પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

OLYMPUS DIGITAL CAMERA
(સમી સાંજના પડછાયા….     ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)
(ગણો તો, કેટલા પક્ષીઓ છે ?                 ….ગુલાબી મેના (રોઝી સ્ટાર્લિંગનું ટોળું)

*

વેલેન્ટાઇન્સ ડે માથે આવી ઊભો છે ત્યારે એક ગુલાબી મૂડનું પ્રણય-ગીત… જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ, ખરું ને ?!

*

શિશિરની ઠંડી હથેળીમાં કેમ કરી ગુલમહોરી રેખા પડાવું ?
દિવસે ન ઊગે એ સૂરજને રાતે કેમ સપનામાં રોજ રોજ લાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ તારું વહાલ છે કે વહેમ મારો, બાલમા ?
મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

-વિવેક મનહર ટેલર
(૨૧-૦૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું વાદળ…                    ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)

26 thoughts on “પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

  1. Vivek

    તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
    પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?

    adbhoot ! laagNio ni bhasha koi aap kavi paase thi shikhe. Aa te PraNay geet ke Virah ma joortu hraday j mooki didhu chhe

    – Fashion

  2. આહા… આહા…
    ક્યા બાત હૈ…

    તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…

  3. જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ ગીતની સાથે આ વખતે ફોટાઓ માણવાની મઝા આવી. ‘ઊડતું વાદળ’ – વાહ.

  4. તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
    પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
    સ રસ
    યાદ્
    હૈયા ની વાત લાવ આજે કહી જ દઉં,
    સાનિધ્ય માં એ યાર પછી ક્યારે આવશે,

    અંતિમ ભરું છું શ્વાસ હું તારા વિયોગ માં,
    આવી જા એકવાર પછી ક્યારે આવશે.
    આવ… આવ.. આવ….

  5. સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
    કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ મારો વહેમ છે કે વહાલ બોલ, બાલમા ?
    મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
    પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

    વાહ….. જનાબ!!!

  6. વિવેકભાઇ..આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…

  7. આફ્રીન,
    વિરહ ની વેદનાને અદભુત વાચા આપતું આ કાવ્ય દિલને હલબલાવી ગયું.
    ફોટોગ્રાફ ફેન્ટાસ્ટીક લીધો છે.
    આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…..ડૉ.વિવેક.

  8. વિવેકભાઇ…. વિરહ ની વેદના માટે કેટલુ લખી શકાય ? ગમેતેટલુ લખો તોયે કૈક ખુટતુ હોય એવુ લાગે

Leave a Reply to nilam doshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *