શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક

30 thoughts on “શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

 1. વ્હાલા વિવેકને….
  આ બ્લોગ જગતની સફરની પ્રથમ વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક હો…..
  છૂના હૈ આકાશ…..

  -વૈશાલી

  *****

  વ્હાલા પપ્પાને….
  ખૂબ ખૂબ અભિનંદન….
  પ્યાર… બેસુમાર….
  -સ્વયમ્

 2. વ્હાલા વિવેકભાઇ….
  Happy Birthday…….
  અંતરપૂર્વકની શુભેચ્છાઓ….
  ખૂબ ખૂબ અભિનંદન…!!
  Wish You Many Many Happy Returns of the Day..

  તમારો પ્રથમ ગઝલ-સંગ્રહ પ્રકાશિત થાય, ત્યારે સૌથી પહેલો ઓટોગ્રાફ મારો હોં…!!

  અને એ શમણું ખૂબ જલ્દી સાકાર થાય એ માટે Good Luck..!!!

 3. નવા રૂપ જોઇ બહુ જ આનંદ થયો. અભિનંદન અને આશિષ…

 4. Dear Vivekbhai,

  Congratulations for the first birthday of your website. You get an A grade for the creativity and artistic presentation of the material. I am very happy that you took the initiative to start this blog. With best wishes for a continued progress of your poetry.

  With best wishes, warmest regards and many thanks,

  Yours truly,

  Dinesh O. Shah
  Director, Center for Surface Science and Engineering
  University of Florida, Gainesville, FL USA 32611

 5. Respected Sir ,

  i read ur all poems and gazals and all are really amazing… u having succh a innocent thoughts and such a very very holly thoughts.. even after reading your poems i dont having any word … right now i m thinking wht to say…. till now in my life i read so many poems and somany gazals but the feelings in ur poem and gazal are very very lovable which already touch my heart…

  Best luck
  Congratulation…

  Your wellwisher
  Dev Patel

 6. Many many congratulations Vivekbhai for achieving first milestone – consistency and perseverense for one complete year! Keep the same passion and dedication; and the world is yours.

 7. સ્નેહી વિવેકભાઇ,
  ‘શબ્દો છે શ્વાસ મારા’ ને અને તમને મારાં હાર્દીક અભિનંદન. તમારાં બ્લોગ મારફતે મને પ ઘણી પ્રેરણા મળી. કવિતા, ગઝલ કે કોઈ સુંદર છબી જોવાં માટે હું હમેશા તલપાપડ હોંએ છું.
  સૂરત માં આવેલી રેલ વખતે તમે આપેલી માહીતિ માટે ખૂબ ખૂબ આભાર. રાંદેર મારૂં જન્મસ્થાન અને સૂરત જવાનું ઘણીવાર થતું એટલે તમારી ઈમૈલ કે પછી બ્લોગ પર ની કોઈ રચના મને મારાં સૂરત-રાંદેરમાં ગાળેલાં દિવસો યાદ આવી જતાં અને સાથે સાથે ચોક પાસે તાપી નદીનાં સાન્નિધ્યમાં પોંક, લીંબુમરીની સેવ અને રતાળુના ભજિયા ખાવાંની મજા પણ. ‘શબ્દો છે શ્વાસ મારા’ સનાતન બની મારાં જેવાં હજારોં નિશાળિયાઓ માટ હરહમેંશ પ્રેરણારુપ બની પ્રકાશ ફેલાયા કરે એવી અભિલાષાઓ સાથે – જય

 8. વિવેકભાઈ, સુંદર રચનાઓના બ્લોગનું સુંદર આવરણ પણ ખૂબ જ શોભી રહ્યું છે. જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

 9. યાર વિવેક,

  છાતી ફુલાવીને ભરે ગઝલ નો ગ્રંથ તું,
  વિસ્મયની વાત શું? …………………
  ………………… શબ્દો છે શ્વાસ તારા!

  બ્લોગના જન્મદિનની ખૂબ શુભકામનાઓ. .

 10. પ્રિય મિત્ર વિવેક, ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ!!

  તમારા શબ્દોનો આ રસ્તો વધુ ને વધુ સમૃધ્ધ થતો રહે એવી અંતરની શુભકામનાઓ !
  વળી, તમારા શબ્દોનાં આ શ્વાસોને નવાં સ્વરૂપે સ્પર્શવાનો આનંદ પણ ખૂબ જ અનેરો હશે… હંમેશ મુજબ! જયશ્રીની જેમ મને પણ તમારા ‘શબ્દો છે શ્વાસ મારા’ ગઝલ-સંગ્રહનો ઇંતઝાર રહેશે…

  “આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે”- તમારી આ વાત તો મારે માટે પણ એકદમ સત્ય છે હોં!!

  ઊર્મિસાગર

 11. વિવેકભાઈ,
  આપના આ સુંદર બ્લોગનાં પ્રથમ જન્મદિનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 12. Dear Vivek,
  Congratulations on reaching the first step of a journey of thousnad miles. It was really interesting reading your all creations during this last year. We wish you all the best for the future.

 13. વિવેક,

  આપથી પ્રેરાઇને આપણા દેશ-વિદેશમા રહેતા ભાઇ-બહેનો વેબના વિશ્વમા પા પા પગલી માંડી શકશે.

  પ્રથમ જન્મદિનને ખૂબ ખૂબ અભિનંદન

  કલ્પેશ (મુંબઇ)

 14. ભાઇશ્રી વિવેક,

  ‘શબ્દો છે શ્વાસ મારા’ બ્લોગ ની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે મારાં હાર્દીક અભિનંદન. ગુજરાતી કાવ્યો, ગઝલો અને રચનાઓને બ્લોગ સ્વરૂપે નેટ ઉપર પ્રકાશિત કરીને ગુજરાતી ભાષાને વિશ્વભરમાં પ્રસિધ્ધી અપાવવાનો યશ આપને જાય છે.

  બ્લોગના નવા ક્લેવર માટે પણ અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.

  પ્રશાંત પંડ્યા

 15. Congratulations, Dr Vivek! Greatly pleased to see your Blog in the new form. I have all high appreciation for your creation, my young friend! All good wishes! … Harish Dave Ahmedabad

 16. અભિનંદન વિવેકભાઈ,

  શ્વાસમાં શબ્દો ભરી ને નીકળ્યો
  તું ગઝલ-દુનિયા લઈ ને નીકળ્યો
  જન્મ દિનની હો શુભેચ્છા સેંકડો,
  જડ ને તું ચેતન કરીને નીકળ્યો.

  ગુજરાતી વેબ જગત ના સર્વ પ્રથમ સ્વ-રચિત કાવ્ય સંગ્રહ ને પ્રથમ જન્મ દિને ખુબ- ખુબ અભિનંદન. વેબ પર પ્રકાશિત કાવ્યો પુષ્તક સ્વરૂપે નવ વર્ષ ૨૦૦૭ માં જ પ્રકાશિત થાય એજ પ્રતિક્ષા સહ,

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 17. વિવેકભાઇ,

  આપના બ્લૉગ ને પહેલી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

  આપનું આ બ્લૉગકર્મ મારે માટે હંમેશા પ્રેરણાસ્રોત રહ્યું છે. આપનો બ્લૉગ જોયા પછી જ મને મારો બ્લૉગ બનાવવાની પ્રેરણા મળી. આપના લેખ વાંચીને હું ગઝલ અંગે ઘણુ બધુ શીખ્યો (અલબત્ત એ કાવ્યસૂર ઉપર હતા)આપના કેટલાક પ્રયોગો જોઇને એવા પ્રયોગો કરી જોવાની પ્રેરણા મળી જેમકે આપની આદ્યાંતે રદીફની ગઝલ વાંચીને મેં પણ એ પ્રકારનું કંઇક લખવાનો પ્રયાસ કર્યો. એક વેશ્યાની ગઝલ વાંચ્યા બાદ એ વિષયને અડવાનો મેં પણ પ્રયત્ન કર્યો છે.

  આપનો બ્લૉગ આવનારા નવા વર્ષે પણ અમને સુંદર કવિતાઓ વાંચવાનો લહાવો આપતો રહેશે અને હંમેશની માફક અવિરત પ્રેરણાનો સ્રોત બની રહેશે એવી આશા રાખુ છું.

  હેમંત પુણેકર

 18. ઈ-મેઈલ દ્વારા કે આ બ્લૉગ ઉપર શુભેચ્છા સંદેશ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપની શુભેચ્છા એ મારા ખભા પર વધેલી જવાબદારીનો બોજો છે એ સમજવાની અને નિભાવવાની કોશિશ કરીશ… આભાર !

 19. Dear Vivekbhai,

  Congratulations !! On the first birthday of your blog.

  I would like to appreciate your consistency.
  Wish success journey with digital words continue for forthcoming years.
  you can find more oxygen though words…

  Neha

 20. ”Apanaa haatha Jagannaatha”
  Sundartam blog.
  Rajatchandrak labdhi badal hardik abhinadan.
  Total 53 ”Jayshree” jetalaa.
  Aap pan #1.
  Aapanaa hrudayni urmioni prashansaa maate shabdo ochhaa pade……….Wah……Wah………Wah……
  Shabdoni varshaa varasati rahe.
  AABHAAR.

 21. વિવેક ભાઇ,
  ‘શબ્દો છે શ્વાસ મારા’ એ અમારા શ્વાસોમા અમીટ સ્થાન જમાવ્યુ છે. ખૂબ ખૂબ અભિનન્દન સાથે વર્ષાભિનન્દન.

 22. Dear Vivekbhai,

  Congratulations to you and your family whose love, support and encouragement must have played important role in acheiving this milestone. May the blessings of Ma Saraswati be always with you and your creativity blossom in the years to come.

 23. Dear…Vivek Sir…H R U..??

  Congratulations for the first birthday of your website.With best wishes for a continued progress of your poetry.
  i read ur many poems n gazals…..i like it….ur poem and gazal are very very lovable which already touch my heart……Sir.

  Hearty congratulation and best wishes…thx..be my friend..

  tc..bye..with love.

  Your wellwisher,
  Pinky or Ashu…

 24. સહ યાત્રી શ્રી વિવેકભાઇ,

  ખૂબ ખૂબ અભિનન્દન સાથે વિક્રમના ૨૦૬૫ના નુતન વર્ષાભિનન્દન.

  જિતુભાઇ શાહ્

 25. વિવેક્ભાઇ…. આ તમારી વેબ સાઇટ મને અચાનક મલી ગઇ. ખુબજ આનન્દ થયો.હુ પણ ગુજ્રરાતી છુ.મહેસાણા જીલ્લા નો વતની છુ.અત્યારે અમેરીકા મા છુ.કઇક ગુજ્રરાતી વાચન મલી જાય્…. તમારા તરફ થી રણ મા મીઠી વીરડી મલી ગઇ….. ખુબ ખુબ આભાર

  મલવા જોગ લાગુ તો મારુ ઇ મેઇલ છે

Comments are closed.