અબોલા

PB068348
(एक अकेला….      …જિયા ભોરોલી નદી, નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)

*

આપણું આ હોવું એ બે પળની વાતો ને વાતોના હોય નહીં ટોળા
પછી શાને લીધા તે અબોલા ?

વહેતા પાણીના પગે ઠોકર વાગીને
એ તો ખીલે બંધાઈ થયું લીલ,
મોઢું વકાસીને બેઠેલા ભીતરના
પડછાયા એમાં તું ઝીલ,
લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
સાવ અમીટ લકીર છે અબોલા ?

સન્નાટાની બાણશય્યા પર પોઢીને
સપનાંઓ મૂંગું કરાંજે,
વાતનો ઉજાસ લઈ ઉગે એ સૂરજ
રાતની આંખોમાં કોણ આંજે?
ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
આવા આકરા તે હોય શું અબોલા ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૧)

*

PB057861
(એકલવાયું….                            …નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)

28 thoughts on “અબોલા

 1. લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
  સાવ અમીટ લકીર છે અબોલા ?

  અબોલાની સાથે જ વણાઈ જતી એકલતાની વેદના………

 2. વાહ….વહેતા પાણીના પગે ઠોકર વાગીને
  એ તો ખીલે બંધાઈ થયું લીલ,
  મોઢું વકાસીને બેઠેલા ભીતરના
  પડછાયા એમાં તું ઝીલ……
  superb lines, sir….

 3. આવા આકરા તે હોય શું અબોલા ?? વાહ્ !વાહ્ કવિ ધન્ય થૈ ગયા……….

 4. વહેતા પાણીના પગે ઠોકર વાગીને
  એ તો ખીલે બંધાઈ થયું લીલ,
  મોઢું વકાસીને બેઠેલા ભીતરના
  પડછાયા એમાં તું ઝીલ,
  લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
  સાવ અમીટ લકીર છે અબોલા …એક્દુમ મસ્ત્

 5. જયારે સબંધનો અંત આવે છે ત્યારે
  તેંના અંત કરતાં વધુ વસમું છે..
  સાવ અજાણ્યા બની જવાનું…
  જેના વિશે વિચારતા કે
  આપણે એના સિવાય નહિં જીવી શકીએ…
  Good

 6. ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
  વાહ!

 7. અળખામણા અબોલાને પાટણના મોંઘા પટોળાની સમકક્ષ મુકીને તો અબોલાનુ ય મુલ્ય વધારી દીધુ.
  હવે તો રીઝવતાય ભારે પડશે.

 8. શબ્દોને વાચા આપી, હોઠો પર સ્મિત લાવી,
  છોડો હવે આ અબોલા!!

 9. આખુંય ગીત અદ્વીતીય છે ,આન્ંદ આન્ંદ.

  રમેશ પટેલ્
  પ્રેમોર્મિ

 10. સન્નાટાની બાણશય્યા પર પોઢીને
  સપનાંઓ મૂંગું કરાંજે,

  ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
  આવા આકરા તે હોય શું અબોલા ?
  too good …really beautiful … superb!

 11. વહેતા પાણીના પગે ઠોકર વાગીને
  એ તો ખીલે બંધાઈ થયું લીલ,
  મોઢું વકાસીને બેઠેલા ભીતરના
  પડછાયા એમાં તું ઝીલ,

  khub j marmik ane sundar rachna…

 12. man ane dil na abola tute tyrej avi rachna nu sajan thay…….khub saras rachana dear vivekbhai……..

 13. વોહ ચૂપ રહે તોહ મેરે દિલ કે દાગ જલતે હૈ….

Comments are closed.