સૈં જી આ તારા ઉજાગરા…

P5188215
(સૈં જી આ તારા ઉજાગરા… ..અમેરિકાની ગલીઓમાં)

*

જોયા જોવાય નહીં, વેઠ્યા વેઠાય નહીં, સૈં જી આ તારા ઉજાગરા,
તારા તારા ને તોય લાગે આકરા.

આંખ્યુંના તેલ બાળી વાંચે તું રાત રાત,
દાક્તર બને કે થશે બાબુ;
ઓળો થઈ જ્યોતનો હું જાગું છું સાથ સાથ,
હૈયાને કેમ કરું કાબૂ ?
એકલદોકલને તો સમજાવી દઈએ, લાખો અરમાન ક્યાં ટપારવા?
સૈં જી આ તારા ઉજાગરા.

થઈને હું ચા પડી ટેબલ પર તારા,
તું ચોપડીના પાનાંમાં ગાયબ;
જામી છે કેટલીય તરી ઝુરાપાની
કપનેય થાય છે અજાયબ !
એક ચુસ્કીની રાહમાં ઠંડા પડે છે મારા તન-મનના યુગયુગના આફરા.
સૈં જી આ તારા ઉજાગરા.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૬-૨૦૧૧)

*

P5239528
(આથમતી સાંજના ઓછાયા…                     …એરિઝોના, અમેરિકા)

18 thoughts on “સૈં જી આ તારા ઉજાગરા…

  1. દોસ્ત આ રચના મને ખરેખર બહુ ગમી.
    કારણ …

    રચનામા રૂપકનુ સંયોજન બહુ સુંદર થયુ છે.
    “ ઓળો થઈ જ્યોતનો હું જાગું છું સાથ સાથ,………..”
    “થઈને હું ચા પડી ટેબલ પર તારા, તું ચોપડીના પાનાંમાં ગાયબ;”

    આ પ્રકારનુ સંયોજન ગુલઝારના કાવ્યો/ ગઝલોમા હોય છે ..

    જેમ કે

    “ હમને દેખી હૈ ઉન આંખોકી મહેકતી ખુશ્બુ….

    “તુમ્હારી લૌ કો પકડકે જલનેકી આરઝુમે,
    જબ અપને હી આપ સે લીપટકે સુલગ રહા થા”…..

    જેમા કવી પોતે કોઇ રૂપકમા ઓતપ્રોત થઇ જાય છે,
    અને જે એકાકારની અનુભુતી થાય છે,
    એ અનુભુતી આજે આ ગીતમા થાય છે.

  2. થઈને હું ચા પડી ટેબલ પર તારા,
    તું ચોપડીના પાનાંમાં ગાયબ;
    જામી છે કેટલીય તરી ઝુરાપાની
    કપનેય થાય છે અજાયબ !

    – સરસ !

  3. આંખ્યુંના તેલ બાળી વાંચે તું રાત રાત,
    દાક્તર બને કે થશે બાબુ;
    ઓળો થઈ જ્યોતનો હું જાગું છું સાથ સાથ,
    હૈયાને કેમ કરું કાબૂ ?
    એકલદોકલને તો સમજાવી દઈએ, લાખો અરમાન ક્યાં ટપારવા?
    સૈં જી આ તારા ઉજાગરા.

    – ખરેખર બહુ સરસ ……..!

  4. ……….

    થઈને હું ચા પડી ટેબલ પર તારા,
    તું ચોપડીના પાનાંમાં ગાયબ;
    જામી છે કેટલીય તરી ઝુરાપાની
    કપનેય થાય છે અજાયબ !
    એક ચુસ્કીની રાહમાં ઠંડા પડે છે મારા તન-મનના યુગયુગના આફરા.
    સૈં જી આ તારા ઉજાગરા.

    ખૂબ સરસ… – જામી છે કેટલીય તરી ઝુરાપાની – વાહ!!!

  5. આથમતી સાંજના ઓછાયા…

    છબી ખૂબ જ સરસ રીતે પ્રત્યક્ષ થઈ છે…

  6. થઈને હું ચા પડી ટેબલ પર તારા,
    તું ચોપડીના પાનાંમાં ગાયબ;
    જામી છે કેટલીય તરી ઝુરાપાની
    કપનેય થાય છે અજાયબ !

    Greate on Vivek.

  7. સૈં જી ના ઉજારગરાની જોડે જોડે જાગતી જ્યોતનો ઓળો ,
    ચા ના ટેબલ પર ઝુરાપાની તરી,
    તન-મનના યુગ યુગના આફરા !
    સૈં જી ને ય લાગે આ ઉજાગરા કેવા આકરા ?

  8. સરસ , લયબદ્ધ પ્રવાહિત લાગણી.
    અંતિમ બંધમાં, એક ચુસ્કીની……..તન-મનના યુગયુગનાં આફરા- ખૂબજ સૂચક અને નાવિન્યસભર વાત લાવ્યા છો કવિ…!
    ગમ્યું.

  9. જામી છે કેટલીય તરી ઝુરાપાની
    કપનેય થાય છે અજાયબ !
    એક ચુસ્કીની રાહમાં ઠંડા પડે છે મારા તન-મનના યુગયુગના આફરા.

    રોજ-બ-રોજની એક સામાન્ય હકીકત બહુજ સહજ અને સચોટ રીતે એક ગહન વિચાર રજુ કરે છે. ખુબ સરસ.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *