છૂંદણું જોવાના બહાને…

Untitled-1 copy
(વાંચી લીધું રે મારું મન…            ….અરુણાચલ પ્રદેશ, ૧૧-૧૧-૨૦૧૦)

*

છૂંદણું જોવાના બહાને વહાલમે હળવેથી વાંચી લીધું રે મારું મન,
હવે તીખો લાગે છે પવન.

પીંછા ખોલીને મંડી પડ્યો છે નાચવા,
ચાંપલો-ચિબાવલો આ મોર;
ખેંચીને હાથ હું તો ભાગવા ચહું કે
ક્યાંક ઝાલ્યો ન જાય મારો ચોર.
ઉકલે છે નામ તણો પહેલો અક્ષર કે પછી ઊઘડે છે આખો સજન?
સાવ વેરી લાગે છે પવન.

ત્રોફણિયો સોય લઈ મંડ્યો’તો તોય શૂળ
આવું જાગ્યું નહોતું એ ઘડી ?
પાતળિયો હળવેથી નજરું માંડે છે કે
ઊંડે ઉતારે છે શારડી ?
હાથ મારો ઝાલીને નાડ એણે વાંચી કે ઝબ્બે કીધું આ જીવન ?
કેવો મીઠ્ઠો લાગે છે પવન !

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૧૧)

*

Peacock
(મોર મારા હૈયાનો…                           …. ડેટ્રોઇટ, અમેરિકા, મે-૨૦૧૧)

32 thoughts on “છૂંદણું જોવાના બહાને…

  1. maja maja maja maja padi gayi…..

    હવે તીખો લાગે છે પવન.

    ઉકલે છે નામ તણો પહેલો અક્ષર કે પછી ઊઘડે છે આખો સજન?

    પાતળિયો …….. >

    કેવો મીઠ્ઠો લાગે છે પવન !

    vaah sir…..

  2. ખૂબ જ ઊંડો ભાવ છોડી ગયું આ ગીત દિલ પર,
    ને બાઝી ગયુ છે અહીં દિલ પર પ્રણયનું એક થર. મનન દેસાઈ

  3. સરસ ગીત.
    ‘છૂંદણું’ ગુજરાતી ગીતનું પ્રચલિત ઘરેણું છે.
    કેટલાક તળપદા શબ્દોના સંયોજનથી પ્રદ્યુમ્ન તન્ના યાદ આવી ગયા.

  4. જો કોઇ સહસા વાંચે ને આ ગીત તો લાગે જાણે કે કોઇ કોડ ભરી કન્યાએ વ્હાલમની વાર્તા લખી છે.

    કહેવાનો અર્થ કે કવી અને કાવ્ય હવે એક જ બની ગયા છે.

    મસ્ત નખરાળુ ગીત…

    કોમલ

    http://ajvaduu.wordpress.com

  5. પાતળિયો હળવેથી નજરું માંડે છે કે
    ઊંડે ઉતારે છે શારડી ?……
    ભાવોની આ અભિવ્યક્તિ આરપાર છે.

  6. સુંદર

    ગીતની શરુઆતેજ મન હરી લીધું
    છૂંદણું જોવાના બહાને વહાલમે હળવેથી વાંચી લીધું રે મારું મન,
    હવે તીખો લાગે છે પવન.

    અહીં તો ટેટું જોઈ મન મરે પણ
    પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે,
    ગૃહહિજ્રને આમ મળવા જાણે માભોમ આવે!
    છૂંદણું જોવાના બહાને વહાલમે હળવેથી વાંચી લીધું રે મારું મન,
    હવે તીખો લાગે છે પવન.
    જાણે ઊમર ખયામની રૂબાઇ
    કેવું રાતુંચોળ છે જો આ સુમન વનફાલનું?
    જોઉં છું એની રગોમાં લોહી કો મહિપાલનું,
    જો આ નમણી વનલતાની નર્મ નાજુક પાંદડી,

    છૂંદણું લાગે છે એ કોઈ રૂપાળા ગાલનું

  7. સુધારી લેવા વિનંતિ
    પાતળિયો હળવેથી નજરું માંડે છે કે
    ઊંડે ઉતારે છે શારડી ?
    હાથ મારો ઝાલીને નાડ એણે વાંચી કે ઝબ્બે કીધું આ જીવન ?
    કેવો મીઠ્ઠો લાગે છે પવન
    જાણે ઊમર ખયામની રૂબાઇ
    કેવું રાતુંચોળ છે જો આ સુમન વનફાલનું?
    જોઉં છું એની રગોમાં લોહી કો મહિપાલનું,
    જો આ નમણી વનલતાની નર્મ નાજુક પાંદડી,

  8. સાડા પાંચ વર્ષથી ચાલતી આ અવિરામ યાત્રા સતત ચાલતી રહે તે માટે તથા ૩૫૦મી પોસ્ટ માટે શુભકામના અને શુભેચ્છાઓ રુપી પુષ્પ ગુચ્છ અર્પણ.

  9. નાડ તમે પકડી છે જનતા ની …….ઝબ્બે થયા છે સહુના શ્વાસ (જીવન)

  10. ખૂબ સુંદર ગીત!
    ૩૫૦મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  11. પાતળિયો હળવેથી નજરું માંડે છે કે
    ઊંડે ઉતારે છે શારડી ?

    પ્રેમની આ સુંદર અભિવ્યક્તિ આરપાર………

  12. ડિઅર વિવેક ભાઈ ! ઘણા સમયે તમારી સાઈટની મુલાકાત લીધી ! મજા પડી ! આ ગીત પણ સુંદર થયુ છે….. અભિનંદન

Leave a Reply to sudhir patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *