(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત… …રણથંભોર, 03-12-2006)
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?
હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.
હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?
પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.
- વિવેક મનહર ટેલર
16 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/101/trackback/
December 17, 2006 at 3:36 am
Dhaval
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
ચોટદાર શેર !
December 17, 2006 at 4:10 am
જયશ્રી
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વાહ વિવેકભાઇ.. !!
હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
એવુ પણ તો બની શકે કે એને વગાડનારમાંજ આવડત ના હોય?
જો કે શેર ઘણો ગમ્યો.
સાગી એટલે ?
December 17, 2006 at 1:23 pm
વિવેક
સાગી કાષ્ઠ એટલે સાગનું લાકડું, જે પાણીથી કહોવાતું નથી…
December 18, 2006 at 7:12 pm
Dinesh O. Shah
Excellent Gazal ! Tamara share khub gamya ! Vaansaree na vagi.. no idea bahu saras chhe ! I am impressed that with your demanding profession of medicine, you are still able to write such poems and find time for it and share it with others located far away from India ! Keep on doing it !
Professor Dinesh O. Shah, Ph.D.
University of Florida, Gainesville,
Florida, USA
December 18, 2006 at 7:13 pm
Dr. Pankaj Gandhi
Nice, middle Two lines are good and the last one of Sag Wood is really applicable to human
December 18, 2006 at 7:37 pm
અમિત પિસાવાડિયા
પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતુ કાષ્ઠ સાગી.
સરસ…
એમ જો વાંસળી વાગે મનમુજબ
તો કીરતાર ને પણ આ મનેખ બોલાવે મનમુજબ…
December 18, 2006 at 10:40 pm
Anonymous
nice,vivak bhai
December 18, 2006 at 10:43 pm
ઊર્મિસાગર
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
શે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?
પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.
આ ચાર શેરો તો ખુબ જચી ગયા!!!
)
(અરે કવિજી, આ પેસ્ટ કર્યુ પછી ખ્યાલ આવ્યો કે હવે બે જ શેર બાકી રહ્યા હતા અને એ ય અહીં પેસ્ટ કરવા લાયક જ હતા!
December 19, 2006 at 9:50 am
Anonymous
reminds me of a sher..
“Bistar ki silvatoon se lagta tha jaise..
Dum toda tha kisi-ne yahaan karvat badal badal ke..”
- Kalp
kalpthegr8@yahoo.co.in
December 20, 2006 at 11:25 am
Hemant Punekar
વાહ, ખુબ સુંદર રચના.
December 21, 2006 at 11:25 am
Chetan Framewala
વિવેક્ભાઈ,
રણથંભોરની રાતોમાં ખુબજ સુંદર ગઝલ જન્મી, અભિનંદન.
કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
>………………….>
બસ કરચલીઓ હવે દેખાય છે
જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.
*************************
હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?
>………………….>
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી, ‘ચેતન’ કદી સમજાય છે ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
December 30, 2006 at 9:49 am
Neela Kadakia
કાળજાને ખૂણે ક્યાંક કાંટો વાગ્યો હોય એટલું દર્દ ભર્યું છે તમારા શબ્દોમાં.
January 23, 2007 at 1:52 pm
chirag
Hi,
First of all, good luck for your new web site and i hope this site will get good publisity in the world for all the gujaraties.
But i would like to say that your gujarati is too much typical.
If possible then wrtie it in a normal words than pure.
Otherwise too good boss……….
March 17, 2007 at 9:50 pm
sagarika
બધાં શેરો માં શું વાત છે!!!!, ‘નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.’ અહિં પણ જબરી કરુણતા છે, નથી ચાહી શકાતું નથી ત્યાગી શકાતું. પૂરી ગઝલ જબરી ચોટદાર છે.
June 17, 2007 at 9:46 am
Shah Pravinchandra Kasturchand
વાંસળીના છિદ્રમાં પુરાણ હતું તો પણ આજે વાગી બરોબર.
આકશમાં વાદળો જામ્યાંતો નહોતાં,તોય* વરસ્યાં બરોબર.
*[૧]છતાં
[૨]જળ.
March 4, 2008 at 4:05 pm
Jitu chudasama 'jit'
મારા જેવા નવા-સવા માટે આ રચના પહેલા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને કલમનો ‘ક’ ઘૂંટવા આપે એવી છે.