ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ

OLYMPUS DIGITAL CAMERA
(હાં રે મેં તો મારી’તી ફૂંક નંગ એક ને….         …પેંસિલ્વેનિયાના મેદાનોમાં, ૧૩-૦૫-૧૧)

*

નવેમ્બરના આખા મહિના દરમિયાન માત્ર બાળગીતો… બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

*

તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…

નાના મારા ગોળ-ગોળ ચહેરાની ઉપર આ ચોરસ ચશ્મા
ચોવીસ કલ્લાક હાથ મારો ત્યાં જ રહે છે, તું ફોકટ હસ મા.

ચશ્માં ચોરસ તો પણ પૃથ્વી ગોળ છે બચ્ચુ, બોલ કેવી નવાઈ !
આ વાતમાં ટપ્પી સહેજે પડી ના છોને થઈ ગ્યું આ ભેજું ફ્રાઈ.

સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલ.

મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!

પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ક્લિઅર કટ…                           …સ્વયમ્, ડેટ્રોઇટ, ૦૧-૦૫-૧૧)

25 comments

 1. મીના છેડા’s avatar

  મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
  ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !! 🙂

 2. dr.ketan karia’s avatar

  રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
  સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલપપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
  ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !
  —-આ બન્ને પંક્તિઓ ગમી.

 3. jahnvi’s avatar

  vahhhhhh maja padi gai aaakhi rachna j majjani. sundar,,,… khub gami.but aa line…. vadhu gami.પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
  ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

 4. Jayesh rajvir’s avatar

  Wah saheb wah.

 5. જયકિશન બથીયા’s avatar

  ખરેખર બાળપણ મા આવોજ અનૂભવ કરેલ …..

 6. Kaushik Nakum’s avatar

  અરે વાહ… મજા આવી ગઇ હોં,
  મારે પણ કંઇક આવુ જ થયુ હતુ,
  ક્લાસમાં ગયો, ને બધા સામે જોવે,
  જાણે હું કોઇક અલગ દુનીયામાંથી ના આવી ગયો હોવ..!!

 7. Kaushik Nakum’s avatar

  ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !
  So Toching…

 8. urvashi parekh’s avatar

  સરસ ગીત.
  ચષ્મા સાથે ક્લીઅર સપના જોવાની વાત ગમી

 9. Girish Parikh’s avatar

  માફ કરજો વિવેકભાઈ, તમારી ગઝલોની જે મજા આવે છે એવી મજા તો ન જ આવી!

 10. Rina’s avatar

  આટલા સરસ ચશ્માં કોઈ દિવસ જોયા નથી… સોરી , વાંચ્યા નથી…..ઃ)ઃ)ઃ)

 11. સુનીલ શાહ’s avatar

  સાચે જ મઝાનું બાળગીત…

 12. Atul Jani (Agantuk)’s avatar

  તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
  મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
  ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…

  સ્વયમ ના મમ્મી ખીજાશે 🙂

 13. Akbar Lokhandwala’s avatar

  remembering the childhood song……Enjoy…..

 14. vinodgundarwala’s avatar

  when talking about the spacts,
  i think, “Tarak Maheta na Ulta chasma” cannot be forgotten
  good sir,
  carry on plzzzzz

 15. jashvant Goswami’s avatar

  બચપણ બસ બચપણ જ એની તોલે કૈ ના આવે…”કોઇ લોટા દે મેરે બીતે હુયે દિન્”

 16. Jitendra’s avatar

  સરસ્…

 17. Heena Parekh’s avatar

  સરસ બાળગીત.

 18. mita’s avatar

  તદૂન નિખાલસ

 19. ALPESH BHAKTA’s avatar

  સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
  પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

  બાળપણમા એવી માન્યતા હતી કે સ્કોલર હોય એનેજ ચશ્માં હોય
  બાળપણ યાદ આવી ગયુ

 20. Dhavall’s avatar

  વોવ્….
  ખુબ સરસ છે,
  મજાની વાત તો એ છે કે હુ પન ચશ્મીશ છુ…
  હા હા હા …..

 21. Harnish Jani’s avatar

  દશ વરસના હરનિશભાઈને ચશ્માનો ચસ્કો લાગ્યો.ચશ્મા મેળવવા માથાનો દુખાવાનું નાટક કર્યું.બા બાપુને ઠસાવ્યું મને ચશમા અપાવો.બાપુજી રાજપીપલાથી સુરત ડોકટર પાસે લઈ ગયા. ડોકટર કહે “તને ચશ્મા–બશ્મા ની મળેં” પોલ પકડાય ગઈ. ભક્ત ધ્રુવ–નો સિનેમા જોઈ પાછા ઘેર આવ્યા.
  વિવેકભાઈ સુંદર રચના–મેમરી લેઈનની સફર કરાવી– અભિનંદન.

 22. Kirtikant Purohit’s avatar

  મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
  ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!

  પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
  ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

  ખરેખર મઝા પદે તેવી સુન્દર રચના. હાશ્ તે વખતે મારે ચશ્મા ન્હોતા.

 23. J Parekh’s avatar

  સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
  પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

  ekdam sachhi vat vivekbhai

 24. Mahendra Bhimani’s avatar

  At present i m 70. Started wearing spec. when i was in school.
  Balpan ni yaad aavi gai.Maja aavi gai.Aabhar, Vivekbhai.

 25. Lata Hirani’s avatar

  આ તમારી વાતમાં જ ટપ્પી પડીને
  ભેજું તો થઇ ગયું મલાઇ..

Comments are now closed.