Send As SMS

Saturday, December 23, 2006

આ દુઃખ એ જ મારો સહજભાવ છે

(સામા કિનારે... ...જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે.

અમે કાંઈ સામું કહી ના શક્યાં,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

જીવનના પલાખાં ન શીખ્યાં કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દિ’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

ડૉ.વિવેક મનહર ટેલર

4 Comments:

At 12/23/2006 08:07:25 PM, Suresh Jani said...

માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.

 
At 12/23/2006 08:35:20 PM, Gujarati-kavitaa said...

સરસ ગઝલ,
>>>>>>>>>>>થોડા મારા વિચાર


દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે
>>>>> ડાબે ,ના જમણે, જવું'યું મધ્યમાં
સુખની થોડી છાલકો ખેંચી ગઈ.



છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે
>>>>આંખ સામે મુજ કિનારો તો હતો,
પણ વમળમાં,લાલચો,ખેંચી ગઈ.



બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.
>>>>>> આ બિમારી થી હતો હું દૂર ,પણ
પ્રેમીઓની ચાલ, કો'ખેંચી ગઈ.



જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..

 
At 12/24/2006 10:54:52 AM, ધવલ said...

દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

Nice one !

 
At 12/24/2006 11:53:53 AM, અમિત પિસાવાડિયા said...

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

સરસ...

 

Post a Comment

<< Home