Send As SMS

Wednesday, November 29, 2006

પથ્થર (મુક્તક)

(ભૂલા પડવાની મજા... ...ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ' ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના...ના...નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

ડૉ.વિવેક મનહર ટેલર

7 Comments:

At 11/29/2006 09:29:03 PM, Anonymous said...

મારા મિત્ર વિવેક,

આજે આ વાત મારાથી વધુ કોણ સારી રીતે સમજશે?

દુઆ તો તારી ફળશે જ
પથ્થર નથી તું રાહનો
જે વળે ઠોકર લાગે..ના.. ના..નથી જ
તું એ હાથ છે જે ઠોકરે ચઢેલાને હાથ આપે

તારી મિત્ર મીના

 
At 11/30/2006 01:59:00 AM, UrmiSaagar said...

ખુબ જ સુંદર મુક્તક છે!

really Great pic!

 
At 11/30/2006 11:58:15 AM, જયશ્રી said...

અરે વાહ... !!
ખુશ ખુશ થઇ જવાયુ..

મજા આવી ગઇ...

 
At 11/30/2006 03:05:55 PM, chetan framewala said...

વિવેકભાઈ સુંદર મુક્તક,
આપની જ એક ગઝલ પરથી લખાયેલ ગઝલ નો એક શેર છે..

પામવું હો જો કશું, માથું નમાવો!
પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

 
At 11/30/2006 09:11:57 PM, સુરેશ જાની said...

પગ મૂકીને ચાલી જનારા પાછા વળતા નથી , વિવેક !
જો બાત ગઇ સો બીત ગઇ.

 
At 12/01/2006 06:30:00 PM, Neela Kadakia said...

પ્રણયમાં જો હોય કચાશ તો ઠોકરે ચઢશે પથ્થર્
પ્રણયમાં જો હોય ખુમાશ તો પાળિયો બનશે પથ્થર

 
At 12/19/2006 02:59:37 AM, ...* Chetu *... said...

very nice ,heart touchable words...!

 

Post a Comment

<< Home