મારા બે કાવ્યસંગ્રહો અને ઑડિયો સી.ડી.નો સેટ ખરીદનાર તમામ સ્નેહીજનોની આજે મારે માફી માંગવાનું થયું છે… કાવ્યસંગ્રહોની સાથે ઑડિયો સી.ડી. પણ મળવી જ જોઈતી હતી પણ કોઈક કારણોસર ત્રેવીસમી ફેબ્રુઆરીએ મારો એ ઈરાદો બર ન આવ્યો અને સી.ડી.નું માત્ર વિમોચન જ થયું, વિતરણ ન થઈ શક્યું….
કોઈક કારણોસર ઑડિયો સી.ડી. હજી તૈયાર થઈ શકી નથી. એ માટે સહુ સ્નેહીમિત્રોની ક્ષમા પ્રાર્થું છું…
-
………….
-
મિત્ર
આ વેદનાના સૂર તારા ભાગમાં આવશે એવી કલ્પના નહોતી જ… ને આવા કારણે તારે માફી જેવા શબ્દો સાથે પણ શ્વાસ લેવા પડશે… એવી પણ ક્યાં કલ્પના શક્ય થાય…
ગયેલો સમય પાછો નહીં લાવી શકાય પણ આવનારા સમય સાથે સારું જોડાય એવી ઇચ્છા……
-
આપના પ્રયત્નો દ્વારા ઓડીયો સીડી માટેની સફળતા માટે શુભેચ્છા………………………
-
Vivek Bhai:
Belated happy birthday.Just received both of your books through my friend Shardul and Mamta.Reading through them and enjoying them.It is coincidence that I received these books exactly two days after your birthday.Isn’t it great that instead of giving you a gift ,I received one on your birthday?
-
આ ઓડિયો સીડી બનાવનાર (ભલે આજે નથી બની ભવિષ્યમાં ક્યારેક તો બની જ જશે) સંગીતકાર મજામાં હશે જ… માની લઉં છું.
શબ્દો છે શ્વાસ મારા – આ સાઇટ પર ક્યારેય આ રીતે વિવેક ટેલરે એટલે કે સૌના પ્રિય કવિ મિત્રએ આમ – ક્ષમાપ્રાર્થના… જેવા શબ્દો લખવા પડશે એવું ક્યારેય આ સંગીતકારે એક મિત્ર તરીકે વિચાર્યું હશે ખરું ?
વિવેક ટેલરની જ ગઝલનો શેર યાદ આવે છે –
દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
સાવ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.મિત્રની તકલીફના સમયે બીજા મિત્રોએ પડખે ઊભા રહેવું જોઈએ એ તો સામાન્ય સમજ છે પરંતુ એક મિત્ર જ જો વેદના આપનાર હોય ત્યારે ?
કોઈનો પ્રસંગ બગડે એકવાર નહીં પણ સતત બે વાર – અને એનું કારણ કોઈ મિત્ર જ બને ત્યારે આઘાત વધુ ઘેરો બની રહે છે. પણ કદાચ એકવાર આઘાત આપીને મજા પડી હશે આ એની જ અસર વર્તાઈ જણાય છે એટલે બીજીવાર પણ વેદના આપી….
અફસોસ…. માત્ર
-
કવિઓ લાગણીશીલ હોય છે. વાચકો જાણે છે કે હું વિવેકભાઈનો ચાહક છું, અને હિંમત રાખી પુસ્તકોની જેમ સીડીનું પણ પ્રોડક્ષન કરવાની એમને વિનંતી કરું છું. પ્રભુકૃપાથી સમય આવતાં પુસ્તકો અને સીડીનો આનંદ જરૂર માણીશ.
–ગિરીશ પરીખ
Blog: http://www.girishparikh.wordpress.com E-mail: girish116@yahoo.com

11 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1002/trackback