પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

OLYMPUS DIGITAL CAMERA
(સમી સાંજના પડછાયા….     ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)
(ગણો તો, કેટલા પક્ષીઓ છે ?                 ….ગુલાબી મેના (રોઝી સ્ટાર્લિંગનું ટોળું)

*

વેલેન્ટાઇન્સ ડે માથે આવી ઊભો છે ત્યારે એક ગુલાબી મૂડનું પ્રણય-ગીત… જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ, ખરું ને ?!

*

શિશિરની ઠંડી હથેળીમાં કેમ કરી ગુલમહોરી રેખા પડાવું ?
દિવસે ન ઊગે એ સૂરજને રાતે કેમ સપનામાં રોજ રોજ લાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ તારું વહાલ છે કે વહેમ મારો, બાલમા ?
મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

-વિવેક મનહર ટેલર
(૨૧-૦૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું વાદળ…                    ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)

26 thoughts on “પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

 1. વિરહ માં ઝુરતી નાયિકા નું પ્રણય ગીત..

  સુંદર..

 2. Vivek

  તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
  પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?

  adbhoot ! laagNio ni bhasha koi aap kavi paase thi shikhe. Aa te PraNay geet ke Virah ma joortu hraday j mooki didhu chhe

  – Fashion

 3. આહા… આહા…
  ક્યા બાત હૈ…

  તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…

 4. જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ ગીતની સાથે આ વખતે ફોટાઓ માણવાની મઝા આવી. ‘ઊડતું વાદળ’ – વાહ.

 5. એક ચાહ્ત અધુરિ. તુ આવે તો તને બતાવુ.

 6. તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
  પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
  સ રસ
  યાદ્
  હૈયા ની વાત લાવ આજે કહી જ દઉં,
  સાનિધ્ય માં એ યાર પછી ક્યારે આવશે,

  અંતિમ ભરું છું શ્વાસ હું તારા વિયોગ માં,
  આવી જા એકવાર પછી ક્યારે આવશે.
  આવ… આવ.. આવ….

 7. સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
  કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ મારો વહેમ છે કે વહાલ બોલ, બાલમા ?
  મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
  પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?

  વાહ….. જનાબ!!!

 8. વિવેકભાઇ..આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…

 9. આફ્રીન,
  વિરહ ની વેદનાને અદભુત વાચા આપતું આ કાવ્ય દિલને હલબલાવી ગયું.
  ફોટોગ્રાફ ફેન્ટાસ્ટીક લીધો છે.
  આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…..ડૉ.વિવેક.

 10. વિવેકભાઇ…. વિરહ ની વેદના માટે કેટલુ લખી શકાય ? ગમેતેટલુ લખો તોયે કૈક ખુટતુ હોય એવુ લાગે

 11. BAHUJ SARAS RAMT CHE SABDONI ; VAT CHE ; PREM NI ;L VYTHA CHE ; NE PACHU TADPVU ; TADPU ; TADPVU ………………..CAMI JAYE TEVI TO TAMARI VAT CHE ; vIVIEKBHAI ……………………..

Comments are closed.