તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

(હેલો…. હેલો….                                                   …કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

હેલો! હેલો!
ધાર્મિક લાગણી દુભાઈ છે અમારી, તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

સૂરજને કેમ તમે સૂરજ કીધો ને વળી ચાંદાને કેમ કીધો ચાંદ?
કાણાને સાફસાફ કાણો કહીને તમે કર્યો છે સંગીન અપરાધ;
કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?
આવી આ જુર્રત ને બદતમીજીનો ફેલાઈ ગયો જો બધે રેલો?
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;
ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો.
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૭)

*

(સૂરજને કેમ તમે સૂરજ કીધો? ….                                          ….અંદમાન, ૦૩-૧૧-૨૦૧૩)

9 thoughts on “તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

  1. વાહ! રસપ્રદ રચના! મલકતા જાઓ અને પઠન કરતા જાઓ, પણ બહુ ઊંચી વાત કરવામાં આવી છે!

  2. સમજાય છે વેદના… થોડુંક થથરી પણ જવાયું.. ડરામણી સામે સત્યની ભલે ને હોય નિર્ભરતા પણ ખુલ્લેઆમ બતાવી ના શકાય એ સમજાયું. અહીં તો કળ જ કામ આવે… કદાચ સમય વર્તે સાવધાન જેવું..

    કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?

    ખૂબ ગમ્યું…

  3. waah

    khub j maja aavi

    ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
    વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;

    best

  4. તો કદાચ અંધત્વ એનું ઓગળે
    સત્યને છાંટીને હું સળગી જઇશ
    – પંકજ વખારિયા

  5. ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
    લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો…
    – વિવેક મનહર ટેલર -wah !

Leave a Reply to shreyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *