Send As SMS

Saturday, June 10, 2006

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

(દમણના દરિયાકાંઠે... ....03/06/2006)


આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર...પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો......(શું કરું?)

ડૉ.વિવેક મનહર ટેલર


વસ્લ= સમાગમ

3 Comments:

At 6/10/2006 11:35:45 PM, sana said...

I must say that this time the photo is just beautiful like your words...

What is meaning of word 'vasle'?

 
At 6/11/2006 01:42:00 PM, radhika said...

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો......(શું કરું?)


.............................


તારા શબ્દો ખુદ જાણે સંપૂ્રણ છે શ્રવણમાં.....
કોણ કહે છે કયાંય કોઈ અધુરપ છે કવનમાં !!!!!

 
At 9/19/2006 10:06:31 PM, UrmiSaagar said...

Dear Vivekbhai,

Can I use your line આપણો સંબંધ ખૂટ્યો, શું કરું? and a radeef શું કરું? to invite everyone at 'sahiyaaru sarjan' to write??

Please let me know.

 

Post a Comment

<< Home