ઝાકળ

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી ઝરે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈ ને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પ ના પાંદ થી ઝરે ઝાકળ.

કાવ્ય હો કે કલમ, ભીંજાયા છે,
મન-વિચારો ને જો અડે ઝાકળ.

– વિવેક મનહર ટેલર

5 thoughts on “ઝાકળ

  1. બહુ ગમ્યું.ઝાકળ ની સુંદર સાંકળ બનાવી છે.

  2. કાવ્ય હો કે કલમ, ભીંજાયા છે,
    મન-વિચારો ને જો અડે ઝાકળ.

    વાહ.. વાહ.. વાહ..

Comments are closed.