સદા તત્પર

(મને પાનખરની બીક ના બતાવો… …રણથંભોર, 03/12/2006)

 

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

વિવેક મનહર ટેલર

(ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

7 thoughts on “સદા તત્પર

 1. સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
  આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

  સરસ વાત !

 2. ઉસેટવા એટલે ?
  ચારે તરફ ફેલાવી દેવા, એવું ?
  કે વેરવિખેર કરી દેવા ?

  સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
  આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

  આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
  થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

  આ ‘ટહુકો’ વાંચીને હું તો ખુશ થઇ ગઇ..!!

 3. સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
  આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

  આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
  થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર
  >………………………….>
  ભીંત ફાડી યાદ તારી ઊગતી
  આ હ્રદયને કેટલું સમજાવું હું ?

  એક ટહુંકો કાનમાં બેસી ગયો,
  યાદની વણજાર શે, અટકાવું હું

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 4. સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
  આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર

  Vivekbhai ! Salam.

 5. તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
  અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

  સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
  આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર…..beautiful..

Comments are closed.