![]()
(યાદોનું ધુમ્મસ…. …ગોલ્ડન ગેટ બ્રીજ, સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૧૧)
*
આ શનિવારે એક ગઝલ ‘અને’ રદીફથી ઉઘડતી શક્યતાઓને નાણી જોવા માટે… આવતા શનિવારે આ જ છંદ, આજ કાફિયા સાથે ‘અને’ જેવી ઉઘાડી રદીફના બદલે ‘હવે’ જેવી બંધ રદીફ સાથે… આપ રાહ જોશો ને?
**
આમ યાદો ન મોકલાવ અને
આવ, આવી શકે તો આવ અને…
થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
એકધારી છે આવ-જાવ અને
આવશે એક-બે પડાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
ક્યાં સુધી આમ રાહ જોવાની ?
જોઈ લો એના હાવભાવ અને…
શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અને…
યાદની મહોરી ઊઠી છે મોસમ,
એક ગઝલ મસ્ત સંભળાવ અને…
-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૧)
*
![]()
(સ્થાયીભાવ… ….યોસેમતી નેશનલ પાર્ક જતાં, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)
-
થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…વાહ…..
actually wah for whole ghazal….. -
શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અને…-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૧) bahoot badhiya.. sir. -
too good
-
આમ યાદો ન મોકલાવ અને
આવ, આવી શકે તો આવ અનેવાહ!!!! ફરી ફરી યાદ આવ્યા કરશે આ ગઝલ…
-
અને આ જ ક્ષણથી ‘હવે’ રદીફની રાહમાં…
-
Very nice. Enjoyed.
-
superb, n very true feelings
-
Last ANE NI JAGYAYE MANE HOTE TO VADHARE OPEN ENDED BANATE. ABHIPRAY AAPSHOJI. MAZANI GAZAL.
-
SORRY JEM CHHE TEMAJ BARABAR CHHE. THANK YOU.
-
સરસ
-
Nice
-
સરસ ગઝલ, ડો.વિવેક્ભાઈને અભિનદન……….
-
સ રસ ગઝલ
આ શેર વધુ ગમ્યો
યાદની મહોરી ઊઠી છે મોસમ,
એક ગઝલ મસ્ત સંભળાવ અને…યાદ
મહોરી ઊઠી છે મોસમ કોની યાદની ?
માનો યા ન માનોઃ ગઝલની યાદની ! -
શબ્દની બંદગી ગમે છે છતાં,……..
વાહ કવિરાજ જિયો………..
-
વિશિષ્ટ ‘અને ..’ રદીફથી ઉઘડી અને મ્હોરતી સુંદર ત્રિ-મત્લા ગઝલ.
-
સુંદર ગઝલ!
સુધીર પટેલ. -
good,lovable
-
Fine Gazal with nice photo, likes to read always… Sir, Please keep it up ..
with Deepawali Shubhkamna and warm regards ……vinod
-
ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.Yes really this is a touching….
Ruk Jana Nahin Tu Kahin Haar Ke, Kanto Pe Chalke Milenge Sayen Baharke..with good wishes
vinod -
Pingback from હવે · શબ્દો છે શ્વાસ મારા on October 22, 2011 at 9:08 am
-
આદરણીય શ્રીવિવેકભાઈ,,
નવી ગઝલની રાહ જોવાની મઝા આવે છે….
-
શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અનેપોતાની વાત બહુ સીફ્તથી જણાવી દીધી.

30 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1017/trackback