મુશળધાર કરી દે…

OLYMPUS DIGITAL CAMERA
(અદા….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

*

પળની હો પળોજણ તો તું પળવાર કરી દે,
તાણીને ન એ વાત લગાતાર કરી દે.

તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
છો કામ પતે એ પછી તકરાર કરી દે.

સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

જે વાર મરણતોલ હતો એને શી રીતે,
આ મન પછી હોવાતણો આધાર કરી દે !

જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગૂફ્તગુ….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

31 thoughts on “મુશળધાર કરી દે…

  1. તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
    દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

    Very Beautiful lines

  2. જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
    મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે……

    ઘણા અર્થો થઇ શકે આ શેરના તો..વાહ..

  3. મસ્ત દઝલ

    જે વાર મરણતોલ હતો એને શી રીતે,
    આ મન પછી હોવાતણો આધાર કરી દે !

    વાહ્

  4. તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
    દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

    awesome thought….

  5. સરસ!
    મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
    યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
    ઉમદા પ્રેમ!

  6. વાહ વિવેકભાઈ….
    માતબર કાફિયા અને અવકાશથી ભરપૂર રદિફનું અફલાતુન સાયુજ્ય સધાયું અને નખશિખ ગઝલયતથી તરબતર ગઝલ બની…
    -અભિનંદન.

  7. મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
    યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

    વાહ !!!
    ખુબ જ સરસ અભિનંદન.

  8. વાહ! સરસ સુંદર ગઝલ કહી છે.
    “જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
    મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.”
    પંક્તિઓ ખૂબજ ગમી.

  9. Vivekbhai, you always create wonders…just with the words ! but I specially liked these lines…..

    મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
    યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

    જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
    છો કામ પતે એ પછી તકરાર કરી દે……. beautiful.

  10. ઘણા લાંબા અંતરાલ પછી આપના ઓરિજીનલ મિજાજમાં આપની ગઝલ માણવા મળી.

    સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
    આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

    શેરમાં ‘ઉસ’ શબ્દ ઉડીને આંખે વળગે છે.
    બાકીના બધા જ શેર પણ લા-જવાબ છે

  11. એમને પૂછો જે રહે છે પિતા વિના …
    કેમ રહેવાય છે ઘર માં છત વિના ….
    .- અણનમ and happy fathers day to all

  12. વિવેક ભાઈ મને ગઝ્લ નો શોખ અને થોડૉ લખ્વાનો પન મને આ લઘુ -ગુરુ મગજ મ જ નથિ બેસ્ત સુ આ બધુ ખ્રેખર એત્લુ બધુ અઘરુ ચ્હે ..આપ્નાપ્રતિભાવ નિ રાહ જોઇસ …..

  13. પ્રિય કેતનભાઈ,

    લઘુ-ગુરુ જેટલું સહેલું કાવ્યશાસ્ત્રમાં બીજું કશું છે જ નહીં. આપનને મહદ અંશે આપણો માનસિક ડર જ હંફાવતો હોય છે..

  14. ઉતર આપવા બદલ આપનો આભાર વિવેક ભાઈ …હું જરૂર થી આપના અભિપ્રાય સાથે આગળ વધીશ……

  15. જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
    મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

    વાહ કવિ

  16. વાહ સરસ ગઝલ….. મને એક મારી ગઝલનો શેર યાદ આવ્યો,,
    મારી આ દીવાલોથી મને પાર કરી દે,
    બારીથી મને એક વખત દ્વાર કરી દે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *