandya
January 6, 2007 at 7:07 pm
pari
its wondarfull dr vivek……… i hv no words to say paro
January 6, 2007 at 7:51 pm
Ramesh Shah
વિવેક,
પહેલી પંક્તી માં ‘મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે’આ કંઈક બરોબર ન લાગ્યું. સામાન્ય રીતે ‘ઈચ્છા ઢબૂરી’ એવું વાંચ્યુ કે સાંભળ્યુ છે પણ તમારી લીટી સાથે મેળ નથી ખાતો.
January 6, 2007 at 11:17 pm
hiral
Realy nice poem…..
“Sabd and Svash” tamri sathe jivan bhar jodayela rahe tevi prathana
January 8, 2007 at 10:36 am
sunil k s rohilla
Dear Vivek
i am sunil rohilla. i work here in IIT Delhi. may i know about you.
sksrohilla
January 8, 2007 at 11:05 am
KETUL
how do u findout such a great words from Gujarati.
your rethem for sequel is very nice and i m very much exiting to read such a wonderful poem.
KETUL PATEL
January 8, 2007 at 1:15 pm
avani
very nice
January 8, 2007 at 3:20 pm
MK
gooooooood 1.
January 8, 2007 at 6:50 pm
Chetan Framewala
બસ એટલે તો જીંદગી જીવી ગયો
ઈચ્છા હજી તો જીવતી’તી દિલ મહીં…..
કાં રંગના ચડતે ચેતન હાથ પર
આજે મહેંદી સાથ દિલ પીસ્યૂં છે મેં……..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
January 9, 2007 at 3:57 pm
Neela Kadakia
congratulation Vivekbhai
January 10, 2007 at 9:08 pm
Hiral
Heart touching,
Self identification in all phrases.
છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.
મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.
I liked this two very much.
Hiral
January 18, 2007 at 5:56 pm
girish barot
Jay jay garvi gujarat
January 21, 2007 at 10:16 pm
ANITA
સાથે જીવવાની ઈચ્છામાં કેટલું બધું જીરવવું પડે છે.
ગઝલ ખરેખર સરસ છે.
February 4, 2007 at 8:46 pm
Rakes Rathwa
very good
and special thanks.
April 8, 2007 at 1:56 pm
Kunal
Aa Gazal khubj saras che. Ichchha adhuri che vali Line kharelhar jabar jast che.
April 12, 2007 at 4:09 pm
dipak
really excellent work sir,,i m tributin u sir………………
by your fan dipakkk
April 12, 2007 at 4:10 pm
dipak
મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે
classical wordsssssssssssssssssssssssssssssss
April 12, 2007 at 4:11 pm
dipak
you have no bounds sir,,,,
incrediable man ……..
gujarati solute……….
May 4, 2008 at 1:40 pm
hemant vaidya
ખરેખર મજા આવી…!!
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
yes v.good,જો ઈચ્છા પૂરી થય તો ઈચ્છાનિ કિંમત ?????
હેમન્ત વૈદ્ય