વધુ કહું શું આગળ ?

24_bappor
(પ્યાસ…               …માઉન્ટ આબુ પર કોઈક ખૂણે, જાન્યુઆરી, ૨૦૦૦)

*

જત લખવાનું તને જે કહું છું, ધ્યાન દઈને સાંભળ,
તું સદીઓની તરસી ધરતી, હું છું કોરું વાદળ,
વધુ કહું શું આગળ ?

બિનશરતી દઈ વહાલ કરી દે
જન્મારાને ન્યાલ;
કયા યુગમાં જીવો છો, રાણી
લઈને આવા ખ્યાલ ?
સાફ હશે તો અક્ષર પડશે, હું તેલિયો કાગળ…
વધુ કહું શું આગળ ?

અઢી અક્ષરની વાતો લાગે
કવિતામાં સુફિયાણી,
અમે ફૂંકીએ છાશ, તમે તો
ઝેર પીઓ છો જાણી,
સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,
વધુ કહું શું આગળ ?

– વિવેક મનહર ટેલર
(૨૭-૦૩-૨૦૧૧)

*

20_paN e to
(વિરાટ…                         …ધુંઆધારનો ધોધ, જબલપુર, નવે., ૨૦૦૪)

21 thoughts on “વધુ કહું શું આગળ ?

 1. સાફ હશે તો અક્ષર પડશે, હું તેલિયો કાગળ…

  સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,……….

  વધુ કહું શું આગળ ?

  very nice

 2. વધુ કહું શું આગળ ?

  અહીં તો હાલ એવા છે કે શરૂઆત જ શું કરું…
  સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,………. કે પછી … કે પછી…

  પસંદ કરવા માટે છૂટી પાડી શકાય એવી પંક્તિ વિચારીએ તો ય આખે આખું ગીત ફરી અહીં ઉતરે…

  છબીની વાત માંડીએ તો…
  માઉન્ટ આબુ પર કોઈક ખૂણે –
  જોઈ ને મને ન માનશો છું અક્કડ
  મારા પડછાયામાં ય હું નમેલો છું…

  ને ધુંઆધારનો ધોધ, જબલપુર –
  જે ધોધ જોઈ જોઈ જિંદગીના વળાંકો ને જોયા છે એ તો સાથે જ હોય મારી અંદર…

 3. ran ma ekla ne lage sangathi baval

  tarasyane zanzavana jal shun ne shun koru vadal……

 4. બિનશરતી દઈ વહાલ કરી દે
  જન્મારાને ન્યાલ;
  કયા યુગમાં જીવો છો, રાણી
  લઈને આવા ખ્યાલ ?

  બહુજ સાચી વાત ખુબ સહેલી રીતે કરી નાખી કવીએ.સ્વાર્થ વગરના સંબધો,અપેકક્ષા વગરની મૈત્રી,પ્લેટોનીક લવ – આ બધી વાતો વાર્તા કે ફિલમમા આવે વાસ્તવિક જીવનમા આ બધા “પોથીમાના રીંગણા” છે.અપેક્ષા અને તેની પરિપુર્ણતા જ સંબંધો નુ મુળ છે.

 5. khub sundar…..

  vahaal no bijo ank……

  દર ચોમાસે મેઘ થતો ભઈ માણસ વલ્લો
  ઠલવી દેતો વાદળ નામે, આખો દલ્લો

  ધોમ ધખ્યાનો, નભ સાથેનો, વાઢી નાખે
  મુશળધારે, એક ઝાટકે , આઘો પલ્લો

  ખળખળ ઝરણા, હરિયાળી, ખુશ્બુ માટીની
  કુદરત પણ જો ખોલી નાખે અંગત ગલ્લો

  બન્ને કાંઠે ઉભરાતી સરિતા જાણે કે
  લટકાતી મટકાતી દોડે છમ્મક છલ્લો

  સુકા ભઠ્ઠ સૈનિકો, અગ્નિ ઘોડા નાઠા
  હાથી પર બેસીને હેલી, કરતી હલ્લો

 6. Khub saras

  તું સદીઓની તરસી ધરતી, હું છું કોરું વાદળ,
  વધુ કહું શું આગળ ?

 7. Vivekbhai,
  Truly magnificient poem !! Very original and what a diversity of similies and comparison! Please request Mehul Surati to do musical composition of this song! It will come out 1000 times better !! You are getting better with time and age!

  Dinesh O. Shah, Ph.D.
  Gainesville, FL, USA

 8. બિનશરતી દઈ વહાલ કરી દે
  જન્મારાને ન્યાલ;
  ……
  સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,
  વધુ કહું શું આગળ ?

  Great one, “વધુ કહું શું આગળ” ! 🙂

 9. It is indeed a matter of ADHI AKHARANI VAAT LAAGE CHE……………THANKS……………

 10. શ્રી વિવેકભાઈ નમસ્કાર
  ,
  સુંદર. એક ગીત ને બે ફોટા. પાણી વગર અતૄપ્ત ધરતી. આબૂ એક ખૂણે. ને બીજી અધધધ પાણી સમેત જબલપુર નો ધોધ. જાણે એક સિક્કાની બે બાજુ. માણુ તો કોને માણુ? બેઉ માણી જુઓ તો ખરા જાણુ. ખરેખર આવી માણવાની શક્તિ તો કવિ જ માણી ને મણાવી શકે. વિવેકભાઈ આમાના તમે એક વિરલા છો.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 11. શ્રી વિવેકભાઈ નમસ્કાર
  સુંદર. એક ગીત ને બે ફોટા. પાણી વગર અતૄપ્ત ધરતી. આબૂ એક ખૂણે. ને બીજી અધધધ પાણી સમેત જબલપુર નો ધોધ. જાણે એક સિક્કાની બે બાજુ. માણુ તો કોને માણુ? બેઉ માણી જુઓ તો ખરા જાણુ. ખરેખર આવી માણવાની શક્તિ તો કવિ જ માણી ને મણાવી શકે. વિવેકભાઈ આમાના તમે એક વિરલ છો.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 12. Very nice Vivekbhai….
  I start my day by reading ur poem nd day goes by fast nd smooth….
  thanks….

 13. અઢી અક્ષરની વાતો લાગે
  કવિતામાં સુફિયાણી,
  અમે ફૂંકીએ છાશ, તમે તો
  ઝેર પીઓ છો જાણી,
  સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,
  વધુ કહું શું આગળ ?

  Nice !!!

 14. સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,
  વધુ કહું શું આગળ ?…વાહ વાહ ખૂબ સરસ સપનાંની સાંકળની વાત ગમી સપનાનુ નામ આવે અને સપના ચમકે…
  સપના

 15. સરસ ગીત. સ્વરકાર/ગાયકને તરત નજરે ચડી જાય એવી લાક્ષણિકતાઓથી ભર્યું ભર્યું.

Comments are closed.