સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો
(ગુજરાતમિત્ર 28-08-2006)હાથે કયા તે શહેરના આ રાખડી હશે ?
હર તાંતણામાં જ્યાં નદી રમણે ચડી હશે;
છે દિન બળેવનો અને આખા નગરમાં પૂર ?
આંખો શું કોઈ બહેનની આજે રડી હશે ?
* * * * *
કિનારા તોડીને શું પામવાને આ નદી નીકળી ?
ચડીને પૂરે શું શીખવાડવાને આ નદી નીકળી ?
સતત અવિરત ને અઢળક કચરો સૌએ આપ્યા કીધો છે,
જે લીધું છે શું પાછું આપવાને આ નદી નીકળી ?
ડૉ. વિવેક મનહર ટેલર
(આ પહેલાના બે મુક્તકો વાંચવા માટે અહીં ક્લિક કરો)

7 Comments:
are! ! ! !
Docter Saheb,
aa to tame j chho ! ! ! !
tame saras lakho chho ane " laystaro " thatha " shabdo chhe swas mara" mate lakho chho e to khabar hati j
pan
news paper mate pan lakho chho e aaje j khabar padi...shu aap koi chokkas colum mate lakho chho j pratidin parsidhh thati hoy ?
સરસ !!!
vivek,
aa vyatha ne shabdoma utaarvanu gaju taaru j hoi ...
Meena
પહેલાંના મુકતકોની જેમ આ બંને પણ ખૂબ જ સરસ છે...
વાહ! વાહ!
ખરેખર બન્ને મુક્તક ખુબ સરસ છે.
Surat nu pur kona thaki hatu?
Saras lakhyu chhe
je lidhu chhe te shu pachhu aapvane aa nadi nikali?
Wahh shu vaaat chhe Vivekbabu.
Aa to nadi ni katha ne manvi ni vyatha,fari pachhi aavi eni e j varta.
atyant sundat abhinandan.
Post a Comment
<< Home