(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.
આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.
મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.
તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.
-
વિવેક
છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.આ તે કેવી મજબૂરી???
એક છતની નીચે રહેવું એને જ શું કહેવાય સાથે રહેવું???
મીના
-
તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.Correct!!………Need 4 the need!
-
બહુ જ સરસ વિચાર.
મનોજ ખંડેરીયા યાદ આવી ગયાજ્યાં પહોંચવા જિંદગી આખી પસાર થાય
ત્યાં પહોંચતાં જ મન પાછું ફરે …. એમ પણ બને. -
Bahuj Saras, photo ane kavita, sathej kahun chhu ke, tame lakho chho khub j saras
keep it up
pankaj gandhi surat -
Vivekbhai
Awesome shers on “iccha” and “shabd”! Keep it up…
-
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.Dear viv,
keep me calling ……for the works!
-
તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે. -
snehi vivekbhai ,
bahot khoob ,
poori jo thai jashe … sher uttam chhe . jivan ni philosophyne tame sher ma sari rite vani lo chho .
satheno photograph pan jane ek kavita!!
- sanjay pandya -
its wondarfull dr vivek……… i hv no words to say paro
-
વિવેક,
પહેલી પંક્તી માં ‘મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે’આ કંઈક બરોબર ન લાગ્યું. સામાન્ય રીતે ‘ઈચ્છા ઢબૂરી’ એવું વાંચ્યુ કે સાંભળ્યુ છે પણ તમારી લીટી સાથે મેળ નથી ખાતો. -
Realy nice poem…..
“Sabd and Svash” tamri sathe jivan bhar jodayela rahe tevi prathana
-
Dear Vivek
i am sunil rohilla. i work here in IIT Delhi. may i know about you.
sksrohilla
-
how do u findout such a great words from Gujarati.
your rethem for sequel is very nice and i m very much exiting to read such a wonderful poem.KETUL PATEL
-
very nice
-
gooooooood 1.
-
Heart touching,
Self identification in all phrases.
છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.I liked this two very much.
Hiral
-
Jay jay garvi gujarat
-
સાથે જીવવાની ઈચ્છામાં કેટલું બધું જીરવવું પડે છે.
ગઝલ ખરેખર સરસ છે.
-
very good
and special thanks.
-
Aa Gazal khubj saras che. Ichchha adhuri che vali Line kharelhar jabar jast che.


32 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/115/trackback