મુશળધાર કરી દે…

OLYMPUS DIGITAL CAMERA
(અદા….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

*

પળની હો પળોજણ તો તું પળવાર કરી દે,
તાણીને ન એ વાત લગાતાર કરી દે.

તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
છો કામ પતે એ પછી તકરાર કરી દે.

સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

જે વાર મરણતોલ હતો એને શી રીતે,
આ મન પછી હોવાતણો આધાર કરી દે !

જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગૂફ્તગુ….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

 1. Jigar’s avatar

  તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
  દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

  Very Beautiful lines

  Reply

 2. Devika Dhruva’s avatar

  જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
  મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે……

  ઘણા અર્થો થઇ શકે આ શેરના તો..વાહ..

  Reply

 3. Akbar Lokhandwala’s avatar

  start go ahead with determination….
  Make own like door instead of wall….

  Good line

  Reply

 4. GAURAVBHARATI SWAMI’s avatar

  વાહ !!! ખુબ જ સરસ ધન્યવાદ

  Reply

 5. pragnaju’s avatar

  મસ્ત દઝલ

  જે વાર મરણતોલ હતો એને શી રીતે,
  આ મન પછી હોવાતણો આધાર કરી દે !

  વાહ્

  Reply

 6. rina’s avatar

  તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
  દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

  awesome thought….

  Reply

 7. Raju Tamakuwala’s avatar

  Wow very nice there is no word to appreciate. Keep it up we are enjoying your all poems

  Reply

 8. Dr Mukur Petrolwala’s avatar

  સરસ!
  મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
  યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
  ઉમદા પ્રેમ!

  Reply

 9. મીના છેડા’s avatar

  ..

  Reply

 10. ડૉ.મહેશ રાવલ’s avatar

  વાહ વિવેકભાઈ….
  માતબર કાફિયા અને અવકાશથી ભરપૂર રદિફનું અફલાતુન સાયુજ્ય સધાયું અને નખશિખ ગઝલયતથી તરબતર ગઝલ બની…
  -અભિનંદન.

  Reply

 11. રાજેશ ડુંગરાણી’s avatar

  મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
  યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

  વાહ !!!
  ખુબ જ સરસ અભિનંદન.

  Reply

 12. Dr P A Mevada’s avatar

  વાહ! સરસ સુંદર ગઝલ કહી છે.
  “જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
  મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.”
  પંક્તિઓ ખૂબજ ગમી.

  Reply

 13. KIRAN PANDYA’s avatar

  શબ્દોને સુન્દર સજાવ્યા બદલ અભિનન્દન્

  Reply

 14. Paru Krishnakant’s avatar

  Vivekbhai, you always create wonders…just with the words ! but I specially liked these lines…..

  મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
  યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

  જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
  છો કામ પતે એ પછી તકરાર કરી દે……. beautiful.

  Reply

 15. bhargavi’s avatar

  khub j saras

  Reply

 16. rachna’s avatar

  સરસ રચના અને સાથે તેટલો સ સુન્દર ફોટૉ…….!

  Reply

 17. રાજેશ જોશી ‘આરઝુ’’s avatar

  ઘણા લાંબા અંતરાલ પછી આપના ઓરિજીનલ મિજાજમાં આપની ગઝલ માણવા મળી.

  સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
  આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

  શેરમાં ‘ઉસ’ શબ્દ ઉડીને આંખે વળગે છે.
  બાકીના બધા જ શેર પણ લા-જવાબ છે

  Reply

 18. MANIBHAI pATEL’s avatar

  તમારી બધી રચનાઓ લાજવાબ જ હોય છે !
  આભાર !

  Reply

 19. ketan barot’s avatar

  એમને પૂછો જે રહે છે પિતા વિના …
  કેમ રહેવાય છે ઘર માં છત વિના ….
  .- અણનમ and happy fathers day to all

  Reply

 20. ketan barot’s avatar

  વિવેક ભાઈ મને ગઝ્લ નો શોખ અને થોડૉ લખ્વાનો પન મને આ લઘુ -ગુરુ મગજ મ જ નથિ બેસ્ત સુ આ બધુ ખ્રેખર એત્લુ બધુ અઘરુ ચ્હે ..આપ્નાપ્રતિભાવ નિ રાહ જોઇસ …..

  Reply

 21. વિવેક’s avatar

  પ્રિય કેતનભાઈ,

  લઘુ-ગુરુ જેટલું સહેલું કાવ્યશાસ્ત્રમાં બીજું કશું છે જ નહીં. આપનને મહદ અંશે આપણો માનસિક ડર જ હંફાવતો હોય છે..

  Reply

 22. ketan barot’s avatar

  ઉતર આપવા બદલ આપનો આભાર વિવેક ભાઈ …હું જરૂર થી આપના અભિપ્રાય સાથે આગળ વધીશ……

  Reply

 23. Dr Niraj Mehta’s avatar

  જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
  મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

  વાહ કવિ

  Reply

 24. jadavji k vora’s avatar

  ખરેખર ખુબ જ સુંદર. આભાર.

  Reply

 25. jignesh S Naik’s avatar

  ખુબજ સુન્દર રચના

  Reply

 26. ગૌરાંગ ઠાકર’s avatar

  વાહ સરસ ગઝલ….. મને એક મારી ગઝલનો શેર યાદ આવ્યો,,
  મારી આ દીવાલોથી મને પાર કરી દે,
  બારીથી મને એક વખત દ્વાર કરી દે

  Reply

 27. વિવેક’s avatar

  આભાર્ મિત્રો…

  Reply

 28. Raju Kotak’s avatar

  ખુબ જ સુંદર રચના ખુબ ગમી.

  Reply

 29. raksha shukla’s avatar

  ખુબ ગમી.

  Reply

 30. laxmi Dobariya’s avatar

  sundar gazal.. matla ane makta ..banne khoob gamya.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *